56th IFFI 2025 માં અંતિમ દિવસે પહોંચ્યા મેગાસ્ટાર રજનીકાંત, રેડ કાર્પેટ પર અભિવાદન ઝીલ્યું
- ગોવામાં 56th IFFI 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું
- આજે અંતિમ દિવસે મેગાસ્ટાર રજનીકાંત 56th IFFI 2025 નો હિસ્સો બનવા પહોંચ્યા
- રજનીકાંતની એક ઝલક પામવા માટે રેડકાર્પેટ પર પડાપડી સર્જાઇ
Mega Star Rajnikanth Reach To 56th IFFI 2025 : 56 માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના સમાપનમાં મેગાસ્ટાર રજનીકાંત હાજર રહેતા સિનેમા પ્રેમીઓ માટે દિવસે ખાસ રહ્યો હતો. થોડા સમય પહેલા રજનીકાંતની ફિલ્મ "લાલ સલામ" આ મહોત્સવમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ફિલ્મનું દિગ્દર્શન કરનારી તેમની પુત્રી ઐશ્વર્યાએ પણ આ સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી અને પ્રીમિયરમાં પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. "લાલ સલામ" એક ભારતીય તમિલ ભાષાની સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ છે, જે ઐશ્વર્યા રજનીકાંત દ્વારા દિગ્દર્શિત અને લાઇકા પ્રોડક્શન્સના બેનર હેઠળ અલીરાજાહ સુબાસ્કરન દ્વારા નિર્મિત છે. IFFIના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરાયેલા ફૂટેજમાં, રજનીકાંત ચાહકોનું અભિવાદન ઝીલતા જોઈ શકાય છે. રજનીકાંતને તેમના પાંચ દાયકા લાંબા સિનેમેટિક કારકિર્દીના સન્માનમાં IFFI સમાપન સમારોહમાં એક ખાસ પુરસ્કાર પ્રાપ્ત થનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
View this post on Instagram
કારકિર્દીના 50 વર્ષ પૂર્ણ
આ વર્ષની શરૂઆતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રજનીકાંતને તેમના સિનેમેટિક કારકિર્દીના 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટ્વિટર X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, "થિરુ રજનીકાંત જીને સિનેમામાં 50 ભવ્ય વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન. તેમનો સફર પ્રતિષ્ઠિત રહ્યો છે, તેમની વિવિધ ભૂમિકાઓએ પેઢીઓથી લોકોના મન પર અમીટ છાપ છોડી છે. હું આવનારા વર્ષોમાં તેમને સતત સફળતા અને સારા સ્વાસ્થ્યની ઇચ્છા કરું છું." પ્રધાનમંત્રી મોદીના ખાસ સંદેશના જવાબમાં, "કૂલી" સ્ટારે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અને અભિનેતાએ લખ્યું, "આદરણીય નરેન્દ્ર મોદી જી, હું તમારી ઉષ્માભરી શુભેચ્છાઓ માટે ખૂબ આભારી છું. હું જે નેતાનો લાંબા સમયથી આદર કરું છું, તેમની પાસેથી આ શુભેચ્છાઓ પ્રાપ્ત કરવી ખરેખર સન્માનની વાત છે. તમારા પ્રેમાળ શબ્દો બદલ આભાર. જય હિંદ."
તેરે ઇશ્ક મેં પણ પ્રદર્શિત થયું
હાલમાં કૃતિ સેનન અને ધનુષની ફિલ્મ "તેરે ઇશ્ક મેં" હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મ શુક્રવારે 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ના સમાપન દિવસે પ્રદર્શિત કરવામાં આવી હતી. સહ કલાકારો ધનુષ અને કૃતિથી લઈને નિર્માતા ભૂષણ કુમાર સુધી, 'તેરે ઇશ્ક મેં' ની આખી ટીમ ઉત્સાહપૂર્વક ફિલ્મના IFFI પ્રીમિયરમાં હાજર રહી હતી. બધાએ રેડ કાર્પેટ પર ફોટા પડાવ્યા હતા. ગોવા આવતા પહેલા, કૃતિ અને ધનુષ પ્રમોશન માટે વારાણસી ગયા હતા. તેમણે ત્યાં દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી કરી હતી. ફિલ્મ વિશે બોલતા, અભિનેત્રી કૃતિએ મીડિયાને કહ્યું, "આ એક ખૂબ જ ખાસ ફિલ્મ છે, અને બહુ ઓછી ફિલ્મોમાં આપણને એવું લાગે છે કે, આપણે કંઈક અલગ બનાવી રહ્યા છીએ... આપણે અહીં મહાદેવના આશીર્વાદ લેવા આવ્યા છીએ. વારાણસી સાથે આપણો ખાસ સંબંધ છે."
આ પણ વાંચો ------- Dhurandhar ફિલ્મને લઇને સ્વર્ગસ્થ મેજરના પરિવારે નોંધાવ્યો વિરોધ


