- સુરત શહેરમાં સતત ક્રાઈમરેટમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધતા ક્રાઈમરેટથી પોલીસની શાખ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ગુના ખોલીને લાવવા માટે પોલીસ કેવા પ્રયત્નો કરે છે તે જોવું રહ્યું.
Home » લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલની હત્યા, વરાછામાં ખેલાયો ખુની ખેલ
લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલની હત્યા, વરાછામાં ખેલાયો ખુની ખેલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
173
સુરતના કમલ પાર્ક સોસાયટી મા ખૂની ખેલ ખેલાયો હતો. વરાછા વિસ્તારના બને કુખ્યાત મિત્રોજ બાખડી પડ્યા હતા. વરાછાના કુખ્યાત રાહુલ ઉર્ફે ઘોદા ને તેનાજ મિત્ર કલ્પેશે રહેંસી નાખ્યો હતો. આ ઘટનામાં કલ્પેશની પત્ની તેમજ રાહુલનો અન્ય એક સાગરીત ઇજા ગ્રસ્ત થયો હતો. સુરતના વરાછામાં કમલ પાર્ક સોસાયટી પાસે લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલ ઘોદાની મોડીરાત્રે તેના જ મિત્ર કલ્પેશે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.
ભુરીની ગેંગના સાગરીતની હત્યા
રાહુલ ઘોદા અને તેના મિત્રો કલ્પેશની હત્યાના ઈરાદે તેના ઘરે ગયા હતા ત્યારે રાહુલ પાસેથી ચપ્પુ આંચકી તેની જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વરાછાની લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલ બાંભણીયા ઉર્ફે ઘોદાની મોડીરાત્રે ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની ઘટનામાં આરોપીની કલ્પેશની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
6 દિવસ પહેલા ઝઘડો થયો હતો
વરાછા કમલપાર્ક સોસાયટીમાં રહેતો કલ્પેશ અને રાહુલ 6 દિવસ પહેલા દમણ ગયા હતા. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત માં હત્યા થઈ હોવાનું સમયે આવ્યું હતું. બનાવની જાણ થતા વરાછા પોલીસ અને ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
સમાધાન કરવા ભેગા થયાં અને….
એક અઠવાડિયા પહેલા રાહુલ અને કલ્પેશ વચ્ચે ઝઘડો થયો હતો. જેના સમાધાન માટે કલ્પેશે ઘરે બોલાવ્યા હતા. જેથી રાહુલ અને મિત્ર જીત અને જલદિપ સાથે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં વાતચીત દરમિયાન કલ્પેશે આવેશ આવી જઈ રાહુલને ચપ્પુના ઘા માર્યા હતા. આ સાથે જ કલ્પેશને પણ માથામાં ચપ્પુનો ઘા માર્યો હતો. હાલમાં વરાછા પોલીસે હત્યારા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો – વાપી GIDCની કંપનીમાં વિકરાળ આગ, જુઓ વીડિયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject