Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: શહેરના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર

50 હજાર ફૂટની જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કરાયો હતો તેમાં JMC અને પોલીસે કાર્યવાહી હાથ ધરી
jamnagar  શહેરના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર
Advertisement
  • ધાર્મિક જગ્યા પર ઉભુ કરાયું હતું ગેરકાયદે બાંધકામ
  • પાંચ કરોડની જમીન પર ઉભુ કર્યું હતું બાંધકામ
  • JMC અને પોલીસે હાથ ધરી કાર્યવાહી

Jamnagar: જામનગરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં ધાર્મિક જગ્યા પર ગેરકાયદે બાંધકામ ઉભુ કરાયું હતું. તેમાં પાંચ કરોડની જમીન પર ગેરકાયદે દબાણ કરાયુ હતુ. જેમાંમ 50 હજાર ફૂટની જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કરાયો હતો તેમાં JMC અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બુટલેગરે ગેરકાયદેસર કબ્જો કરી બોક્સ ક્રિકેટ પણ ઉભુ કર્યું હતું. ત્યારે પોલીસે જણાવ્યું છે કે તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાશે.

Advertisement

પાંચ કરોડની કિંમતની 50 હજાર ફૂટની જગ્યા પર બુટલેગરએ દબાણ કર્યું

મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવ્યું છે કે પાંચ કરોડની કિંમતની 50 હજાર ફૂટની જગ્યા પર બુટલેગરએ દબાણ કર્યું હતું. જેમાં જેએમસી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં બુટલેગર મોસીન ભાયા દ્વારા કરાયેલ બાંધકામ હટાવાયું છે. એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે જે કોઈ બાંધકામ ગેરકાયદે છે તે તમામ તોડી પાડવામાં આવશે. જેમાં સરકારી જગ્યાઓ પર ક્બ્જાઓ કરનાર સામે સરકારના છુટા દૌર બાદ સ્થાનિક તંત્રએ લાલ આંખ કરી છે.

Advertisement

જેમાં જામનગર શહેરમાં પણ કેટલાક ઈસમો દ્વારા યેનકેન પ્રકારે મનપાની માલિકીની જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે, ત્યાં મનપાની ટીમો છાશવારે કમિશનરની સુચના મુજબ જિલ્લા પોલીસ તંત્રના બંદોબસ્ત સાથે તોડી પાડે છે. આજે પણ આવી જ કાર્યવાહી બે જગ્યાઓ પર થઇ છે જેમાં નદીના પટ્ટમાં વિશાળ જગ્યામાં ઉભું કરવામાં આવેલ ક્રિકેટ બોક્સ અને આરોપી શખ્સના રહેણાંક મકાનને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Rajkot: છોડમાં રણછોડ નાદ સાથે દિકરીની સગાઈમાં આવતા દરેક મહેમાનના નામે એક વૃક્ષનો ઉછેર કરાશે

સરકારી જગ્યા 1712 સ્ક્વેર ફુટ ઉપર ગેરકાયદેસર કબ્જો

તંત્ર પાસેથી મળતી વિગતો અનુસાર જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સામુહીક દુષ્કર્મના કેસના આરોપી હુશેન ઉર્ફે હુશેન ગુલમામદ ઇસ્માઇલભાઇ શેખ દ્વારા ઘાંચીની ખડકી બહાર નદીના કાંઠે આવેલ સરકારી જગ્યા 1712 સ્ક્વેર ફુટ ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી આશરે કુલ 2446 સ્ક્વેર ફુટમાં કુલ 4 મકાનોનુ બાંધકામ કરેલ હોય જે ગેરકાયદેસર બાંધકામ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળ એસપી પ્રેમસુખ ડેલુ સહિતની ટીમના જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલીકાના તંત્ર દ્વારા દુર કરવામાં આવેલ છે.

આ મકાનો ઉપરાંત જામનગર શહેરમાં કેટલાક વર્ષોથી રંગમતી નાગમતી નદીમાં કેટલાક લોકોની શરણ મેળવીને ઉભા થયેલ નાના મોટા દબાણો વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો કરે છે અને જેને કારણે કેટલાય વિસ્તારના નાગરિકોને વરસાદી પાણીની સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે, ત્યારે આજે આ મકાનોનો ડીમોલીશન ઉપરાંત રંગમતી નદીના પટ્ટમાં વચ્ચોવચ્ચ દબાણરૂપ અંદાજે 50 હજાર ફૂટ જેટલી જગ્યા જેની કિંમત કરોડો રૂપિયા થાય તેના પર ગેરકાયદેસર ક્રિકેટ બોક્સનું નિર્માણ કરાયુ હતુ તેને પણ તંત્ર દ્વારા તોડી પડાયુ છે.

આ પણ વાંચો: Surat ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISF જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી

Tags :
Advertisement

.

×