Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam fallout : India એ આ તમામ પાકિસ્તાની ક્રિકેટરોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કર્યા બેન

Pahalgam fallout:પહેલગામ હુમલા બાદથી ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. સરકારે ભારતમાં ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ભારતમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓના ઇન્સ્ટાગ્રામ (india blocks pakistani accounts)એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ...
pahalgam fallout   india એ આ તમામ પાકિસ્તાની ક્રિકેટરોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કર્યા બેન
Advertisement

Pahalgam fallout:પહેલગામ હુમલા બાદથી ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. સરકારે ભારતમાં ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ભારતમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓના ઇન્સ્ટાગ્રામ (india blocks pakistani accounts)એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ખેલાડીઓની યાદીમાં બાબર આઝમ (babar azam)અને મોહમ્મદ રિઝવાનના(mohammad rizwan) નામ પણ સામેલ છે.

ભારતમાં પાકિસ્તાની ખેલાડીઓના ઇન્સ્ટાગ્રામ બેન

ભારત સરકારની વિનંતી પર, ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ ભારતમાં પાકિસ્તાની ખેલાડીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાની ખેલાડીઓની આ યાદીમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન આફ્રિદી, મોહમ્મદ આમિર, નસીમ શાહ, હેરિસ રૌફ અને ઇમામ ઉલ હકના નામ શામેલ છે.

Advertisement

આ પણ  વાંચો -હાર્દિક પંડ્યા બાદ હવે શિખર ધવન પ્રેમમાં! આ સુંદર છોકરીએ કર્યું જાહેરમાં Confesion

Advertisement

પાકિસ્તાની સેલિબ્રિટીઓના એકાઉન્ટ બ્લોક

પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રચારને રોકવા માટે ભારત સરકારે ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઓના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. સરકારે ભારતમાં અભિનેત્રી હાનિયા આમિર, માહિરા ખાન અને અલી ઝફર સહિત ઘણા પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે.

આ પણ  વાંચો -MI Vs RR: મુંબઈ સામે રાજસ્થાનની કારમી હાર, કર્ણ શર્માએ મચાવી ધૂમ

ભારત સરકારે પાકિસ્તાન પ્રત્યે કડક વલણ અપનાવ્યું

પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત સરકારે પાકિસ્તાન પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. દેશે પાકિસ્તાન માટે એરોસ્પેસ પણ બંધ કરી દીધું છે. અગાઉ સરકારે સિંધુ જળ સંધિને પણ નકારી કાઢી હતી. સરકારે હવે આ નિર્ણય પર રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે મંગળવાર, 22 એપ્રિલ 2025 ના રોજ, કાશ્મીર ખીણના પહેલગામમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ત્યારથી, ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×