Valsad : ગુલ્લીબાજ શિક્ષક દંપતી 4 મહિનાથી શાળામાં ગેરહાજર, શિક્ષણ વિભાગ હવે એક્શનમાં!
- Valsad માં સામે આવ્યું ગુલ્લીબાજ શિક્ષક દંપતી
- વલસાડનું શિક્ષક દંપતી જાણ કર્યા વિના વિદેશ પ્રવાસે
- છેલ્લા 4 મહિનાથી શાળામાં ગેરહાજર શિક્ષક દંપતી સામે થશે કાર્યવાહી!
વલસાડમાંથી (Valsad) ગુલ્લીબાજ શિક્ષક દંપતી સામે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહીની તૈયારી કરી છે. આ શિક્ષક દંપતી છેલ્લા 4 મહિનાથી શાળામાં ગેરહાજર છે અને જાણ કર્યાં વગર જ વિદેશ પ્રવાસે ગયા હોવાની માહિતી છે. ગુલ્લીબાજ શિક્ષક દંપતીને વારંવાર નોટિસ મોકલવા છતાં પણ હાજર રહ્યા નહોતો. માત્ર વોટ્સએપ પર મેસેજ કરી શિક્ષક દંપતી રજા પર ઉતરી ગયું હતું. શિક્ષક અને શિક્ષિકાની ગેરહાજરીથી વિદ્યાર્થીઓનાં ભણતર પર માઠી અસર થઈ છે.
આ પણ વાંચો - Surat : બોગસ ડૉક્ટર બનાવવાનાં કૌભાંડમાં વધુ એક ખુલાસો! આરોપીઓનાં કાંડ જાણી ચોંકી જશો!
Valsad : પ્રાથમિક શાળામાં ફરજ બજાવતું એક શિક્ષક દંપતી 4 મહિના થી ગેરહાજર! | Gujarat First
- વલસાડના બે ગામો ની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતું એક શિક્ષક દંપતી 4 મહિનાથી ગેરહાજર
- અંદર ગોટા પ્રાથમિક શાળા અને ઓઝર ફળિયા પ્રાથમિક શાળા ના શિક્ષકો સતત ગેરહાજર
- શિક્ષકોની ગેરહાજરીને કારણે… pic.twitter.com/nwvzMjhgbN— Gujarat First (@GujaratFirst) December 13, 2024
વોટ્સએપ પર મેસેજ કરીને શિક્ષક દંપતી રજા પર ઉતર્યું!
વલસાડમાં (Valsad) અંદર ગોટા પ્રાથમિક શાળા અને ઓઝર ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષક દંપતી ભાર્ગવ પંડ્યા અને દ્રષ્ટિ પંડ્યા ફરજ બજાવે છે. જો કે, આ શિક્ષક ભાર્ગવ પંડ્યા અને શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં ગેરહાજર છે. માહિતી અનુસાર, લોકોએ તપાસ કરતા માત્ર વોટ્સએપ પર મેસેજ કરીને પતિ-પત્ની રજા પર ઉતર્યા હોવાનું બહાર આવ્યું છે. સાથે જ કોઈ પ્રકારની માહિતી કે જાણ કર્યા વિના જ શિક્ષક દંપતી વિદેશ જતાં રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Morbi : ટંકારામાં તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી, જાણો સમગ્ર મામલો
શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી
અહેવાલ અનુસાર, અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષક દંપતીને 2-2 વાર નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ, તેમ છતાં તેઓ હાજર થયા નહોતા. ત્યારે હવે આ મામલે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. શિક્ષક દંપતીની ગેરહાજરીને કારણે વિધાર્થીઓનાં ભણતર પર માઠી અસર પડી રહી છે. જ્યારે, આ મામલે જલદી કાર્યવાહી ન થતાં વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?


