Surat ના 'એક છોટી સી લવ સ્ટોરી' કિસ્સામાં શિક્ષિકાને મળી ગર્ભપાતની મંજૂરી
- 13 વર્ષના સગીર થી 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી બની
- શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા કોર્ટમાં કરી હતી અરજી
- મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે ગર્ભપાતની આપી મંજૂરી
Surat : ભૂખ ન દેખ જૂઠી ભાત, પ્રેમ ન દેખે જાત-કજાત..... ન્યાયે સુરતની એક શિક્ષિકાને પોતાના જ વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ કેસમાં શિક્ષિકાને 1 સપ્તાહની અંદર ગર્ભપાત (Abortion) કરાવવા કોર્ટે મંજૂરી આપી છે. કોર્ટનું અવલોકન છે કે, ગર્ભનો પુરાવો ટ્રાયલ દરમિયાન મહત્વનો સાબિત થશે. તેથી કોર્ટે સ્મીમેર હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટને તમામ મેડિકલ કાળજી સાથે ગર્ભપાત કરાવવા આદેશ કર્યો છે.
મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરી
અત્યંત ચકચારી એવા શિક્ષિકા અને વિદ્યાર્થીના પ્રેમ પ્રકરણમાં શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા કોર્ટમાં અરજી કરી હતી. અરજીની સુનાવણી દરમિયાન ડોક્ટરે ગર્ભપાત કરાવી લેવો શિક્ષિકાના હિતમાં હોવાનું જણાવ્યું હતું. કોર્ટમાં ડિલિવરી સમયે મહિલા કુપોષિત બાળકને જન્મ આપે તેવી શક્યતા વ્યક્ત કરતો રિપોર્ટ (Medical report) રજૂ કરાયો હતો. આ રિપોર્ટ અનુસાર શિક્ષિકાને જજ દ્વારા ગર્ભપાતની મંજૂરી અપાઈ. કોર્ટે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને તમામ મેડિકલ કાળજી સાથે એક અઠવાડિયામાં ગર્ભપાત કરાવવા આદેશ કર્યો. અરજી કરનાર મહિલાના વકીલ વાજિદ શેખે જણાવ્યું હતું કે,કોર્ટમાં ડિલિવરી સમયે મહિલા કુપોષિત બાળકને જન્મ આપે તેવી શક્યતા વ્યક્ત કરતો રિપોર્ટ રજૂ કરાયો હતો. આ રિપોર્ટ અનુસાર શિક્ષિકાને જજ દ્વારા ગર્ભપાતની મંજૂરી અપાઈ. કોર્ટે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને તમામ મેડિકલ કાળજી સાથે એક અઠવાડિયામાં ગર્ભપાત કરાવવા આદેશ કર્યો.
આ પણ વાંચોઃ Sabarkantha: રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા ઈડરવાસીઓને હાલાકી, સરકારી જવાબ સાંભળીને ચોંકી જશો
13 વર્ષના સગીરથી 23 વર્ષીય શિક્ષિકા બની ગર્ભવતી
સુરતના એક છોટી સી લવ સ્ટોરી કિસ્સો ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં ચકચારી બન્યો છે. આ કિસ્સામાં 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષના સગીર વચ્ચે પ્રેમ સંબંધ (Surat Teacher-student affair) બંધાયો હતો. આ પ્રેમ સંબંધને લીધે 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી બની હતી. આ શિક્ષિકાના ઉદરમાં 5 મહિનાનો ગર્ભ ઉછરી રહ્યો હોવાનું જાહેર થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. તેથી જ શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને તમામ મેડિકલ કાળજી સાથે એક અઠવાડિયામાં ગર્ભપાત કરાવવા આદેશ કર્યો.
આ પણ વાંચોઃ Ahmedabad : પાલતુ કૂતરાના હુમલામાં 4 મહિનાની બાળકીનું કરૂણ મોત