BZGroupScam: અરવલ્લીના આ શિક્ષકને તો BZ ગ્રૂપે આપી મોંઘીદાટ ગિફ્ટ! ફોટા-વિડિયો થયા વાયરલ
- Bz ગ્રુપમાં શિક્ષકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું
- માલપુર તાલુકાના કલ્પેશ ખાંટના વિડિયો અને ફોટા આવ્યા સામે
- રોકાણ કર્યા બાદ મળેલ ગિફ્ટ સાથે ફોટા આવ્યા સામે
- શિક્ષક કલ્પેશ ખાટ એજન્ટ તરીકે કામ કરતો હતો?
BZGroupScam: ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય સરકારે કડક કાર્યવાહીની વાત કરી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ અંગે જણાવ્યું હતું કે, બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે. જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી બાજુ અરવલ્લીના શિક્ષક(Teacher)ના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં બીઝેડ ગ્રૂપમાં રોકાણ કર્યા બાદ તેમને મળેલી મોંઘીદાટ ગિફ્ટ (Monghidat Gift)સાથે ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
BZ ગ્રૂપના રૂ. 6000 કરોડના મહાકૌભાંડ
BZ ગ્રૂપના રૂ. 6000 કરોડના મહાકૌભાંડમાં ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ પૈકીના એક મયુરકુમાર દરજીની પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ સાથે મયુર દરજી સાથે અરવલ્લીના શિક્ષક કલ્પેશ ખાંટ(Teacher Kalpesh Khat)નો વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં શિક્ષકને BZ ગ્રૂપ દ્વારા મોંઘીદાટ ગિફ્ટ મળતી હોય તેવું દેખાઈ રહ્યુ છે. આ શિક્ષક સાથે આરોપી એજન્ટ મયુર દરજી પણ દેખાઈ રહ્યો છે.
શિક્ષક કલ્પેશ ખાટ એજન્ટ તરીકે કામ કરતો હતો?
જોકે, આ ફોટા અને વીડિયો વાયરલ થતા અનેક સવાલો થઈ રહ્યા છે કે, આખરે શું શિક્ષક કલ્પેશ ખાંટ એજન્ટ તરીકે કામ કરતો હતો? કલ્પેશ ખાંટે કેટલા લોકોને રોકાણ કરાવ્યું હતું? કલ્પેશ ખાંટ સાથે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ? નોંધનીય છે કે,પોલીસ તપાસમાં અત્યાર સુધી જે શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે તેમાં IDFC બેંકના એક એકાઉન્ટમાં થયેલા રૂ. 175 કરોડના નાણાંકીય વ્યવહાર અને અન્ય પ્રાઇવેટ બેંકના એકાઉન્ટમાં થયેલી રૂ. 75 કરોડની નાણાંકીય હેરાફેરીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો -Surat: Home Minister Harsh Sanghvi ના વરદ હસ્તે એન્ટી નાર્કોટિક્સ યુનિટનું કરાયું ઉદ્ઘાટન
આવક જાવક માટે 11 કંપની ઊભી કરી હતી
આ સાથે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, BZ ગ્રૂપ અને BZ ફાઇનાન્સિયલ સર્વિસના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ દ્વારા એકત્ર કરેલાં રૂ. 6000 કરોડની આવક જાવક માટે 11 કંપની ઊભી કરી હતી. આ કૌંભાડમાં નિમેલા મોટાભાગના એજન્ટો શિક્ષકો હતા. જોકે, આ કૌભાંડનો ભોગ બનેલા પૈકીના મોટાભાગના લોકો પણ જુદી જુદી શાળાના શિક્ષકો છે.
આ પણ વાંચો -Mehsana માં PMJAYમાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ, તંત્રએ ફટકાર્યો મોટો દંડ
27 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા
CID ક્રાઇમના એક અધિકારીના કહેવા મુજબ, ઝાલાએ કૌભાંડના નાણાં જમા કરાવવા જુદી જુદી કંપનીઓના નામ હેઠળ 27 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ અનૌપચારિક રીતે આ તપાસમાં જોતરાઈ હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં આ બેંક એકાઉન્ટની રૂ. 1.5 કરોડની રકમ ફ્રીજ કરવામાં આવી છે.


