Download Apps
Home » Vadnagar to Varanasi : આવો જાણીએ વિશ્વનાથની નગરી કાશીના વિકાસ વિશે..

Vadnagar to Varanasi : આવો જાણીએ વિશ્વનાથની નગરી કાશીના વિકાસ વિશે..

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રા એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. Gujarat First અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ થયેલી આ યાત્રામાં 4 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ. 30 દિવસ અને 3 હજાર કિલોમીટર સુધી આ યાત્રા 4 રાજ્યોમાં ભ્રમણ કરશે. વિકાસની આ યાત્રા ખૂબ લાંબી છે. વડનગરથી વારાણસી યાત્રા લઇને હું કશિશ અને ધ્રવિશા અમારા સહયોગી વિનોદ શર્મા અને વિક્રમ ઠાકોર સાથે પ્રયાગરાજની યાત્રા પૂર્ણ કર્યા બાદ  કાશી પહોંચ્યા છીએ…
varanasi
‘काश्यां हि काशते काशी सर्वप्रकाशिका। सा काशी विदिता येन तेन प्राप्ता ही काशिका…’
આ શ્લોક એટલે યાદ આવે કારણ કે વડનગર ટૂ વારાણસીની ટીમ પહોંચી છે ત્યાં જ્યાં સવાર પડે અને હર હર મહાદેવનો નાદ ગુંજે તો શયમ કાલે હર હર ગંગેના નાદથી અલૌકિક ઉર્જા ઉત્પન્ન થાય. બનારસ કહીએ, કાશી કહીએ કે કહીએ વારાણસી.. છે આ વિશ્વનાથની નગરી.. છે આ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર..વંદે ભારત ટ્રેન દ્વારા પ્રયાગરાજથી અમે જયારે વારાણસી રેલવે સ્ટેશન પર ઉતર્યા, ત્યારે 2014માં જયારે વડાપ્રધાન કાશી પધાર્યા હતા, ત્યારે તેમના કહેલા શબ્દો કાશીમાં પગ મુકતા જ યાદ આવ્યા, “મુજે ન કિસીને ભેજા હૈ, ન મૈ યહાં આયા હૂં, મુજે તો માં ગંગા ને બુલાયા હૈ”..
વારાણસીમાં અમારો લક્ષ્ય હતો એ આધ્યાત્મિક નગરીમાં ફરી, ત્યાં કેટલો વિકાસ થયો છે તે જાણી, બનારસી લોકો તથા હજારોની સંખ્યામાં ત્યાં આવતા પ્રવાસીઓનો મત જાણવો.. જેની શરૂઆત અમે કરી પવિત્ર ગંગા આરતીમાં પહોંચીને. દશશ્વમેધ ઘાટ, કે જ્યાં ગંગા સેવા નિધિ ટ્રસ્ટ દ્વારા પવિત્ર ગંગા આરતીનું શયમ કાલે આયોજન થાય છે, ત્યાં અમે સૌ પ્રથમ તો ઇલેક્ટ્રિક રીક્ષા ત્યાર બાદ સાઇકલ રીક્ષાના માધ્યમથી પહોંચ્યા. ઘાટ જોઈને આંખો અચંબિત થઇ ગઈ. જે ઘાટના દ્રશ્યો માત્ર ફિલ્મમાં જોયા હતા તે ઘાટ પર અમે પહોંચ્યા હતા. ઘાટની સીડીઓ પર અને ગંગા મૈયામાં તરતી નાવડીઓ પર હજારોની સંખ્યામાં ત્યાં લોકો ગંગા આરતીનો લ્હાવો ઉઠાવવા હાજર હતા..બસ તો તકનો લાભ લઇ અમે હાથમાં લીધું ગુજરાત ફર્સ્ટનું માઈક અને ચડી ગયા નાવડીઓ પર..આરતી શરુ થાય ત્યાં સુધી અમે લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો…
દિલ્હીથી વારાણસી આવેલા પ્રવાસી શ્વેતાએ કહ્યું કે “દિલ્હીથી વારાણસી આવ્યા, મોદીજી દ્વારા કાશીની કાયાપલટ જોઈને હૃદય પ્રસન્ન થયું. ભારત માટે મોદીજી જે કામ કરી રહ્યા છે, આગામી પેઢી માટે જે કામ કરી રહ્યા છે તેના માટે શબ્દો ઓછા પડે. દિલ્હીમાં ભાજપ સરકાર નથી તેનો અફસોસ છે. યુપીમાં યોગીજીની સરકાર જે કમાલ કરી રહી છે, મોદીજી અને યોગીજીની જોડીને સલામ. 2024માં ફરી જોઈએ મોદી સરકાર..”~
પવિત્ર ગંગા આરતી
