BCCIનું એલાન! U19 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાને આપશે આટલા કરોડનું ઈનામ
- ટીમ ઈન્ડિયાએ બીજી વાત ખિતામ જીત્યો
- ગોંગાડી તૃષાએ જબરદસ્ત પ્રદર્શન
- BCCI એ અંડર-19 મહિલા માટે કરી જાહેરાત
BCCI: U19 Women’s T20 World Cup માં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને બીજી વાત ખિતામ જીત્યો હતો. ટીમ ઇન્ડિયાએ ફાઇનલ મુકાબલાને 9 વિકેટમાં જીતી લીધો હતો. ફાઇનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયામાં ગોંગાડી તૃષાએ જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા માટે ભરતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી જાહેરાત કરી છે. BCCI એ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાને કરોડો રૂપયા આપવાની જાહેરાત કરી છે.
BCCI આપશે 5 કરોડ રૂપિયા
અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું. જેના કારણે સતત બીજી વાર ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની છે. ત્યારે હવે BCCIએ એક રીલીઝમાં કહ્યું, 'આ નોંધનીય ઉપલબ્ધિનું સન્માન કરવામાં માટે, BCCIના મુખ્ય કોચ નુશીન અલ ખાદીરના નેતૃત્વ વાળી વિનર ટીમ અને સહયોગી સ્ટાફ માટે 5 કરોડ રૂપિયાનું પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે.
BCCI Congratulates #TeamIndia Women’s U19 Team for Back-to-Back T20 World Cup Triumphs, announces a cash reward of INR 5 Crore for the victorious squad and support staff, led by Head Coach Nooshin Al Khadeer.#U19WorldCup
Details 🔽
— BCCI (@BCCI) February 2, 2025
BCCI અધ્યક્ષ પાઠવી શુભેચ્છા
BCCI અધ્યક્ષ રોજર બિન્નીએ ટીમને શુભેચ્છા પાઠવતા લખ્યું, 'અંડર-19 મહિલા વિશ્વ કપ જીતવા માટે આપણી છોકરીઓને શુભકામના. આ એક અનુકરણીય ઝુંબેશ રહી છે, જેમાં તેણી સમગ્ર સમય દરમિયાન અણનમ રહી. અમે કાલે રાત્રે નમન અવોર્ડ્સમાં તેમના પ્રદર્શન વિષે વાત કરી અને આજે તેમણે આપણા બધાને ગર્વ અપાવ્યો છે. આ ટ્રોફી ભારતમાં મહિલા ક્રિકેટના વિકાશને દર્શાવે છે.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆#TeamIndia 🇮🇳 are the ICC U19 Women’s T20 World Cup 2025 Champions 👏 👏
Scorecard ▶️ https://t.co/hkhiLzuLwj #SAvIND | #U19WorldCup pic.twitter.com/MuOEENNjx8
— BCCI Women (@BCCIWomen) February 2, 2025
આ પણ વાંચો-India vs England 5th T20: ઇંગ્લેન્ડ સામે ભારતનો 150 રનથી વિજય, ટીમ ઈન્ડિયાએ 4-1 થી સિરીઝ જીતી
ગોંગડી તૃષાએ ઇતિહાસ રચ્યો
ICC U19 Women's T20 વર્લ્ડ કપમાં ગોંગડી તૃષાએ ઇતિહાસ રચ્યો. તે એક આવૃત્તિમાં સૌથી વધારે રન બનાવવા વાળી મહિલા ક્રિકેટર બની ગઈ. તેને 7 મેચમાં 77 ની સરેરાશથી 309 રન બનાવ્યા. આ દરમિયાન, તેને શ્વેતા સેહરાવતનો રેકોર્ડ તોડ્યો, જેને 2023 માં આયોજિત ICC મહિલા અંડર 19 વર્લ્ડ કપમાં 7 ઇનિંગ્સમાં 99 ની સરેરાશથી કુલ 297 રન બનાવ્યા હતા.


