Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: નવી સિવિલ હોસ્પિટલમાં તબીબ પર બેદરકારીનો આક્ષેપ, 17 વર્ષના યુવકનું થયું મોત

Surat: સુરતમાં તબીબની બેદકારીના કારણે 17 વર્ષના યુવકનું મોત થયું હોવાનું પરિવારજનો કહી રહ્યાં છે. ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બની છે. અહીં તબીબની બેદરકારી સામે આવી છે.
surat  નવી સિવિલ હોસ્પિટલમાં તબીબ પર બેદરકારીનો આક્ષેપ  17 વર્ષના યુવકનું થયું મોત
Advertisement
  1. તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ
  2. ડેન્ગુય થતા યુવકને સારવાર માટે ખસેડાયો હતો નવી સિવિલ
  3. સારવાર દરમિયાન યુવક સ્વસ્થ્ય હતો તેવો પરિવારનો દાવો

Surat: સુરતમાં તબીબની બેદકારીના કારણે 17 વર્ષના યુવકનું મોત થયું હોવાનું પરિવારજનો કહી રહ્યાં છે. ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બની છે. અહીં તબીબની બેદરકારી સામે આવી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તબીબે ખોટી દવા કરી હોવાથી યુવકનું મોત થયું છે. સ્વાભાવિક છે કે, આક્ષેપ સાથે પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જો આ કેસમાં તબીબે બેદરકારી કરી છે તો તે ખુબ જ નિંદનીય અને ચિંતાની બાબત છે. કારણે લોકો ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે, અને ડૉક્ટર જ આવી બેદરકારી કરે તો દર્દીઓ ક્યાં જશે?

આ પણ વાંચો: જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકમાં દંડવત રૂબરૂ માફી માંગવા અલ્ટીમેટમ, જો માફી નહીં માંગે તો...

Advertisement

રાત્રે ઇન્જેક્શન આપ્યા બાદ યુવકની તબિયત લથડી હોવાનો આક્ષેપ

ઘટના એવી છે કે, મૂળ બિહારના રહેવાશી અને સુરતના પાંડેશરા વિસ્તારમાં રહેતા 17 વર્ષના યુવકને થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતો. સુરતની આ નવી સિવિલ હોસ્પિટલમાં યુવકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સારવાર દરમિયાન યુવક સ્વસ્થ્ય હતો તેવો પરિવારજનોએ દાવો પણ કર્યો છે. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, રાત્રે ઇન્જેક્શન આપ્યા બાદ યુવકની તબિયત લથડી હતી અને સવારે તેનું મોત થઈ ગયું. જેથી યુવકને કેવી સારવાર આપવામાં આવી તે અંગે અત્યારે અનેક સવાલો થઈ રહ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: હરણીમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, રાત્રે 2 વાગ્યા સુધી અભ્યાસ કર્યો અને...

બેદરકાર ડોક્ટર સામે કાર્યવાહી કરવા પરિવારજનોની માગ

નોંધનીય છે કે, અત્યારે બેદરકાર ડોક્ટર સામે કાર્યવાહી કરવા પરિવારજનોની માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. જેથી આ મામલે તપાસ થવી પણ અનિવાર્ય છે. કારણે કે, જો આમાં ડૉક્ટર કે સિવિલની બેદકારી કરી છે તો સત્વરે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ માંગણી કરી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×