Ahmedabad : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે VHP નાં કાર્યાલયનું ભૂમિપૂજન
- Ahmedabad માં વિશ્વ હિન્દુ પરિષદનાં (VHP) કાર્યાલયનું ભૂમિપૂજન
- પાલડી મહાલક્ષ્મી સોસાયટી પાસે નવું વનિકરણ ભવન તૈયાર કરાશે
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, VHP રાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારની હાજરીમાં ભૂમિપૂજન
અમદાવાદમાં (Ahmedabad) વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યાલયનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. પાલડી મહાલક્ષ્મી સોસાયટી પાસે નવું વનિકરણ ભવન તૈયાર કરાશે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં VHP રાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ, પ્રદેશ VHP પ્રતિનિધિઓ, સંતો-મહંતો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. VHP નું આ કાર્યાલય ચાર માળનું બનશે.
આ પણ વાંચો - Gujarat Winter : રાજ્યમાં ઠંડીનો વધતો પ્રકોપ! હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી!
ગૃહરાજ્યમંત્રી, VHP રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં નવા કાર્યાલયનું ભૂમિપૂજન
અમદાવાદનાં (Ahmedabad) પાલડી વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટી (Paldi Mahalaxmi Society) પાસે વિશ્વ હિન્દુ પરિષદનું નવું વનિકરણ ભવન તૈયાર કરાશે. આજે વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યાલયનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં VHP રાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર (Alok Kumar), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ,, પ્રદેશ VHP પ્રતિનિધિઓ, સંતો-મંહતો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. માહિતી અનુસાર, 10 કરોડનાં ખર્ચે 28 હજાર સ્ક્વેર ફૂટમાં આ ભવન તૈયાર કરાશે. આ ભવન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરાશે.
આ પણ વાંચો - Rajkot : TRP ગેમઝોન 'અગ્નિકાંડ' બાદ RMC ચીફ ફાયર ઓફિસર ઘરભેગા
ચાર માળનાં ભવનમાં ઈ-લાઈબ્રેરી, ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ તૈયાર કરાશે
વિશ્વ હિન્દુ પરિષદના 4 માળનાં આ નવા ભવનમાં મંદિરની સાથે ઈ-લાઈબ્રેરી અને મુખ્ય કાર્યાલય હશે. ઉપરાંત, વિવિધ વિભાગનાં કાર્યાલય, ઓડિટોરિયમ અને કોન્ફરન્સ રૂમ તૈયાર કરાશે. હિન્દુ સંગઠનનાં (Hindu Organizations) અગ્રણીઓ માટે રહેવાની સુવિધા પણ ભવનમાં કરાશે. માહિતી છે કે VHP નું આ નવું ભવન પર્યાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરાશે અને સોલરની મદદ પણ લેવાશે.
આ પણ વાંચો - Gondal: SMCના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી, ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા


