17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, 5 રાજ્યોમાં વરસાદની ચેતવણી, જાણો Delhi NCR માં કેવું છે હવામાન?
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દેશમાં હવામાન બદલાયું
- Delhi-NCR માં ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો
- 25 મી ડિસેમ્બર સુધીમાં ઠંડીમાં વધારો થશે - IMD
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ, પર્વતોમાં હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં હવામાન બદલાયું છે. દિલ્હી (Delhi)-NCR માં અત્યારે ધુમ્મસ નથી, પરંતુ ઠંડા પવનોને કારણે ઠંડી પડી રહી છે અને તાપમાન પણ ઘટી રહ્યું છે. આનાથી વધતા પ્રદૂષણના સ્તરમાંથી થોડી રાહત મળી છે. આ સાથે દિલ્હી (Delhi)-NCR માં પણ ઠંડી વધી છે. દિલ્હી (Delhi)માં આગામી દિવસોમાં પારો 2 3 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને બિહારમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. પહાડી રાજ્યોના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાઈ રહ્યું છે. હિમાચલ અને જમ્મુ કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે.
દિલ્હી-NCR ના હવામાનમાં બદલાવ...
રવિવારે વરસાદ બાદ દિલ્હી (Delhi)-NCR ના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. સોમવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. તે જ સમયે, દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. બુધવારે લઘુત્તમ તાપમાન વધુ ઘટીને 5 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે.
Delhi's air quality remains 'poor' at 224; layer of smog covers city
Read @ANI Story | https://t.co/dD6N86Ywg6#AQI #smog #delhipollution pic.twitter.com/nFmerCGjOL
— ANI Digital (@ani_digital) December 10, 2024
દેશના આ ભાગો શીત લહેરની પકડમાં રહેશે...
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી થોડા દિવસોમાં દિલ્હી (Delhi)માં ઠંડીનું મોજું ત્રાટકશે. 14 ડિસેમ્બર સુધી, દિલ્હી (Delhi) અને પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ જેવા અન્ય ઉત્તરીય રાજ્યોના ઘણા જિલ્લાઓ શીત લહેરોની પકડમાં રહેશે.
#WATCH | Uttar Pradesh: A dense layer of fog engulfs the Moradabad city. pic.twitter.com/6yhEzwPdiW
— ANI (@ANI) December 10, 2024
આ પણ વાંચો : Karnataka ના પૂર્વ CM અને પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ કૃષ્ણાનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
25 મી ડિસેમ્બર સુધીમાં ઠંડીમાં વધુ વધારો થશે...
IMD એ કહ્યું કે, 13 થી 14 ડિસેમ્બરની વચ્ચે હળવા ધુમ્મસની સંભાવના છે. તેમજ હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 6 થી 8 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. જોકે, 25 ડિસેમ્બર સુધીમાં ઠંડીમાં થોડો વધારો થવાની સંભાવના છે.
હિસાર હરિયાણાનું સૌથી ઠંડુ શહેર છે...
ઉત્તર પ્રદેશમાં પહેલેથી જ શીત લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હરિયાણાનું હિસાર એ પ્રદેશનું સૌથી ઠંડું સ્થાન બની ગયું છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન 4.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે (IMD) લોકોને કોલ્ડવેવ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે.
આ પણ વાંચો : Mumbai : કુર્લામાં Best બસનો ભયાનક અકસ્માત, રસ્તા પર જઇ રહેલા 20 લોકોને કચડ્યા
આ રાજ્યોમાં કોલ્ડ વેવની ચેતવણી...
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આગામી 3 દિવસમાં ઠંડીનું મોજું વધી શકે છે.
આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી...
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શીત લહેર છે. ગાઢ ધુમ્મસ પણ રહેશે.
આ પણ વાંચો : "One Nation, One Election" માટે સરકારનો ફરી પ્રયાસ! જાણો પડકારો અને સંભાવનાઓ વિશે