અને આવી ગઈ એ ક્ષણ.. જેને જીવવી દરેક સનાતનીનું સ્વપ્ન હોય છે.. પવિત્ર ગંગા આરતી.. ગંગા મૈયા કી જય બોલીને અમે બેસી ગયા અને માં ગંગા પ્રત્યેના ભક્તિ ભાવમાં થઇ ગયા લિન. ગંગા આરતી દરમિયાન શરીરને જે આધ્યાત્મિક ઉર્જા મળી, એમ લાગે જાણે આત્માનું શુદ્ધિકરણ થઇ ગયું હોય. ગંગા આરતીના સમાપન બાદ અમે વાતચીત કરી એમની સાથે જેઓ આયોજન કરે છે ગંગા આરતીનું.. ગંગા સેવા નિધિ ટ્રસ્ટના ટ્રસ્ટી…
ગંગા સેવા નિધિ, વારાણસીના  ટ્રસ્ટી આશીષ તિવારીએ કહ્યું કે  “ગંગા આરતીમાં સમયાંતરે પરીવર્તન આવ્યું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના સુશાસનમાં કાશી પર ખાસ ધ્યાન અપાયું છે. કાશી શહેર સાથે તેમની અદ્વિતીય લાગણી જોડાયેલી છે. આ શહેરથી એમને એટલી વધુ આધ્યાત્મિકતા મળી છે કે તે જોઈને એમ લાગે કે કાશી અને માં ભગવતીના તેમના પર વર્ષો વર્ષથી આશીર્વાદ હોય” જયારે ગંગા આરતીનો લ્હાવો લઈને દિવસનું સમાપન કર્યું હોય ત્યારે વિચારો બીજા દિવસનો સૂર્યોદય કેવો અલૌકિક થાય.. અને જયારે ધાર્મિક નગરી વારાણસીમાં હોઈએ, ત્યારે દિવસની શરૂઆત મંદિરોમાં શીશ ઝુકાવીને જ કરવાની ઈચ્છા થાય અને અમે કર્યું પણ કંઈક એવું જ.. કહેવાય છે કે તમારી ગંગા આરતી, ગંગા સ્નાન, કાશી વિશ્વનાથના દર્શન અધૂરા ગણાય જો તમે કાશીના કોથવાલ કાલ ભૈરવની શરણે જઈને દંડ ન લો, શીશ ન ઝુકાવો.. એટલે અમે તો નક્કી કર્યું કે સૌ પ્રથમ જઇએ કાલ ભૈરવ મંદિર..
kal_bhairav
કાલ ભૈરવ મંદિર
  ‘काशिकापुराधिनाथकालभैरवं भजे..’ કાલ ભૈરવ મંદિર આવીને કાલ ભૈરવ અષ્ટકમની આ કડી મનમાં સંભળાય એવી ઉર્જા હતી ત્યાં..પૌરાણિક કથા અનુસાર જયારે કાલ ભૈરવ ઉપર બ્રહ્મહત્યાનો પાપ ચડ્યો ત્યારે મહાદેવે તેમને પૃથ્વી પર મોકલ્યા.. કાલ ભૈરવના નખમાં બ્રહ્માજીનું કપાળ ફસાયું હતું જે નીકળ્યું ત્યારે જયારે તેઓ કાશીની ધરતી પર પધાર્યા અને પછી શું.. મહાદેવે કહી દીધું તેમને.. કાશીના કોથવાલ બનીને રહેજો.. અને સ્વયં યમરાજ પણ કાલ ભૈરવની ઈચ્છા વિના મૃત્યુ બનીને બનારસી લોકો માટે ન આવી શકે તેવી માન્યતા છે.. કાલ ભૈરવ દાદાના દર્શન કરી, અમે ત્યાં આવતા શ્રદ્ધાળુઓનો જાણ્યો મત…
વારાણસીમાં દુકાન ધરાવતા રીયા ભાર્ગવે કહ્યું કે  “લગ્ન બાદ 14 વર્ષથી કાશીમાં છું, મોદીજી જ્યારથી સાંસદ બન્યા છે ત્યારથી મોટાપાયે પરીવર્તનની સાક્ષી રહી છું. રોજગારીની તક ખૂબ વધી છે, વેપારીઓની ખૂબ પ્રગતિ થઈ છે. 2024માં પ્રધાનમંત્રી તો મોદીજી જ જોઈએ.”
mahadev
કાશી વિશ્વનાથ મંદિર
અને હવે આવી એ ક્ષણ કે જેની અમને આતુરતાથી રાહ હતી… જેના દર્શન માત્રથી જ સાહસ અને શાંતિના અનોખા સંગમની અનુભૂતિ થાય…  वाराणसीनाथमनाथनाथं..श्रीविश्वनाथं शरणं प्रपद्ये..’ બસ આ જ શ્લોક બોલીને કાશી વિશ્વનાથ મંદિરમાં વિશ્વના નાથ સમક્ષ શીશ ઝુકાવ્યું.. જ્યોતિર્લિંગની ઉર્જાની અનુભૂતિ તો અમને થઇ જ પરંતુ સાથો સાથ એક જગ વિખ્યાત મંદિરમાં, સખત ભીડમાં, કલાકો કતારમાં ઉભા રહ્યા બાદ દર્શન થશે એવી માન્યતા ખોટી પણ પડી .. કારણ.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભેટ..કાશી કોરિડોર..
એક જમાનો હતો જયારે ગંગા ઘાટથી પાણી લઇ, બનારસની પાતળી ગલીઓમાં ચાલી ચાલી ને ક્યાંય દૂર આવી જાઓ પછી કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રવેશ મળે અને મહાદેવને જળાભિષેક કરવા મળે.. પરંતુ એ જમાનો હવે ગયો.. કાશી કોરિડોરે ગંગા ઘાટથી કાશી વિશ્વનાથ મંદિર સુધીની સફર એકદમ સહેલી કરી નાખી છે જેની અનુભૂતિ અમે કરી. જ્યોતિર્લિંગ, અન્નપૂર્ણા માતા, હનુમાન દાદા, નંદી, ગણપતિ બાપ્પા..આ તમામ ઉર્જાના દર્શન અમે કાશી વિશ્વનાથ મંદિરમાં કર્યા અને કાશી કોરિડોરથી મંદિરની કેવી કાયાપલટ થઇ છે શ્રદ્ધાળુઓના મતે, તે અમે જાણ્યું…
અમદાવાદથી વારાણસી આવેલા માનસી ચતુર્વેદીએ કહ્યું કે  “કાશી વિશ્વનાથ મંદિરે આવીને મન શાંત થયું. ઘણું બધું અહિયાં બદલાઈ ગયું છે, કોરિડોરનો વિકાસ ખૂબ સારો થયો છે. સરકાર જે વિકાસ કરી રહી છે તેને પૂરતો સહયોગ, 2024માં મોદીજીની જ સરકાર જોઈએ.”
રિવર ક્રૂઝ
કાશી કોરિડોરના વિકાસની ગાથા જાણી પછી અમને થયું કે ચાલો વારાણસીમાં એવું શું અદ્વિત્ય થયું છે તે જાણીને તેનો અનુભવ કરીએ.. એટલે અમે પહોંચી ગયા ત્યાં જ્યાં ડબલ એન્જીનની સરકારે વિકાસની જે ગતિ પકડી છે તે જ ગતિથી વારાણસીના તમામ ઘાટના દર્શન થઇ જાય છે.. તમારી જેમ અમે પણ નહોતું વિચાર્યું કે પાતળી ગલીઓ વાળા વારાણસીમાં એક દિવસ એવો પણ આવશે કે જયારે ગંગા નદીમાં રફ્તાર પકડશે રિવર ક્રૂઝ.. ફિલમોમાં જોવેલી ક્રૂઝ જેવી વોટરવેય્ઝ ઓથોરિટી દ્વારા વિકસિત કરેલી રિવર ક્રૂઝ કે જે સંધ્યા કાળે વારાણસીના તમાત ઘાટ અને ત્યાં થતી ગંગા આરતીનો લ્હાવો તમને અપાવી દેશે.. ક્રૂઝના કેપ્ટન પાસેથી અમે એનું મિકેનિઝમ જાણ્યું અને અમારી જેમ જ ક્રૂઝમાં સવારી કરવા આવેલ મુસાફરોનો વિકાસને લઈને મત પણ અમે જાણ્યો…
પ્રવાસી સિદ્ધાર્થે કહ્યું કે “પ્રધાનમંત્રીએ વારાણસીમાં અકલ્પનિય વિકાસ કર્યો છે. ક્યારેય વિચાર્યું ન હોય એવી કાયાપલટ કાશીની થઇ છે. વારાણસીમાં પહેલા વિકાસ જ ન હતો હવે સંપૂર્ણપણે વિકાસ થતો દેખાય છે. ગંગા મૈયા પર આ રીતે ક્રૂઝમાં બેસીને ગંગા આરતીના દર્શનનો લ્હાવો મળવો એ સૌભાગ્ય છે.”
ક્રૂઝની સવારી કર્યા બાદ આખા દિવસના થાકનો અમને એવો અહેસાસ થયો કે અમને ક્રેવિંગ થઇ ચાની.. હવે ક્રેવિંગ થઇ હોય તો ચા તો પીવી પડે પણ આપણે ગુજરાતીઓને ચા તો સારી જ જોઈએ.. અજાણ્યું શહેર..એટલે સવાલ એ હતો કે ચા ક્યાં પીવી.. અમે પત્રકારો એટલે ક્યાંક તો આર્ટિકલમાં કંઈક એવું વાંચ્યું હોય જે સંકટ સમયે કામ લાગી જ જાય અને અમને યાદ આવ્યું કે અહીંયા એક એવી જગ્યા છે જે આમ તો વર્ષોથી ગણાય છે રાજનીતિનો અડ્ડો પરંતુ ત્યાં સ્વયં કાશીની કાયાપલટ કરનાર ભારતના યશસ્વી વડાપ્રધાને ચા પીધી હતી.. પપ્પુજીની ચા.. એટલે અમે તો ઈ-રીક્ષાથી ફટાફટ ત્યાં પહોંચ્યા.. અને ફરમાઈશ કરી મોદી સ્પેશિયલ ચાની.. ચા બને ત્યાં સુધી એ ટી સ્ટોલનો ઇતિહાસ જાણવાનું કુતુહલ હતું એટલે વર્ષો વર્ષોથી ત્યાં બેસવા આવતા લોકો પાસેથી એ રાજનીતિના અડ્ડાનું મહત્વ જાણ્યું.
