Download Apps
Home » ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ BCCI એ ખેલાડીઓ માટે કરી સૌથી મોટી જાહેરાત

ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ BCCI એ ખેલાડીઓ માટે કરી સૌથી મોટી જાહેરાત

ટીમ ઈન્ડિયા (Team India) એ ધર્મશાલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રનથી હરાવી શ્રેણીને 4-1 થી પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીત બાદ BCCI તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ભારતીય ટેસ્ટ ટીમ માટે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, હવે ટેસ્ટ ક્રિકેટ રમનારા ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પણ પૈસા મળશે.જય શાહ દ્વારા એક પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી છે, જેને ‘Test Cricket Incentive Scheme’ નામ આપવામાં આવ્યું છે.

ખેલાડીઓને મળશે Incentive

આ યોજનાની જાહેરાત કરતા, BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટર પર લખ્યું, “મને મેન્સ ટીમ માટે ‘Test Cricket Incentive Scheme’ની જાહેરાત કરતા આનંદ થાય છે. તેનો ઉદ્દેશ્ય અમારા ખેલાડીઓને નાણાકીય વૃદ્ધિ અને સ્થિરતા પ્રદાન કરવાનો છે. ‘Test Cricket Incentive Scheme’ 2022-23 સીઝનથી માન્ય રહેશે અને ટેસ્ટ મેચો માટે 15 લાખ રૂપિયાની હાલની મેચ ફીની ટોચ પર વધારાના પુરસ્કાર માળખા તરીકે કામ કરશે.” જય શાહે કહ્યું છે કે, ટેસ્ટ મેચ ફી 15 લાખ રૂપિયા છે, પરંતુ જે ખેલાડીઓ એક સિઝનમાં 75 ટકાથી વધુ મેચ રમશે (પ્લેઈંગ ઈલેવનમાં) તેમને મેચ દીઠ 45 લાખ રૂપિયા મળશે, જ્યારે ટીમનો મેમ્બર્સ રહેલા ખેલાડીને પ્રતિ મેચ રૂ. 22.5 લાખ મળશે. વળી, જે ખેલાડી સિઝનમાં 50 ટકા એટલે કે લગભગ 5 કે 6 મેચ રમે છે તેને પ્રતિ મેચ 30 લાખ રૂપિયા મળશે. ઉપરાંત, પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેનાર ખેલાડીને પ્રતિ મેચ 15 લાખ રૂપિયા મળશે. આ સિવાય, જો કોઈ ખેલાડી 50 ટકા મેચો રમે છે (સિઝનમાં 9 ટેસ્ટ હોય છે અને તેમાંથી 4 કે તેથી ઓછી મેચ રમાય છે) તો તેને કોઈ પ્રોત્સાહન મળશે નહીં. માત્ર મેચ ફી 15 લાખ રૂપિયા પ્રતિ મેચ મળશે.

BCCI એ કેમ લીધો આ નિર્ણય ?

અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક રેડ બોલ ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટને મહત્વ નહોતા આપતા, કારણ કે તેમને IPLમાં માત્ર બે મહિના રમવાના 10 થી 15 કરોડ રૂપિયા મળતા હતા. જોકે, BCCIએ હવે અહીં પણ પૈસા વધાર્યા છે. આવી સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની રુચિ વધશે કારણ કે અહીં પણ ખેલાડીઓ હવે વર્ષમાં 8 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. BCCI દ્વારા ખેલાડીઓ માટે ‘Test Cricket Incentive Scheme’ લાવવા પાછળ એક મોટું કારણ છે. તાજેતરમાં જ એવું જોવા મળ્યું હતું કે, કેટલાક ખેલાડીઓ ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટની અવગણના કરી રહ્યા છે. તેમણે પોતાને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ અનુપલબ્ધ કરી દીધા અને IPL ની તૈયારીઓ શરૂ કરી દીધી. જો રિપોર્ટ્સનું માનીએ તો BCCI ટૂંક સમયમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની મેચ ફીમાં વધારો કરી શકે છે. જેથી મોટા ખેલાડીઓ ઘરેલુ ટુર્નામેન્ટની અવગણના ન કરે અને તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે.

BCCI’s Central Contract (ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024) :

Grade A+: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

Grade A: આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

Grade B: સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

Grade C: રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર.

આ પણ વાંચો – IND vs ENG : ભારતે ધર્મશાળા ટેસ્ટમાં મેળવી જીત, ત્રીજા દિવસે જ ઈંગ્લેન્ડને હરાવ્યું

આ પણ વાંચો – શું MS Dhoni નહીં રમે IPL 2024 માં ? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

આ પણ વાંચો – India vs England 5th Test : પ્રથમ દિવસ ભારતના નામે, અશ્વિન-કુલદીપ બાદ રોહિત-યશસ્વીએ મચાવ્યું ગદર

અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો