ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli : SOG પોલીસની ગાડીને અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ મળવા મામલે કાર્યવાહી

અમરેલી એસ.પી. એ પણ આ સમગ્ર મામલે મૌન સેવ્યું હોવાથી અનેક સવાલ થઈ રહ્યા છે.
10:39 PM May 20, 2025 IST | Vipul Sen
અમરેલી એસ.પી. એ પણ આ સમગ્ર મામલે મૌન સેવ્યું હોવાથી અનેક સવાલ થઈ રહ્યા છે.
Amreli_Gujarat_first main
  1. Amreli SOG ની ગાડીમાં દારૂની બોટલ મામલે કાર્યવાહી
  2. એમ.ટી. વિભાગે આઉટસોર્સ પોલીસકર્મી ચિંતન મહેશ મેરીયાને બરતરફ કર્યો
  3. વિદેશી દારૂની બોટલ ગાડીમાં ક્યાંથી આવી ? તે મોટો સવાલ
  4. માત્ર આઉટસોર્સકર્મી સામે કાર્યવાહી કરી કંઈક રંધાતુ હોવાની ચર્ચા

અમરેલી (Amreli) SOG ની ગાડીમાંથી દારૂની બોટલ મળવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. એમ.ટી. વિભાગે આઉટસોર્સ પોલીસકર્મી મહેશ મેરીયાને બરતરફ કર્યો છે. જો કે, માત્ર આઉટસોર્સકર્મી સામે કાર્યવાહી કરી કંઈક રંધાતુ હોવાની પણ ચર્ચા વેગવંતી થઈ છે. જ્યારે અમરેલી એસ.પી. એ પણ આ સમગ્ર મામલે મૌન સેવ્યું હોવાથી અનેક સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Sukhpreet Kaur Case : મોડલ યુવતીનાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

અમરેલી SOG ની ગાડીનો અક્સમાત થયો, કારમાંથી દારૂની બોટલ મળી

અમરેલીમાં (Amreli) એસઓજીની ગાડીને અકસ્માત નડ્યો હતો. દરમિયાન, કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ મામલે હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, અમરેલી એમ.ટી. વિભાગે (MT Department) આઉટસોર્સ પોલીસકર્મીને બરતરફ કર્યો છે. આઉટસોર્સ અલ્ટ્રા મોર્ડન એજન્સી મહેસાણાને પત્ર વડે જાણ કરીને આઉટસોર્સકર્મી ચિંતન મહેશ મેરીયાને છૂટો કરાયો છે. જો કે, SOG જેવી મહત્ત્વની પોસ્ટમાં આઉટસોર્સકર્મીને બરતરફ કરીને ઢાંકપિછોડો કરવાનો અમરેલી પોલીસ દ્વારા પ્રયાસ કરાયો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. સાથે જ વિદેશી દારૂની બોટલ ગાડીમાં કેવી રીતે આવી ? આઉટસોર્સકર્મી ડ્રાઈવર ક્યાં ગાડી લઈને ગયો હતો ? વગેરે સવાલો સામે પોલીસે મૌન ધારણ કર્યું છે. અમરેલી એસ.પી. સંજય ખરાતે (Sanjay Kharat) પણ મીડિયાનાં સવાલો ટાળવા મોબાઈલ ઉપાડવાનું બંધ કર્યું હોવાની માહિતી છે.

આ પણ વાંચો - 12મું નાપાસ યુવકે કેન્દ્ર /રાજ્ય સરકારની 50 વેબસાઈટ પર DDoS એટેક કર્યા, Gujarat ATS એ કરી ધરપકડ

શું હતી ઘટના ?

અમરેલી આર.ટી.ઓ. કચેરી સામે SOG પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. દરમિયાન, અમરેલી SOG ની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે અમરેલી સિટી પોલીસ મથકમાં (Amreli City Police Station) કરાર આધારિત કર્મી ચિંતન મહેશ મેરીયા સામે પૂરઝડપે બીજાની જિંદગી જોખમાઈ તે રીતે ગાફલતભર્યું ડ્રાઇવિંગ કરવા મામલે ગુનો નોંધાયો હતો. સાથે જ FIR માં પોલીસની ગાડીમાં રૂ. 2 લાખનું નુકસાન થયું હોવાનો અને 200 મી.લી. દારૂ મળ્યાનો ઉલ્લેખ કરાયો હતો. ઉપરાંત, અક્સ્માત કરીને ડ્રાઈવર ગાડી મૂકી ફરાર થયો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો - Vadodra: સાવલી રોડ પર ટ્રક-રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમા બે ના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

Tags :
AmreliAmreli City Police StationAmreli RTO officeAmreli SOG car Accident CaseAmreli SOG PoliceAmreli SP Sanjay KharatgujaratfirstnewsMT DepartmentOutsourced Ultra Modern Agency MehsanaTop Gujarati New
Next Article