Surat: સચિન વિસ્તારમાં ધોરણ-12ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત
- Surat: તન્મય રાઠોડ નામના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
- ઘરના પંખા વડે દુપટ્ટો બાંધી આપઘાત કરતા પરિવારમાં શોક
- મૃતકના પિતા હિમાંશુ રાઠોડ પાંડેસરાની કંપનીમાં છે કારીગર
Surat: સચિન વિસ્તારમાં ધોરણ-12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. જેમાં તન્મય રાઠોડ નામના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ છે. તેમાં ઘરના પંખા વડે દુપટ્ટો બાંધી આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ છે. મૃતકના પિતા હિમાંશુ રાઠોડ પાંડેસરાની કંપનીમાં કારીગર છે. તેમજ સચિન પોલીસે તન્મય રાઠોડના આપઘાત અંગે તપાસ હાથ ધરી છે.
પ્રથમ સત્રની પરીક્ષામાં ફિઝિક્સના પેપરમાં ઓછા માર્ક્સ મેળવ્યા
શહેરના સચિન તેલનપુર વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ફિઝિક્સ વિષયના પેપરમાં ઓછા માર્ક્સ આવતા આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. ISRO માં વૈજ્ઞાનિક બનવાનું સપનું જોતા આ 16 વર્ષીય વિદ્યાર્થીએ માર્ક્સથી નિરાશ થઈ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. 16 વર્ષીય વિદ્યાર્થીએ હાલમાં લેવાયેલી પ્રથમ સત્રની પરીક્ષામાં ફિઝિક્સના પેપરમાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા. ઈસરોમાં જવાનું સ્વપ્ન જોતા હોશિયાર તનમયને આ વાતનું માઠું લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
Surat: વિદ્યાર્થીઓને આપઘાત ન કરવા અંગેની તાલીમ આપવાનું કાર્ય કરે છે
આ ઘટનાએ પરિવારને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધો છે. કારણ કે મૃતક વિદ્યાર્થીના કાકા જીતુભાઈ રાઠોડ પોતે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને આપઘાત ન કરવા અંગેની તાલીમ આપવાનું કાર્ય કરે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, જીતુભાઈ પોતે ધોરણ 10માં ત્રણ વખત નાપાસ થયા બાદ પણ હાર માન્યા વિના મહેનત કરી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેમના જ ભત્રીજાએ આત્મઘાતી પગલું ભરી લેતા આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાંથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો


