Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Black Box : કોઈપણ વિમાન દુર્ઘટના બાદ સૌથી પહેલી તપાસ બ્લેક બોક્સની જ શા માટે કરવામાં આવે છે ?

ગુરુવારે થયેલ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું કારણ બ્લેક બોક્સ (Black Box) પરથી જાણી શકાશે. શું તમે જાણો છો બ્લેક બોક્સ (Black Box) નું મહત્વ, તેની અનિવાર્યતા વિશે ???
black box   કોઈપણ વિમાન દુર્ઘટના બાદ સૌથી પહેલી તપાસ બ્લેક બોક્સની જ શા માટે કરવામાં આવે છે
Advertisement
  • વિમાન દુર્ઘટનાનું સાચું કારણ હંમેશા Black Box પરથી જાણી શકાય છે
  • બ્લેક બોક્સ વિમાનનું મજબૂત ઉપકરણ ગણવામાં આવે છે
  • Black Box માં થતા રેકોર્ડિંગ પરથી દુર્ઘટના અગાઉની ક્ષણનું સાચું ચિત્ર સ્પષ્ટ થાય છે

Black Box : એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી A-171 ફ્લાઈટ ગતરોજ અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ પ્રકારની કોઈપણ દુર્ઘટનામાં બ્લેક બોક્સની જ સૌથી પહેલા તપાસ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અકસ્માત થવાની છેલ્લી ઘડી સુધીનું કોકપીટ (Cockpit ) માં થયેલા વાતચીતનું રેકોર્ડિંગ આ બોક્સમાં થતું હોય છે. આ બ્લેક બોક્સ અત્યંત સુરક્ષિત ટૂલ ગણાય છે. તેના પર ગમે તેવા તાપમાન કે દબાણની હાનિકારક અસર થતી નથી.

વિમાન દુર્ઘટનાની છેલ્લી ક્ષણનું સાક્ષી છે બ્લેક બોક્સ

જ્યારે વિમાન ક્રેશ થાય તે એક પ્રકારનો ગમખ્વાર અને ગંભીર અકસ્માત છે. આવા ગંભીર અકસ્માતમાં કોઈ સાક્ષી બચી જાય અને કોઈ માહિતી પૂરી પાડી શકે તેવી શક્યતા નહિવત હોય છે. તેથી છેલ્લી ક્ષણોની હકીકત શોધવી મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિમાં બ્લેક બોક્સ વિમાન દુર્ઘટનાની છેલ્લી ક્ષણનું સાક્ષી બને છે. બ્લેક બોક્સમાં ફ્લાઈટ ડેટા રેકોર્ડર (Flight Data Recorder-FDR) અને કોકપિટ વોઈસ રેકોર્ડર (Cockpit Voice Recorder - CVR) એમ બે મહત્વના ભાગો હોય છે. આ બંને મહત્વના ભાગોની ભૂમિકા સમજીએ.

Advertisement

ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) ની કામગીરી

બ્લેક બોક્સના ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) માં હંમેશા વિમાનની ઉડ્ડયન સંબંધી માહિતીનું રેકોર્ડિંગ થતું હોય છે. આ માહિતીમાં વિમાનની ગતિ, ઊંચાઈ, દિશા, પાંખોની સ્થિતિ, એન્જિનની સ્થિતિ વગેરેનો સમાવેશ થાય છે. કુલ વિમાનની લગભગ 80 પ્રકારની ટેકનિકલ માહિતી ફલાઈટ ડેટા રેકોર્ડર (FDR)માં સ્ટોર થાય છે.

Advertisement

કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) ની કામગીરી

બ્લેક બોક્સના કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માં પાયલોટની કેબિન એટલે કે કોકપીટની અંદરના બધા જ પ્રકારના અવાજો રેકોર્ડ થાય છે. જેમાં એર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથે પાયલોટની વાતચીત, કોકપીટમાં આવતી કોઈપણ ચેતવણી કે એલાર્મનો અવાજ, 2 પાયલોટો સાથે થતી વાતચીત, ફ્લાઈટ એટેન્ડન્ટે પાયલોટને પાસ ઓન કરેલા મેસેજીસ વગેરે કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR)માં રેકોર્ડ થાય છે. આમ, બ્લેક બોક્સના FDR માંથી મળેલી માહિતી દર્શાવે છે કે શું વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી હતી. જ્યારે, CVR માંથી મળેલી માહિતી દર્શાવે છે કે ખામી સમયે પાઈલોટ્સ શું વાત કરી રહ્યા હતા, શું તેઓ ગભરાયેલા હતા કે શું તેઓએ ભૂલ કરી હતી. જ્યારે આ 2 રેકોર્ડરમાંથી માહિતી એકસાથે મૂકવામાં આવે છે, ત્યારે અકસ્માત અગાઉની સ્પષ્ટ માહિતી મળી રહે છે.

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : આણંદ જિલ્લાના સૌથી વધુ 33 મૃતકો પૈકી 3 લોકો સાંસદ મિતેષ પટેલના ગામના, સાંસદે આપી પ્રતિક્રિયા

બ્લેક બોક્સની બનાવટ

સૌ પ્રથમ એ જાણી લો કે બ્લેક બોક્સ તેના નામ પ્રમાણેનો રંગ ધરાવતું નથી. આ બોક્સ કાળા રંગને બદલે નારંગી રંગનું હોય છે. આ રંગ રાખવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેને અકસ્માત બાદ કાટમાળમાંથી સરળતાથી શોધી શકાય. બ્લેક બોક્સ વાસ્તવમાં એક ખૂબ જ મજબૂત રેકોર્ડિંગ ડિવાઈસ છે. વિમાન દુર્ઘટના એક ગમખ્વાર અકસ્માત છે. તેમાં કોઈપણ વ્યક્તિ કે વસ્તુનું સાબૂત રહેવું અશક્ય હોય છે. આટલા મોટા અકસ્માતમાં બ્લેક બોક્સ કેવી રીતે સુરક્ષિત રહે છે? તેના જવાબમાં આપે બ્લેક બોક્સની બનાવટને જાણવી પડશે. બ્લેક બોક્સને વિશ્વના સૌથી મજબૂત ઉપકરણોમાંનું એક છે. તે ટાઈટેનિયમ અથવા સ્ટીલ જેવી ખૂબ જ મજબૂત ધાતુ માંથી બનેલું છે. જેથી તે કોઈપણ પ્રકારની ભયંકર અથડામણ, 1000 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનની આગ અને સમુદ્રની ઊંડાઈના ભારે દબાણનો સામનો કરી શકે. એટલું જ નહીં, જો તે પાણીમાં પડે છે, તો તે લગભગ 30 દિવસ સુધી એક ખાસ પ્રકારનો સિગ્નલ (પિંગ) મોકલતો રહે છે, જેના કારણે તેને ઊંડા સમુદ્રમાં પણ શોધવાનું સરળ બને છે.

આ પણ વાંચોઃ  AHMEDABAD PLANE CRASH : 10 પરિવારની કહાની તમને અંદરથી હચમચાવી મુકશે

Tags :
Advertisement

.

×