Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Population Report : ભારતની વસ્તીમાં હિંદુઓ 7.8 ટકા ઘટ્યા, મુસ્લિમો વધ્યા, જાણો શીખોની હાલત શું છે ?

EAC-PM દ્વારા પ્રકાશિત એક વર્કિગ પેપરમાં થયેલા વિશ્લેષણ અનુસાર ભારતમાં બહુસંખ્યક ધાર્મિક વસ્તી (Population) (હિંદુ) ધરાવતા 1950 થી 2015 સુધીમાં 7.82 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે આટલા જ સમયગાળા દરમિયાન ભારતમાં અલ્પસંખ્યકોની વસ્તી ભાગમાં વધારો થયો છે. વર્કિગ પેપરમાં...
population report   ભારતની વસ્તીમાં હિંદુઓ 7 8 ટકા ઘટ્યા  મુસ્લિમો વધ્યા  જાણો શીખોની હાલત શું છે
Advertisement

EAC-PM દ્વારા પ્રકાશિત એક વર્કિગ પેપરમાં થયેલા વિશ્લેષણ અનુસાર ભારતમાં બહુસંખ્યક ધાર્મિક વસ્તી (Population) (હિંદુ) ધરાવતા 1950 થી 2015 સુધીમાં 7.82 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે આટલા જ સમયગાળા દરમિયાન ભારતમાં અલ્પસંખ્યકોની વસ્તી ભાગમાં વધારો થયો છે. વર્કિગ પેપરમાં જણાવ્યા અનુસાર 167 દેશોમાં ભારત અને મ્યાંમારમાં બહુમતી વસ્તીમાં ઘટાડો થયો છે. મ્યાંમારમાં બહુસંખ્યકની વસ્તી 10 ટકા જેટલી ઘટી છે. 1950 માં મુસ્લિમ આબાદી 9.84 ટકા હતી જે વધીને 14.09 થઇ છે.

Advertisement

જાણો રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું...

રિપોર્ટ અનુસાર આ પેપર સલાહકાર EAC-PM અપૂર્વકુમાર મિશ્રા અને EAC-PM પ્રોફેશનલ અબ્રાહમ જોસ દ્વારા લખવામાં આવ્યું છે. આ વર્કિગ પેપર માટે 2019 માં એસોસિએશન ઓફ રિલિજન ડેટા આર્કાઇવ્સ (એઆરડીએ) દ્વારા પ્રકાશિત સ્ટેટસ ડેટાસેટ પ્રોજેકટની ધાર્મિક વિશેષતાઓ-જનસાંખ્યિકી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પાકિસ્તાન,બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાઇ પાડોશી દેશોની પરીસ્થિતિ જોતા  બહુસંખ્યક આબાદીમાં વધારો થયો છે જયારે અલ્પસંખ્યકની આબાદી ચિંતાજનક રીતે વધી છે.

Advertisement

મુસ્લિમ દેશોમાં ગ્રાફ ઉપર આવ્યો છે...

મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં વસ્તી (Population)માં ફેરફારનો આ વલણ થોડો અલગ છે. રિપોર્ટ અનુસાર 38 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં મુસ્લિમોની હિસ્સેદારી વધી છે. 1950 માં પાકિસ્તાનમાં મુસ્લિમોની સંખ્યા 77.45 ટકા હતી. હવે પાડોશી દેશમાં મુસ્લિમોની સંખ્યા 80.36 ટકા છે. આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં મુસ્લિમોની સંખ્યા 74.24 ટકાથી વધીને 88.02 ટકા થઈ ગઈ છે.

જાણો રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે...

ભારતમાં લઘુમતીઓનો વિકાસ...

રિપોર્ટમાં જોવા મળે છે કે, દેશમાં શીખોની વસ્તી (Population)માં 6.58 ટકા અને ખ્રિસ્તી વસ્તીમાં 5.38 ટકાનો વધારો થયો છે. જોકે, દેશમાં પારસી અને જૈન ધર્મના લોકોની વસ્તીમાં ઘટાડો થયો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો અહેવાલ દર્શાવે છે કે ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત છે અને સારી રીતે વિકાસ પામી રહ્યા છે. ભારતમાં માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ શીખ અને ખ્રિસ્તી ધર્મના લોકોની પણ વસ્તી વધી છે.

આ પણ વાંચો : ‘અમે કોઈને ચીડવતા નથી, પરંતુ જો કોઈ…’, મહારાણા પ્રતાપ જયંતિ પર PM મોદીનો સંદેશ… Video

આ પણ વાંચો : Navneet Rana નો ઓવૈસી ભાઈઓને ખુલ્લો પડકાર, કહ્યું- ‘પોલીસે 15 મિનિટ નહીં પરંતુ માત્ર 15 સેકન્ડ…’ Video

આ પણ વાંચો : Jammu and Kashmir : Poonch આતંકી હુમલાના ત્રણ શકમંદોની CCTV તસવીરો સામે આવી…

Tags :
Advertisement

.

×