Chhota Udepur : પાલિકા ચૂંટણી માટે BSP માંથી 2, અપક્ષમાંથી 2 ફોર્મ ભરાયાં, જાણો શું કહે છે રાજકીય પંડિતો ?
- Chhota Udepur પાલિકાની ચૂંટણી માટે BSP માંથી 2 ફોર્મ ભરાયાં
- ઉપરાંત, 2 અપક્ષોએ પણ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી
- કુલ 296 ઉમેદવારી ફોર્મ ઈચ્છુંક ઉમેદવારો દ્વારા લઈ જવાયા
છોટાઉદેપુર (Chhota Udepur) પાલિકાની ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ નગરનું રાજકારણ ભર શિયાળે ગરમાઈ રહ્યું છે. સતત 3 દિવસથી ઉમેદવારી ફોર્મ લઈ જવાની સંખ્યામાં રોજેરોજ વધારો નોંધાય રહ્યો છે. પરંતુ, બુધવાર સુધી એક પણ ઉમેદવારી ફોર્મ જમા થયું ન હતું જ્યારે, આજે ગુરુવારે વોર્ડ નંબર 1 માંથી 2 અપક્ષ અને વોર્ડ નંબર 2 અને 7 માં BSP પાર્ટીમાંથી એક-એક ઉમેદવારી ફોર્મ ભરાયા છે. કુલ 7 વોર્ડની 28 બેઠકો પૈકી હાલ 4 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવતા હજી આ આંક કેટલા ડિજિટ સુધી પહોંચશે તે આંકવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે.
આ પણ વાંચો - Gondal : વેરી તળાવમાંથી અજાણી યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!
આવતીકાલે મોટા ભાગનાં ઉમેદવારો ફોર્મ ભરવાનાં મૂડમાં
જોકે આવતીકાલે એટલે કે શુક્રવારે મોટા ભાગનાં ઉમેદવારો ફોર્મ ભરવાનાં મૂડમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ-ભાજપ (Congress-BJP) દ્વારા તેમના ઉમેદવારો ઓથેન્ટિક રીતે જાહેર કરાયા હોય તેવા કોઈ સમાચાર મળી રહ્યા નથી. વિશ્વસનીય સૂત્રોનાં જણાવ્યા અનુસાર, હજી પણ બંધ બારણે બેઠકોનાં દોર ચાલી રહ્યા છે. તો ક્યાંકને ક્યાંક અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા ઉમેદવારો પણ હજી કાંઈ બોલી રહ્યા નથી. "પહેલે આપ...પહેલે આપ".... ની રાહ જોવાતી હોય તેમ હાલનાં તબક્કે લાગી રહ્યું છે. તો બીજી તરફ નવા પ્રાદેશિક પક્ષો પણ એન્ટ્રી કરવાની વાતોને પણ દિન પ્રતિદિન વેગ મળી રહ્યો છે.
આ પણ વાંચો - Surat : 6 કિલો ગાંજો બોરામાં ભરી રિક્ષામાં નીકળ્યા, પાંડેસરા દક્ષેશ્વર મંદિર પહોંચ્યા અને..!
ચૂંટણી મોટા કદાવર નેતાઓ માટે પણ પડકારરૂપ સાબિત થઈ શકે
આ વખતની ચૂંટણી (Sthanik Swaraj Election) રાજકીય પંડિતોનાં મતે રસપ્રદ રહેવાની સંભાવનાઓની સાથે મોટા કદાવર નેતાઓ માટે એક પડકારરૂપ સાબિત થાય તો નવાઈ જેવું કાંઈ નથી તેમ માનવામાં આવી રહ્યું છે. ત્યારે, હાલ તો ઉમેદવારો "જો જિતા વહીં સિકંદર" ની જેમ મતદાતાઓને રિઝવવાથી લઈને પેનલ ગોઠવણનાં ચોકઠા માટે સતત રાત-દિવસ એક કરી રહ્યા છે અને તમામ રાજકીય સમીકરણો તેમના પક્ષે રહે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Ahmedabad : ડિમોલિશનની કામગીરી વચ્ચે ઓઢવમાં સ્થાનિકોને મળ્યા શંકરસિંહ વાઘેલા, તંત્ર પર સાધ્યું નિશાન!