ખાઈકે પાન બનારસ વાલા’ ગીત મનમાં વાગે અને અમે ખાધું મોદી સ્પેશિયલ બનારસી પાન..અને ત્યાં તો પપ્પુજીના પુત્રએ અમને પીવડાવી મોદી સ્પેશિયલ ચા અને સાથે જ શેર કર્યો મોદીજી સાથેનો એમનો અનુભવ..
વાતો કરતા કરતા એ વાતની પણ જાણ થઇ કે બાજુમાં જ બનારસી પાન પાર્લર છે જ્યાં મોદીજી એ પાન ખાધું હતું.. ચા હજી બની ન હતી એટલે અમે તો દોડ્યા બનારસી પાન ખાવા.. અને પછી તો શું..  ‘ખાઈકે પાન બનારસ વાલા’ ગીત મનમાં વાગે અને અમે ખાધું મોદી સ્પેશિયલ બનારસી પાન..અને ત્યાં તો પપ્પુજીના પુત્રએ અમને પીવડાવી મોદી સ્પેશિયલ ચા અને સાથે જ શેર કર્યો મોદીજી સાથેનો એમનો અનુભવ..
પપ્પુ ટી સ્ટોલના મનોજભાઇએ કહ્યું કે “3 કપ ચા પીવરાવી હતી મોદીજી ને. એક કપ ચા ઉભા રહીને પીધી, બે કપ ચા અંદર રાજનૈતિક અડ્ડામાં બેસીને ખભે હાથ મૂકીને પીધી. દેશના વિષય પર વાતચીત થઇ હતી એમ લાગે છે કે રાજા આવ્યા છે દેશને સુધારવા. રાજા ઘરે આવી જાય પછી શું જોઈએ.. દેશમાં બે જ નામ ચાલે છે મોદીજી અને યોગીજી બાકી બધા રામનામ જપે છે. “
પાન અને ચાનું અદ્વિતીય કોમ્બિનેશન આ અદ્વિતીય નગરીમાં ટ્રાય કર્યા બાદ અમે તો એવા ધરાઈ ગયા હતા કે બસ નેક્સટ ડેનું પ્લાનિંગ કરીને સુઈ જવું હતું.. વારાણસીમાં અમારા ત્રીજા દિવસનો થયો સૂર્યોદય અને અમે વિચાર્યું ધાર્મિક ટૂરથી બ્રેક લઇ ચાલો આજે શરૂઆત કરીએ રાજનૈતિક ટૂર કરીએ એટલે અમે પહોંચી ગયા વારાણસી સર્કિટ હાઉઝ..અને એનો વિકાસ જોઈને તો અમારી આંખો ચાર થઇ ગઈ.. કાશીની અમે એવી કાયાપલટ જોઈ ને.. અમે બનારસની એ ફેમસ ગલીઓમાંથી પસાર થઈને એવા રસ્તે આવ્યા કે જ્યાં આવીને મન માને જ નહીં કે આ વારાણસીના રસ્તાઓ છે. ત્યારે અમને અહેસાસ થયો કે બનારસની ઓળખાણને છંછેડ્યા વિના, એ બનારસનો અદભૂત વિકાસ કર્યો છે તેના સાંસદ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ.. સર્કિટ હાઉસ હતું કેન્ટ વિસ્તારમાં..રસ્તામાં અમને મોટો મોલ દેખાયો..ત્યાં અમારા મનગમતા કેફે અને રેસ્ટોરાં જોઈને તો હૃદય ખુશ ખુશ થઇ ગયું.. અને સર્કિટ હાઉઝમાં પણ કોમ્બિનેશન કેવું.. વ્હાઇટ હાઉઝ કે જ્યાં તમને હેરિટેજ વાઈબ્ઝ આવે..અને આગળ એકદમ મોડર્ન રૂમ્સ.. સર્કિટ હાઉઝમાં અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જિલ્લા અધ્યક્ષ જોડે સંવાદ કરી, કાશીમાં મોદીજીની સેનાની તાકાત અને કટિબદ્ધતાથી વાકેફ થયા..
વારાણસી ના જિલ્લા પ્રમુખ હંસરાજ વિશ્વકર્માએ કહ્યું કે  “ભારતીય જનતા પાર્ટી દેશની જનતા માટે જે કામ કરે છે એનાથી જ પ્રેરણા મળે છે. મોદીજીના દેશ માટેના વિઝનથી એમનો પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ શરુ થયો. મોદીજી-યોગીજીની ડબલ એન્જીનની સરકારથી યુપીમાં દરેક ક્ષેત્રમાં વિકાસે રફ્તાર પકડી છે. ભ્રષ્ટાચાર આ સરકારના કારણે સમાપ્ત થયો છે.”
