Home » સુરતમાં 18 ફુટનો પતંગ બન્યો આકર્ષણનું કેન્દ્ર, લોકોને જાગૃત કરવા લખાયા આ મેસેજ
સુરતમાં 18 ફુટનો પતંગ બન્યો આકર્ષણનું કેન્દ્ર, લોકોને જાગૃત કરવા લખાયા આ મેસેજ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
112
દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા સુરતમાં અનોખા પતંગ જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે અજય રાણાએ 18 ફૂટનો પતંગ બનાવીને પ્લાસ્ટિકની દોરીથી હવામાં ઉડાવ્યો હતો. આ વર્ષે પણ તેણે કઈંક અનોખું કર્યું છે. 8, 11 અને 18 ફૂટનો પતંગ બનાવીને અજય એ સૌ પતંગ રસિયાઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કાગળ, પ્લાસ્ટિક, વાંસ, સેલોટેપથી બનાવેલો આ પતંગ ઉત્તરાયણના દિવસે ચગાવવામાં આવશે.
સુરતના ભાઠેનાના અજય રાણાએ ઉતરાયણ માટે 18 ફુટ ઉંચો મહાકાય પતંગ બનાવ્યો છે. સાથે જ સુરત શહેરમાં નાની બાળકીઓ પર થતા દુષ્કર્મ અંગે લોકોમાં જાગૃતા આવે એવા હેતુસર 8 ફૂટનો સ્ટોપ રેપના મેસેજ સાથે પતંગ બનાવ્યો છે સાથે જ કોરોનાના નવા વેરિઅન્ટથી લોકો સાવચેતી રાખે એવા સંદેશ આપતો માસ્કવાળો પતંગ બનાવાયો છે. કારખાનામાં કામ કરતા અજય રાણાએ પ્લાસ્ટિક, મેટલ કાગળ અને પોલીસ કરેલી લાકડીઓની સાથે ગમ અને સેલોટેપથી પતંગ બનાવ્યા છે
અજય રાણા દ્વારા દર વર્ષે તેના પસંદગીના ગ્રાહકોના ઓર્ડર થકી અનોખા આકર્ષણ પાડે એવા મસ્ત મોટા પતંગ બનાવવામાં આવે છે. આ વર્ષે પણ 5 થી 15 ફુટ ઉંચા પતંગ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ વખતની સુરતી ઉતરાયણ માટે સૌથી ઉંચો 8 ફૂટ અને 18 ફુટનો પતંગ બનાવવામાં આવ્યો છે. આ પતંગ જોવા માટે ભાઠેનામાં પતંગ રસિયાઓ ઉમટી રહ્યા છે.
જરીના કારખાનામાં કામ કરનાર અજય રાણા દ્વારા ઘરની રોજીરોટી ચાલે તે માટે એકસ્ટ્રા ઇન્કમ માટે તે મોટા કદના પતંગો ઓર્ડર મુજબ બનાવે છે. આવા મહાકાય પતંગ માટે ફર્નેશ પોલીસવાળી લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ કરેલી લાકડી લચીલી હોવાથી તે તુટકી નથી. આ વખતે સૌથી ઉંચો 18 ફુટનો પતંગ બનાવવા માટે – રાત દિવસ એટલે કે બે દિવસની આખી મહેનત લાગી છે.
અજય રાણા વર્ષ 2008થી આવા અવનવા પતંગો બનાવે છે. 5થી 15 ફુટના પતંગો બનાવવા પાછળ 400થી 700 રૂપિયાનો ખર્ચ થાય છે. આ ઉતરાયણના દિવસે પણ આ પતંગ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પણ વાંચો – ત્રિપલ હત્યા કેસ બાદ પાલિકા-પોલીસ એક્શન મોડમાં, દોઢ કિલોમીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject