Bhavnagar : હૈયું કંપાવે એવી ઘટના! 4 અને 9 વર્ષની પુત્રીને આગ ચાંપી, માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ!
- Bhavnagar નાં હાથબ ગામે સામુહિક આપઘાતનો પ્રયાસ
- બે પુત્રી સાથે માતાએ અગ્નિસ્નાનનો પ્રયાસ કર્યો
- 4 વર્ષ અને 9 વર્ષની દીકરીઓ સાથે અગ્નિસ્નાનનો પ્રયાસ
ભાવનગરમાં (Bhavnagar) હૈયું કંપાવી દે એવી ઘટના બની છે. હાથબ ગામે બે પુત્રી સાથે માતાએ અગ્નિસ્નાનનો પ્રયાસ કર્યો હતો. માતા સહિત 4 અને 9 વર્ષની દીકરીઓ હાલમાં સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે ઘોઘા પોલીસે ઇજાગ્રસ્ત મહિલાનાં પિતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ઘરકંકાસમાં મહિલાએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો - Navsari - સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 મિત્રોનાં કમકમાટીભર્યા મોત
બે પુત્રી સહિત માતાનો અગ્નિસ્નાનનો પ્રયાસ
ભાવનગરનાં (Bhavnagar) હાથબ ગામે ત્યારે સોંપો પડી ગયો જ્યારે એક માતાએ પોતાની બે પુત્રી સાથે અગ્નિસ્નાનનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર, મહિલાએ પોતાની 4 અને 9 વર્ષની દીકરીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પહેલા પોતાની બે માસૂમ પુત્રી પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી હતી અને પછી પોતે પણ સળગી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad : પોલીસ હવે પોતાનો ધર્મ ભૂલીને ધંધાદારી બની છે, દારૂ અને ઉઘરાણીનાં ધંધા કરે છે: High Court
ઘરકંકાસમાં પગલું ભર્યું હોવાનો પ્રાથમિક અંદાજ
માહિતી અનુસાર, હાલ બે દીકરી અને માતાને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દાખલ કરવામાં આવ્યા છે. ત્રણેયની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાનાં પિતાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ઘરકંકાસનાં કારણે મહિલાઓએ આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
આ પણ વાંચો - Gandhinagar : સરકારી અને ગૌચર જમીનને પચાવી પાડવાનું કાવતરું ? Gujarat First ની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!


