Download Apps
Home » Ahmedabad West Lok Sabha : ભાજપ માટે ગઢ સમાન બેઠક

Ahmedabad West Lok Sabha : ભાજપ માટે ગઢ સમાન બેઠક

Ahmedabad West Lok Sabha : અમદાવાદ પશ્ચિમ લોકસભા (Ahmedabad West Lok Sabha) મતવિસ્તાર ગુજરાતમાં આવેલા 26 લોક સભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. આ મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. Ahmedabad West Lok Sabha બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. તેમાં પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. 2019ની છેલ્લી ચૂંટણીમાં પણ ડૉ. સોલંકી આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. જોકે આ વખતે ભાજપે અમદાવાદ પશ્ચિમ Ahmedabad West Lok Sabha ની બેઠકમાં વર્તમાન સાંસદ ડો કિરીટ સોલંકીનું પત્તુ કાપ્યું છે. ભાજપે તેમના સ્થાને દિનેશ મકવાણાને ટિકીટ આપી છે, જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે.

ઐતિહાસિક સ્થિતિ —

યુનેસ્કો તરફથી જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તે શહેર એટલે અમદાવાદ. અમદાવાદમાં બે લોકસભા બેઠકો આવે છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ.અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમાં ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને 1960થી 1972 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.

રાજકીય ઈતિહાસ —

1951થી 2009 સુધી અમદાવાદની લોકસભા બેઠક એક જ હતી..2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. તેમાં પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. 2014 અને 2019ની છેલ્લી ચૂંટણીમાં પણ ડૉ. સોલંકી આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.

અમદાવાદ પશ્ચિમ બેઠકનું સમીકરણ

વર્ષ વિજેતાનું નામ પક્ષ
2009 ડૉ. કિરીટ સોલંકી ભાજપ
2014 ડૉ. કિરીટ સોલંકી ભાજપ
2019 ડૉ. કિરીટ સોલંકી ભાજપ

વિધાનસભાની બેઠક —

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા અને અસારવા વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. આમાંથી 2002ની વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠક ભાજપે જીતી છે તો બે બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.

બેઠક વિજેતા પક્ષ
એલિસબ્રિજ અમિત શાહ ભાજપ
અમરાઈવાડી ડૉ. હસમુખ પટેલ ભાજપ
દરિયાપુર કૌશિકભાઈ જૈન ભાજપ
જમાલપુર ખાડિયા ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ
મણિનગર અમુલ ભટ્ટ ભાજપ
દાણીલીમડા શૈલેષભાઈ પરમાર કોંગ્રેસ
અસારવા દર્શનાબેન વાઘેલા ભાજપ

વર્તમાન સાંસદની કામગીરીનું સરવૈયું —

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવ્યા બાદ સતત 3 ટર્મથી ભાજપના ડૉ. કિરીટભાઈ સોલંકી સાંસદ પદે ચૂંટાઈ આવ્યા છે. 2019ની ચૂંટણીમાં કિરીટભાઈ સોલંકીની 60.81 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 6,41,622 મત મળ્યાં હતા. આ બેઠક તેમણે 3,21,546 મતના માર્જિનથી જીતી હતી.

ડૉ. કિરીટ સોલંકીનો સંસદનો ટ્રેક રેકર્ડ (2019-2024)

હાજરી 94 ટકા
પ્રશ્નો પૂછ્યા 219
ચર્ચામાં ભાગ લીધો 100
ખાનગી બિલ 11

ડૉ. કિરીટ સોલંકીની ફંડ ફાળવણી (2019-2024)

કુલ ભંડોળ 17 કરોડ
કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમ 9.50 કરોડ
વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમ 9.58 કરોડ
સાંસદ દ્વારા ભલામણ 12.18 કરોડ
મંજૂર થયેલી રકમ 11.38 કરોડ
ખર્ચાયેલી રકમ 9.57 કરોડ
કેટલા ટકા ઉપયોગ 98.83 ટકા
વપરાયા વિનાની રકમ 97 હજાર

ગ્રાન્ટ — ભલામણ કરેલાં કામ — પૂર્ણ થયેલાં કામ

વર્ષ 2019-20માં 2.50 કરોડની ગ્રાન્ટ સામે 5.01 કરોડનો ખર્ચ, કુલ 31 કામની ભલામણ તે પૈકી 30 પૂર્ણ થયા
વર્ષ 2020-21માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે કોરોનાના કારણે શૂન્ય ખર્ચ
વર્ષ 2021-22માં 2 કરોડ ગ્રાન્ટ ફાળવણી સામે 1.85 કરોડનો ખર્ચ, 24 કામની ભલામણ તે પૈકી 21 પૂર્ણ
વર્ષ 2022-23માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે 2.53 કરોડનો ખર્ચ, 52 કામની ભલામણ તે પૈકી તમામ બાકી
વર્ષ 2023-24માં શૂન્ય ગ્રાન્ટની ફાળવણી

અમદાવાદના પ્રાણપ્રશ્નો પણ પુરા કર્યા

ભાજપે આ વખતે ડો કિરીટ સોલંકી સ્થાને દિનેશ મકવાણાને ટિકીટ આપી છે, જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ પક્ષના શિર્ષ નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ તબક્કે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હું 1987માં રાજકારણમાં આવ્યો. કોર્પોરેટર બન્યો 2 વખત ડે.મેયર બન્યો. સત્તા અને સંગઠનનો મને અનુભવ છે. વડાપ્રધાને ગુજરાતમાં ખુબ વિકાસ કર્યો છે. તેમણે 2014 બાદ દેશમાં પણ સારો વિકાસ કર્યો છે તો સાથે અમદાવાદના પ્રાણપ્રશ્નો પણ પુરા કર્યા છે. મારો સાત વખત પ્રચાર પૂરો થઇ ગયો છે જ્યારથી હું ઉમેદવાર બન્યો ત્યારથી જ હું અને કાર્યકરો રાતદિન કામ કરી રહ્યા છીએ.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક

2009માં અમદાવાદ પશ્ચિમ બેઠક અસ્તિત્વમાં આવી
આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે
છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભાજપનો છે દબદબો
રાજ્યના આર્થિક પાટનગરની સૌથી ચર્ચિત સીટ
અગાઉ અમદાવાદ બેઠકમાં સમાવિષ્ટ હતો વિસ્તાર
1989થી આ વિસ્તારમાં છે ભાજપનું એકહથ્થું શાસન
નવા સીમાંકનમાં 2009માં બેઠક અસ્તિત્વમાં આવી
છેલ્લી ત્રણ ટર્મથી ડૉ.કિરીટ સોલંકી છે સાંસદ
સંપૂર્ણપણે શહેરી વિસ્તાર અને મતદાર ધરાવે છે
સીમાંકનમાં શહેરની 7 વિધાનસભાનો સમાવેશ

અમદાવાદ પશ્ચિમમાં કુલ મતદાર

17,11,932  કુલ મતદાર
8,82,968 પુરુષ મતદાર
8,28,895 સ્ત્રી મતદાર
69 અન્ય મતદાર

અમદાવાદ પશ્ચિમમાં જ્ઞાતિવાદી સમીકરણ

સવર્ણ 22 ટકા
ક્ષત્રિય 12 ટકા
પરપ્રાંતીય 15 ટકા
દલિત 20 ટકા
ઓબીસી 8 ટકા
લઘુમતિ 7 ટકા

અમદાવાદ પશ્ચિમનું 2019નું ચૂંટણી પરિણામ

2019માં અમદાવાદ પશ્ચિમમાં ભાજપની જીત
ભાજપના ડૉ.કિરીટ સોલંકી સાંસદ પદે ચૂંટાયા
ભાજપને ઉમેદવારને કુલ 6,41,622 મત મળ્યાં
કોંગ્રેસના રાજુભાઈ પરમાર ચૂંટણી હાર્યા હતા

અમદાવાદ પશ્ચિમ લોકસભાની સમસ્યાઓ

ગટર અને વરસાદી પાણી નિકાલની સમસ્યા
ઔદ્યોગિક એકમોના દૂષિત પાણીનો પ્રશ્ન
સારા રસ્તાનો અભાવ અને ટ્રાફિકની સમસ્યા
અનેક વોર્ડમાં પાયાગત સુવિધાઓનો છે અભાવ
મોંઘવારી, ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ચર્ચામાં

અહેવાલ—–વિજય કુમાર દેસાઇ, અમદાવાદ 

આ પણ વાંચો—— Ahmedabad East Lok Sabha seat : ભાજપનો દબદબો કોંગ્રેસ તોડી શકશે ?

આ પણ વાંચો—— Sabarkantha Lok Sabha : ક્યારેક કોંગ્રેસનો ગઢ અને હવે ભાજપનો ગઢ

આ પણ વાંચો—- Patan Lok Sabha—ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

 

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