Khyati Hospital : પીરાણામાં કેમ્પ યોજ્યો, જરૂર ન હોવા છતાં સ્ટેન્ટ નાખ્યા, 10 પૈકી 2 ના મોત!
- Khyati Hospital ના ખતરનાક 'કાંડ'માં એક પછી એક ઘટસ્ફોટ!
- હવે પીરાણામાંથી બે વ્યક્તિનો ભોગ લેવાયાનું ખૂલ્યું
- કેમ્પ યોજીને જરૂર ન હોય તેને સ્ટેન્ટ નાખ્યાનો આરોપ
- સ્ટેન્ટ નાખ્યા તે પૈકી 2 દર્દીનાં મોત થઇ ગયાનો આરોપ
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મહેસાણા બાદ હવે પીરાણામાંથી બે વ્યક્તિઓનો હોસ્પિટલમાં ભોગ લેવાયો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપ છે કે કેમ્પ યોજીને જરૂરિયાત ન હોવા છતાં દર્દીઓમાં સ્ટેન્ટ નાખ્વામાં આવ્યા હતા, જે બાદ સ્ટેન્ટ નાખ્યા તે પૈકી 2 દર્દીનાં મોત થયા હતા. હોસ્પિટલ (Khyati Hospital) દ્વારા મહેસાણા અને નજીકનાં 13 ગામ સહિત અમદાવાદ અને સુરેન્દ્રનગરનાં (Surendranagar) ગામડાઓમાં પણ કેમ્પ યોજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Khyati Hospital : ફરાર ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી, તેને બરતરફ કરો : હેમાંગ રાવલ
જરૂર ન હોય તેને સ્ટેન્ટ નાખ્યાનો આરોપ
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' ની તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક ગંભીર આરોપ ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ થયો છે. આરોપ છે કે, ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) દ્વારા અમદાવાદનાં પીરાણા ગામમાં (Pirana) મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 10 લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ આવવાનું કહેવાયું હતું. હોસ્પિટલમાં આ તમામ 10 લોકોની જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Surat : ગાડીમાં વ્હાઈટ પ્રોજેક્ટર લાઈટ લગાવી હોય તો ચેતી જજો! ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
અમદાવાદ અને સુરેન્દ્રનગરનાં વિવિધ ગામડાઓમાં પણ યોજ્યા હતા કેમ્પ!
આરોપ અનુસાર, એન્જિયોગ્રાફી (Angiography) બાદ ગામમાં 2 લોકોનાં મોત નીપજ્યા હતા. મહેસાણા (Mehsana) જિલ્લા બાદ હવે ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ બહાર આવતા ચકચાર મચી છે. અહેવાલ અનુસાર, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા નજીક 13 જેટલા અને અમદાવાદ અને સુરેન્દ્રનગરનાં વિવિધ ગામોમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા હતા. અનેક ગામમાં જરૂરિયાત ન હોવા છતાં સેંકડો લોકોને શોધીને સ્ટેન્ટ નખાયાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે આ કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલ અને તેનાં સંચાલકો, ડોક્ટરો સામે કેવી કાર્યવાહી થશે ? અને ક્યારે અને શું સજા થશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - Surat : ઘરમાં અચાનક લાગી આગ, હલનચલન ન કરી શકતી દિવ્યાંગ યુવતી ભડથું થઈ