Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાટણ HNGU માં MBBS કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા

કૌભાંડમાં સંડોવાયેલ શંકાસ્પદના નામ યુનિવર્સિટી દ્વારા પોલીસને અપાશે
પાટણ hngu માં  mbbs કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા
Advertisement
  • પાટણ HNGUમાં MBBS ગુણ સુધારા કૌભાંડમાં પોલીસ ફરિયાદ
  • MBBS કૌભાંડના 7 વર્ષ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ
  • યુનિવર્સિટીએ B ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

પાટણની HNG યુનિવર્સિટીમાં MBBS કૌભાંડમાં મોટી કાર્યવાહી થઇ છે. જેમાં કૌભાંડના 7 વર્ષ બાદ આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. MBBSના પ્રથમ વર્ષમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કર્યા હતા. તેમાં યુનિવર્સિટીએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં MBBS કૌભાંડમાં 6 લોકો સામે નામ જોગ ફરિયાદ નોંધાઇ છે. HNGU કુલપતિ ડોકટર કે.સી. પોરીયા અને રજીસ્ટાર આર.એન. દેસાઈ ફરિયાદ આપવા પહોંચ્યા હતા. તેમાં B ડિવિઝન પોલિસ મથકે ફરિયાદની પ્રકિયા શરૂ કરી હતી. રાજ્ય શિક્ષણ વિભાગની ટિમ દ્વારા તપાસ કરેલ એહવાલ અને કૌભાંડમાં સંડોવાયેલ શંકાસ્પદના નામ યુનિવર્સિટી દ્વારા પોલીસને અપાશે.

પોલીસ દ્વારા તપાસ અહેવાલ અને પુનઃમૂલ્યાંકનમાં જે શંકાસ્પદ નામ યુનિવર્સિટી આપશે

પોલીસ દ્વારા તપાસ અહેવાલ અને પુનઃમૂલ્યાંકનમાં જે શંકાસ્પદ નામ યુનિવર્સિટી આપશે તેની તપાસ કરશે. MBBS ના પ્રથમ વર્ષમાં પુનઃમૂલ્યાંકનમાં ઉતરવહી બદલી 3 નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું સમગ્ર કૌભાંડ થયું હતું. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર કૌભાંડ મામલે વિવિધ ઉચ્ચ શિક્ષણવિભાગની ટિમની રચના કરી દોષિતો સામે કાર્યવાહી કરી તપાસ પણ કરવામાં આવી હતી.

Advertisement

3 નાપાસમાંથી પાસ થયેલ વિદ્યાર્થી, એક સિનિયર વિદ્યાર્થી અને 2 પરીક્ષા વિભાગના કર્મીઓ સામે ફરિયાદ

3 નાપાસમાંથી પાસ થયેલ વિદ્યાર્થી, એક સિનિયર વિદ્યાર્થી અને 2 પરીક્ષા વિભાગના કર્મીઓ સામે ફરિયાદ થઇ છે. જેમાં પટેલ પરિમલ કુમાર અરવિંદભાઈ નાપાસમાંથી પાસ થયેલ વિદ્યાર્થી તથા મહેશ્વરી પાર્થ અશોકકુમાર નાપાસમાંથી પાસ થયેલ વિદ્યાર્થી તથા કોડીયાતર રાજદીપ નાનજીભાઈ નાપાસમાંથી પાસ થયેલ વિદ્યાર્થી તથા કનુભાઈ ચૌધરી સિનિયર વિદ્યાર્થી, દિવ્ય મહેશભાઈ પટેલ તથા ઉદયકુમાર રમેશભાઈ ઓઝા પરીક્ષા વિભાગમાં રીએસએસમેન્ટમાં ફરજ બજાવતા રોજમદાર સામેલ છે તે પ્રકારનો આરોપ છે.

Advertisement

ખોટું રીએસએસમેન્ટ રેકોર્ડ ઉભું કરી નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ રચાયું

સમગ્ર MBBS કૌભાંડ પર નજર કરીએ તો MBBSના પ્રથમ વર્ષમાં 3 નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ થયું હતું. જેમાં 3 વિદ્યાર્થીઓની ઓરીજનલ ઉતરવહી બદલી તેની જગ્યાએ અન્ય જગ્યા પર લખેલી ખોટી ઉતરવહી ઉભી કરી તેમાં ગુણ વધારી અને ખોટું રીએસએસમેન્ટ રેકોર્ડ ઉભું કરી નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ રચાયું હતું.

આ પણ વાંચો: Rashifal, 18 March 2025: મંગળવારે સ્વાતિ નક્ષત્રમાં, બજરંગબલીની આ રાશિઓ પર થશે વિશેષ કૃપા, વ્યવસાયમાં નફો વધશે

Tags :
Advertisement

.

×