વારાણસીના ભાજપના જિલ્લા મંત્રી શિવાનંદ રાયે કહ્યું કે  “દેશના યશસ્વી પ્રધાનમંત્રી આવી જ રીતે દેશનો વિકાસ કરતા રહે, વિશ્વ નેતા બનીને રહે તે હેતુથી એમની સેનાના સેનાપતિ તરીકે અમે કાર્યશીલ છીએ..એમના અતિથિ દેવો ભવઃના વિઝનથી કાશીમાં જે પણ આવે તેની સેવા હેતુ અમે કટિબદ્ધ છીએ.. “
namo_ghat
ત્યારબાદ અમે જતા હતા નમો ઘાટ પરંતુ રસ્તામાં અમને દેખાઈ પીએમઓ ઓફિસ.. આમ તો રવિવાર અમને નડી ગયો હતો પરંતુ વોચમેન સાથે સંવાદ કર્યો તો એમણે જણાવ્યું કે અહીંયા તો લોકોની લાઈનો લાગે છે.. વારાણસીના લોકો અહીંયા પોતાની સમસ્યાઓ લઈને આવે છે અને મંત્રીઓ સહિતના નેતાઓ અહીંયા બેસીને એમની સમસ્યા સાંભળે છે અને વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એવા પૂરતા પ્રયાસો કરે છે. અમને એમ પણ જાણવા મળ્યું કે આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસના એક્ટિવ કામકાજથી વારાણસીની જનતા પ્રસન્ન છે અને હવે અમે પ્રસ્થાન કર્યું વારાણસીના સૌથી વિકસિત ઘાટ એવા નમો ઘાટ તરફ..ત્યાં જઈને તો મોડર્ન કાશીના દર્શન થયા અમને.. એ ઘાટ હતો મોડર્ન પણ ત્યાં બધા જ ક્લાસના લોકો માઈન્ડ ફ્રેશ કરવા આવતા અમને નજરે ચડ્યા.. થોડીક વારમાં તો ત્યાં ચાલુ થઇ ગઈ બેન્ડ પરેડ..અને નામો ઘાટ પર અમને મળી ગયું મનોરંજન.. બેન્ડ પરેડના હેડ સાથે પણ અમે સંવાદ કર્યો અને પરેડનો હેતુ તથા વારાણસીના વિકાસને તેમની દ્રષ્ટિએ જાણવા પ્રયાસ કર્યો..
બેન્ડ લીડર શ્રીકુમારસિંહે કહ્યું કે  “દર રવિવારે નામો ઘાટ પર યોગીજીના આદેશથી લોકોના મનોરંજન માટે સ્પેશિયલ બેન્ડ વગાડવામાં આવે છે. નામો ઘાટ કાશીનો સૌથી સારો ઘાટ છે. જ્યારથી મોદીજી સાંસદ બન્યા છે ત્યારથી વારાણસી રાજધાની જેવી બની ગઈ છે.
વારાણસીમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમય એટલો જલ્દી પસાર થતો અમને લાગતો.. દિવસના અંતે અમે વારાણસી કેન્ટના ધારાસભ્ય સૌરભ શ્રીવાસ્તવ સાથે સંવાદ કરી જાણી વિકાસની ગાથા..વારાણસી કેન્ટના ધારાસભ્ય સૌરભ શ્રીવાસ્તવે કહ્યું કે  “પોતાના કામ અને જવાબદારી પ્રત્યે જુનૂનની હદે કામ કરતી સરકાર મેં પહેલી વાર જોઈ છે. આવી સરકાર કેન્દ્રમાં છે, આવી સરકાર પ્રદેશમાં પણ છે. મોદીજી એમ કહે છે કે જે તમારી સાથે હોય તેમનું કામ કરો જે સાથે ન હોય તેમનું પણ કામ કરો. પહેલાની સરકારે કાશીમાં વિકાસકાર્યોની યોજનાઓને રોકીને રાખી હતી. દરેક ક્ષેત્રે બનારસની દુર્દશા હતી, નિરાશાજનક માહોલ હતો. કાશીનું ભવિષ્ય જ ન હોય તેવું લાગતું. પરંતુ 2014માં મોદીજીને જનતાના આશીર્વાદ મળ્યા, કેન્દ્રમાં આવ્યા, કાશીમાં આવ્યા અને મોદીજી-યોગીજીની ડબલ એન્જીનની સરકાર આવવાથી કાશીમાં એક નવો સૂર્યોદય થયો.
વારાણસીમાં અમારો ચોથો દિવસ કે જેની શરૂઆત અમે કરી સીધા જ ત્યાંની સૌથી વિકસિત જગ્યાએ પહોંચીને… સંકીર્ણ ગલીઓ વાળા વારાણસીમાં કલ્પના પણ ન કરી શકાય એવો લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ બન્યો છે.. ભારતનો સૌથી ક્લીન, ગ્રીન અને હાઈટેક પણ કેવો.. એરપોર્ટની વિશેષતા અમે જાણવા વિશેષ મિટિંગ કરી ડિરેક્ટર શ્રીમતી આર્યમા સાન્યાલ સાથે.. તેમણે કહ્યું કે  “વારાણસી એરપોર્ટને એશિયા પેસિફિક રિજનમાં બેસ્ટ એરપોર્ટ ઈન કસ્ટમર સેટિસ્ફેક્શનનો એવોર્ડ મળ્યો છે.બેસ્ટ એરપોર્ટનો પણ વારાણસી એરપોર્ટને એવોર્ડ મળેલો છે. ડીજી યાત્રાનો અહીંયા પ્રારંભ થયો, ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ નવી લગાવવામાં આવી, ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મજબૂત કરી, ભારતનું એક માત્ર એવું એરપોર્ટ કે જ્યાં રાઇડિંગ લાઉન્જ છે, એરપોર્ટ પર આધ્યાત્મિકતાની અનુભૂતિ પણ થાય, સારનાથ અને શિવની ઝાંખી, શિવમય વાતાવરણમાં યાત્રીઓ પ્રસ્થાન કરે તેવો પ્રયાસ કરાયો. આ તમામ કાર્યો શક્ય બન્યા મોદીજી-યોગીજીની ડબલ એન્જીનની સરકારના કારણે, એનું ગર્વ છે. દેશ માટે કેવી રીતે કામ કરવું તે શીખ મોદીજી આપે છે.”
