ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : સેલવાસથી PM મોદી સુરત પહોંચ્યા, મેગા રોડ શો યોજશે, વિશાળ જાહેરસભાને સંબોધશે

PM નરેન્દ્ર મોદી સુરતમાં મેગા રોડ શો કરશે અને વિશાળ જનસભાને સંબોધિત કરશે. PM મોદીને આવકારવા લોકોની જનમેદની ઊમટી છે.
05:27 PM Mar 07, 2025 IST | Vipul Sen
PM નરેન્દ્ર મોદી સુરતમાં મેગા રોડ શો કરશે અને વિશાળ જનસભાને સંબોધિત કરશે. PM મોદીને આવકારવા લોકોની જનમેદની ઊમટી છે.
PM MOdi_Gujarat_first
  1. Surat માં PM મોદીનાં મેગા રોડ શોમાં જનમેદની
  2. સેલવાસથી પીએમ નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા
  3. હેલિપેડ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી CR પાટીલે સ્વાગત કર્યું
  4. મેગા રોડ શો યોજી, વિશાળ જનસભાને સંબોધિત કરશે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસથી (Silvassa) સુરત (Surat) પરત આવ્યા છે. પીએમ મોદીએ સેલવાસમાં રૂ. 2587 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને વિશાળ જનસભાને પણ સંબોધિ હતી. જો કે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સુરતમાં મેગા રોડ શો કરશે અને વિશાળ જનસભાને સંબોધિત કરશે. સુરતમાં પીએમ મોદીને આવકારવા માટે લોકોની જનમેદની જોવા મળી છે.

આ પણ વાંચો- PM મોદી સેલવાસ પહોંચ્યા, દીવમાં 150 કરોડ અને દમણમાં 105 કરોડના વિકાસકામોનું લોકાર્પણ

સેલવાસમાં 2587 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસ દરમિયાન હવે સુરતમાં (Surat) મેગા રોડ શો કરશે, જેને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. જણાવી દઈએ કે આ મેગા રોડ શો પહેલા પીએમ મોદી સેલવાસ પહોંચ્યા હતા અને રૂ. 2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પીએમ મોદીએ સેલવાસની નમો હોસ્પિટલ (Namo Hospital) અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ દીવમાં (Diu) નવા સર્કિટ હાઉસનું અને દમણમાં (Daman) રૂ. 105 કરોડના ખર્ચે વિકાસનાં 7 કામોનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો- Surat: એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, હવે સેલવાસ જવા રવાના

હેલિપેડ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલે સ્વાગત કર્યું

માહિતી અનુસાર, પર્વત પાટિયા સ્થિત કેપિટલ સ્ક્વેર નજીકનાં હેલિપેડ પર પીએમ મોદીનું આગમન થયું. પીએમ મોદીને આવકારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ (CR Patil) હાજર રહ્યા હતા. ટુંક સમયમાં પીએમ મોદીનો મેગા રોડ શો યોજાશે અને લોકોનું અભિવાદન ઝીલશે. પીએમ મોદીનો મેગા રોડ શો કેપિટલ સ્કેવર હેલિપેડથી શરૂ થશે અને મિડાસ સ્કેવર, મહારાણા પ્રતાપ ચોક, ગણેશનગર રામ મંદિર, સંજયનગર સર્કલ, નીલગીરી સર્કલથી સભા સ્થળ પર સમાપ્ત થશે. ત્યાર બાદ પીએમ મોદી નીલગીરી મેદાનમાં આયોજિત કાર્યક્રમાં હાજરી આપશે અને જાહેરસભાને સંબોધિત કરશે. પીએમ મોદીને આવકારવા માટે સુરત શહેર થનગની ઊઠ્યું છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈ સુરક્ષા-વ્યવસ્થાનાં પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Lakhpati Didi : નારી તું નારાયણી,નારી તું છે અષ્ટલક્ષ્મી

Tags :
CM Bhupendra PatelCR PatilDamanDelhiDiuGUJARAT FIRST NEWSPM Modi In GujaratPm Modi Mega Road ShowPrime Minister Narendra ModiSilvassaSuratTop Gujarati News
Next Article