Gujarat: જેટલા હસમુખભાઈ હોય તેમને શોધી ભરતી પ્રક્રિયામાં લગાડો - CM Bhupendra Patel
- વન વિભાગમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો
- મુખ્યમંત્રી (Chief Minister_એ કહ્યું વિશ્વાસ શું કહેવાય તેનું ઉદાહરણ છે
- બાકી બધા લોકો બાંધછોડ માટે તૈયાર જ હોય છે
Forest Departmentમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં તાજેતરમાં વન વિભાગ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પાસ થયેલ ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવા માટે આજે મુખ્યમંત્રી (Chief Minister)ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વન રક્ષક માટે પસંદગી પામેલ ઉમેદવારોને ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા છે. ત્યારે આ કાર્યક્રમની શરૂઆત થતા સ્ટેજ પર આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં આવેલ તમામને સંબોધન કર્યું હતુ.
"હસમુખભાઈ નામ માં જ વજન લાગે છે" : CM Bhupendra patel@Bhupendrapbjp @CMOGuj #Gandhinagar #recruitment #GoodGovernanceDay #Gujaratfirst @HHPATELGSSSB @Hasmukhpatelips @GPSC_OFFICIAL pic.twitter.com/Z9ExQq9m0B
— Gujarat First (@GujaratFirst) December 25, 2024
ભરતી પ્રક્રિયા ડિપાર્ટમેન્ટમાં જેટલા હસમુખભાઈ હોય તેમને શોધી ભરતી પ્રક્રિયામાં લગાડો
ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી (Chief Minister)એ કાર્યક્રમમાં આવેલ તમામનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતુ કે હસમુખભાઈના નામમાં જ વજન લાગે છે. ભરતી પ્રક્રિયા ડિપાર્ટમેન્ટમાં જેટલા હસમુખભાઈ હોય તેમને શોધી ભરતી પ્રક્રિયામાં લગાડો. વિશ્વાસ શું કહેવાય તેનું ઉદાહરણ છે. બાકી બધા લોકો બાંધછોડ માટે તૈયાર જ હોય છે. આ પ્રમાણેનું સંબોધન કરતા જ કાર્યક્રમમાં ઉત્સાહ આવી ગયો હતો. તેમજ મહત્વનું છે કે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ સ્વાગત માટે આવ્યા ત્યારે ઉમેદવારોએ તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતુ. આપને જણાવી દઇએ કે એક હસમુખ પટેલ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે જ્યારે બીજા પૂર્વ IPS હસમુખ પટેલ GPSC ના ચેરમેન છે તે સંદર્ભમા મુખ્યમંત્રી બોલ્યા હતા.
આ પણ વાંચો: Surat શહેરમાં મિનરલ ડ્રિંકિંગ વોટર ખરીદતા પહેલા સાવધાન!