એરપોર્ટની વિશેષતાઓ શ્રીમતી આર્યમા એ એવી કહી કે અમને આખા એરપોર્ટની સફર કરવાની ઈચ્છા થઇ ગઈ.. બસ પછી તો અમે કરી એરપોર્ટની સફર અને ત્યાં તો અલગ અલગ પ્રકારની કલાકૃત્તિઓ જોઈને અચંબિત થઇ ગયા.. શું આપ જાણો છો કે ભારતમાં એક માત્ર એવો આ વારાણસીનો એરપોર્ટ છે કે જ્યાં રીડિંગ લાઉન્જ છે.. આખો દિવસ ટેક્નોલોજી, સોશિયલ મીડિયાના બંધનમાં બંધાયેલા અમે કે જે રીલ્સ ચેક આઉટ કરતા હોઈએ છીએ તે પુસ્તકો જોઈને બેસી જ ગયા. અલગ અલગ પુસ્તકો ચેક આઉટ કરવા.. ચાલતા ચાલતા આગળ જોયું વીઆઈપી લાઉન્જ.. એકદમ રિલેક્સિંગ.. ત્યાં અલગ અલગ છોડ, ટીવી, સોફા અને વિશેષતા તો એ હતી કે ત્યાં એક બાજુની દીવાલ પર સજાવી હતી બનારસની વિશેષતા..બનારસી સાડી … એરપોર્ટ ફરતા ફાસ્ટ અમે ત્યાં ઉપસ્થિત લોકો જોડે પણ સંવાદ કર્યો..અને જાણ્યો મોદીજી અને યોગીજીની જોડીએ કરેલા વિકાસ પર તેમનો મત..
વારાણસીની મુલાકાતે આવેલા પ્રવાસી રામ કુમાર શર્માએ કહ્યું કે “ખૂબ સારો વિકાસ વારાણસીમાં થયો છે. ડબલ એન્જીનની સરકાર બહુ જ સારી છે. ઉત્તર પ્રદેશને બદલવાની મુહિમ ખૂબ પ્રશંસનીય છે. 2024માં વિશ્વાસ છે કે ફરીથી મોદી સરકાર આવશે અને કાશીમાં વધુ વિકાસ થશે.”
અરે, એક વાત તો જણાવવાની રહી જ ગઈ.. અમે જયારે એરપોર્ટ આવી રહ્યા હતા.. અમને એટલી સરપ્રાઈઝીઝ મળી કે શું કહેવું.. પહેલા તો ત્યાંના રસ્તા.. એ રસ્તા તમારો સમય બચાવી દેશે.. એરપોર્ટ વિષે સાંભળ્યું હતું કે હાઈટેક છે.. પરંતુ.. એન્ટ્રી ગેટ પાસે જ અમે શું જોયું… મહાદેવની મૂર્તિ.. બસ એનાથી જ સમજ આવી ગઈ કે આ એરપોર્ટનો વિકાસ પણ એવો થયો કે આધ્યાત્મિકતાનો પ્રતિબિંબ પણ દેખાય…  એરપોર્ટ બાદ અમે થોડોક આરામ કરી સાંજે પહોંચ્યા ત્યાં જે સ્ત્રીઓની છે મનપસંદ જગ્યા..જેને આપણા ગુજરાતમાં કહેવાય છે પાણીપુરી પણ યુપીની ભાષામાં તો કહેવાય છે ગોલગપ્પે.. વિશ્વનાથ ચાટ ભંડાર ત્યાંના પ્રખ્યાત ગોલગપ્પા વાળા છે..જેમની દુકાન વિશ્વનાથ મંદિર પાસે જ છે.. યુપીના ગોલગપ્પા ગુજરાતની પાણીપુરીથી અલગ હોય.. એમાં કાબુલી ચણા વપરાય.. પણ ટેસ્ટી તો એવા જ.. રાજુભાઈ અમારા માટે ગોલગપ્પા બનાવતા ગયા અને અમે સાથે વિકાસની વાતો એમની સાથે કરતા ગયા….
રાજુભાઇ ગોલગપ્પાવાળાએ કહ્યું કે  “40 વર્ષથી આ દુકાન છે. ખૂબ પરિવર્તન આવ્યું. મોદીજીના રાજમાં ધંધો સારો રહે છે કારણકે ગ્રાહક વધ્યા છે, સવારથી સાંજ સુધી દુકાને ભીડ જામેલી રહે છે. કાશી વિશ્વનાથ અને મોદીજી-યોગીજી જેવી રામ-લક્ષ્મણની જોડીના આશીર્વાદ છે.”
વારાણસીનો વિકાસ એવો થયો છે ને કે ત્યાં લોકોનો ધસારો ખૂબ રહે.. ભારે ભીડ વચ્ચે અમે માર્કેટ ફરતા ફરતા દિવસનો કર્યો અંત..  વારાણસીમાં અમારા પાંચમાં દિવસની શરૂઆત અમે કરી ગંગા ઘાટથી.. ઓપનિંગનું શૂટ કરવાનું હતું એટલે અમે વિચાર્યું ટ્વીનીંગ કરીએ..તો અમે દુકાનમાં થી લીધો મહાકાલનો એક જેવો કુર્તો, કપાળે ત્રિશુલની છાપ કરાવી અને બસ ચડી ગયા નાવડી પર, કરવા અમારું ઓપનિંગ શૂટ.. ઘાટ પર અલગ અલગ પ્રદેશથી આવેલા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા.. તો થયું કે ચાલો થોડી બાતચીત કી જાય..
પ્રવાસી નીતુએ કહ્યું કે “પહેલી વાર કાશી આવ્યા, ખૂબ સરસ વિકાસ મોદીજીએ કર્યો છે. ફરી જોઈએ મોદી સરકાર..
ન માત્ર ભારત પરંતુ વિદેશથી પણ લોકો ગંગા નદીના દર્શન કરવા ઘાટ પર આવે છે.. ઇન્ટરવ્યૂ લેતા લેતા અમને મળી એક તૂર્કીથી આવેલી મહિલા.. ઉત્તર પ્રદેશમાં યોગીજીની માફિયાઓ ઉપરની તવાઈ બાદ કેટલી સુરક્ષિત છે મહિલાઓ એ અમે જાણ્યું…
તૂર્કીથી આવેલી પ્રવાસી બેટીના રાઈનાએ કહ્યું કે  “વારાણસી વિષે ઘણું સાંભળ્યું હતું એટલે અહીંયા આવી છું. કાશી વિશ્વનાથના ખૂબ સારા દર્શન થયા. ગંગા ઘાટમાં ખૂબ સ્વચ્છતા જોવા મળી. મોદીજીના વિકાસકાર્યો વિષે ખૂબ સાંભળ્યું છે અને એ વિકાસ ભારતમાં આવીને દેખાય છે.”
18 મે, 2022નો એ દિવસ યાદ છે? જ્યારથી ફરી એક વાર ચર્ચામાં આવ્યો હતો જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો.. એવું મનાય છે કે 17મી સદીમાં વારાણસીમાં વિશ્વેશ્વર મહાદેવનું મંદિર તોડીને મુઘલ રાજા ઔરંગઝેબે બંધાવી હતી જ્ઞાનવાપી મસ્જિદ.. અને 2022ના મે મહિનામાં એમાંથી મળી આવ્યું હતું શિવલિંગ.. કાર્બન ડેટિંગ મામલે કોર્ટમાં કેસ ચાલુ છે, ચુકાદો હજી આવ્યો નથી.. પરંતુ એથી ચાલુ કરી ઝેડ સુધીની વિગતો અમારા પત્રકાર મનને જાણવી હતી એટલે અમે પહોંચી ગયા અરજદાર સોહનલાલ આર્યને ત્યાં..જ્યાં એમણે અમને વાકેફ કર્યા આ મુદ્દાને લઈને એમના સંઘર્ષથી..
જ્ઞાનવાપી કેસના અરજદાર  સોહનલાલ આર્યએ કહ્યું કે  “39 વર્ષથી આ લડત ઉપાડી છે, પહેલા મુલાયમસિંહની સરકારમાં લાઠીઓ પડી, પરિવર્તન આવ્યા બાદ એક દિવસ અચાનક જ ઔપચારિક મુલાકાત યોગીજી સાથે થઇ, મુલાકાતનો કોઈ હેતુ ન હતો પરંતુ તેમને મળ્યો ત્યારે એમણે એક જ શબ્દ કહ્યો, ‘લગે રહીએ’ અને એ એક શબ્દએ ઘણું કહી દીધું.” ~
સાંજે અમે પહોંચ્યા વારાણસીના એ પ્રખ્યાત ચાર રસ્તા પર જ્યાં એક તરફ છે કાશી વિશ્વનાથ મંદિર જવાનો માર્ગ, બીજી તરફ છે દશશ્વમેધ ઘાટ જેવાનો માર્ગ, એક તરફ છે માર્કેટ જવાનો માર્ગ અને બીજી તરફ છે તે માર્ગ જ્યાં અમે જવાના હતા..જે લઇ જાય છે પ્રખ્યાત ઠંડાઈ કોર્નર તરફ.. વરસાદ અગાઉના બફારાના કારણે અમને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા હતી એટલે બસ પ્રખ્યાત બનારસી ઠંડાઈ પીને અમે મટાડી અમારી તરસ..
ઠંડાઈ સ્વીટ હતી એટલે ખાવું હતું કંઈક ચટપટું.. અને કાશી આવીને કાશી ચાટ ભંડારનો ચાટ ન ખાઈએ એવું બને..? એટલે મસ્ત સ્પાઈસી અને ચટપટું ચાટ ખાતા ખાતા અમે અમારા જેવા જ ફૂડી લોકો સાથે કરી ખાસ વિકાસની વાત..
ચાટ એન્જોય કર્યા બાદ સમય હતો ડેઝર્ટનો.. જેટલું અદ્વિતીય કાશી એટલી જ અદ્વિતીય કાશીની મીઠાઈ.. નામ છે પલંગતોડ મીઠાઈ.. અંદર અંદર ગલીઓમાં ચાલતા ચાલતા એમ થાય કે હવે પગ તૂટશે ત્યારે તમે પહોંચો પલંગતોડ મીઠાઈની દુકાને પણ એટલી કસરત વસૂલ જયારે મલાઈથી ભરપૂર મીઠી મીઠી પલંગતોડ મીઠાઈની જાયફત તમે માણો.. પલંગતોડ મીઠાઈનું આવું અદ્વિતીય નામ કેમ? તે સવાલ થતા અમે જાણી તેની સ્ટોરી..અને દુકાનદાર સાથે રોજગારી, સુરક્ષા વગેરેને લઈને કરી વાતચીત..
હૈદરાબાદથી આવેલ પ્રવાસી એ કહ્યું કે “વારાણસીમાં મોટા મોટા મોલ જોઈને આંખો અચંબિત થઇ ગઈ. મોદીજીને મારો પૂરતો સહયોગ છે અને એમના સંસદીય ક્ષેત્રમાં આવવું એ એક મોટી સિદ્ધિ અને સૌભાગ્ય માનું છું.”
આવી ગયો હતો વારાણસીમાં અમારો અંતિમ દિન.. સવારે વહેલા ઉઠી.. અમારી અંદર હતો સખત ઉત્સાહ કારણકે યુપી પ્રવાસ દરમિયાન જેમાં અમે સૌથી વધુ પ્રવાસ કર્યો છે તે ઈ-રીક્ષા ચલાવવા મળવાની હતી.. ડ્રાઇવર સીટ પર કશીશ અને પાછળ ધ્રુવીશા અને અમે નીકળ્યા બ્રેકફાસ્ટની શોધમાં.. વારાણસીમાં ફૂડ કોમ્બિનેશન ગુજરાત કરતા ઘણું અલગ પરંતુ દિલચસ્પ.. સવારે 11 વાગ્યા સુધી બનારસી લોકો ખાય કચોરી-જલેબી અથવા તો પુરી-સબઝી.. શિવશંકર કચોરી વાળા પાસે જઈને અમે કર્યા ડબલ મીલ.. કચોરી ખાતા ખાતા એક મહિલા મળ્યા જે આમ તો લખનઉના છે પરંતુ વર્ષોથી ઇજિપ્તમાં રહે છે અને કાશી ફરવા આવ્યા હતા.. વડાપ્રધાન જયારે ઇજિપ્તના પ્રવાસે હતા ત્યારે તેમનો અનુભવ અને ભારતના વિકાસ પર તેમનો મત અમે જાણ્યો.
ઇજિપ્તથી આવેલ પ્રવાસીએ કહ્યું કે “મોદીજી જયારે ઇજિપ્ત આવ્યા ત્યારે એમને મળી હતી. એક સ્વપ્ન સાકાર થયું હોય તેવી અનુભૂતિ થઇ હતી. કાશી આવીને એવું લાગ્યું કે સંપૂર્ણપણે કાયાપલટ થઇ ગઈ છે. કોરિડોર રૂપી મોદીજીની ભેટના કારણે કાશી વિશ્વનાથના ખૂબ સુંદર દર્શન થયા. વારાણસીના રસ્તાઓ જોઈને અચંબિત થઇ ગઈ. ઉત્તર પ્રદેશ એકદમ બદલાઈ ગયું છે. હિન્દુસ્તાન બદલાઈ રહ્યું છે.”
ત્યાર બાદ થઇ ગયો હતો અમારી ફ્લાઇટનો સમય અને અમે ઉત્સાહી હતા કારણકે ફરી જવાના હતા વારાણસીની સૌથી વિકસિત જગ્યા પર..
બેગ્સ ઉપાડવાનો એટલો થાક ન હતો જેટલું ઉત્સાહ હતો અમારી પ્રથમ ફ્લાઇટ માટે .. ન માત્ર એરપોર્ટ પરંતુ ફ્લાઇટમાં પણ અમે વાદળોનું લુત્ફ ઉઠાવતા ઉઠાવતા, મુસાફરો સાથે વિકાસની વાતો કરતા કરતા લેન્ડ થઇ ગયા સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ એટલે કે આપણા અમદાવાદમાં..અને કર્યું વારાણસીની યાત્રાનું ઓફિશિયલ સમાપન….
અજાણ્યું રાજ્ય, અજાણ્યું શહેર, અજાણ્યા લોકો પરંતુ આવકાર ખૂબ ગણો, વિકાસ ખૂબ ગણો.. યાદો બની ખૂબ ગણી….
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત