Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ GROUP Scam : CID ક્રાઇમે કહ્યું- માત્ર 2 બેંક ખાતામાં જ રૂ.175 કરોડની રકમ..!

CID ક્રાઇમે જણાવ્યું કે, BZ ગ્રૂપનાં બેંક ખાતાની તપાસ ચાલી રહી છે અને CA ની પૂછપરછ કરાશે.
bz group scam   cid ક્રાઇમે કહ્યું  માત્ર 2 બેંક ખાતામાં જ રૂ 175 કરોડની રકમ
Advertisement

BZ GROUP Scam કેસમાં CID ક્રાઇમનાં SP નું નિવેદન
BZ ગ્રૂપનાં એકાઉન્ટની તપાસ ચાલી રહી છે : મુકેશ પટેલ
ભૂપેન્દ્ર ઝાલા દેશ ન છોડે તે માટે અમે નોટિસ ઇશ્યૂ કરી છે : SP
ઠગાઈનો આંકડો 6000 કરોડ કરતા પણ વધુ હોય શકે છે : SP

રાજ્યમાં લોકોને વધુ વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવી 6 હજાર કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ (BZ GROUP Scam) આચરનાર BZ ગ્રૂપ કેસ મામલે આજે CID ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. CID ક્રાઇમે (CID Crime) જણાવ્યું કે, BZ ગ્રૂપનાં બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે. સાથે જ BZ ગ્રૂપનાં CA ની પણ પૂછપરછ કરવામાં આવશે. CID ક્રાઇમે જણાવ્યું કે, માત્ર બે એકાઉન્ટમાં જ રૂ. 175 કરોડની રકમ હોવાનું માલૂમ પડ્યું છે. આથી, કૌભાંડનો આંકડો રૂ. 6 હજાર કરોડથી પણ વધુ હોવાની સંભાવના છે.

Advertisement

આ પણ વાંચો - BZ GROUP Scam : વધુ એક નામ આવ્યું સામે, BZ ગ્રૂપે ખાનગી શાળા ખરીદી હોવાનો પણ ખુલાસો!

Advertisement

BZ ગ્રૂપનાં માલિકની મોંઘી ગાડીઓ મળી આવી : CID ક્રાઇમનાં SP

રાજ્યમાં પોંઝી સ્કીમો (Ponzi Scheme) થકી કરોડો રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ (BZ GROUP Scam) આચરનાર BZ ગ્રૂપ કેસ મામલે આજે CID ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. CID ક્રાઇમનાં SP મુકેશ પટેલે (Mukesh Patel) પત્રકારોને જણાવ્યું કે, આ કેસમાં અત્યાર સુધી કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક એજન્ટ મયુર દરજી (Mayur Darji) છે, જ્યારે અન્ય 6 ઓફિસ સ્ટાફ છે. BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Jhala) તપાસમાં અલગ-અલગ મોંઘી ગાડીઓ મળી આવતા જપ્ત કરાઈ છે. રોકાણકારોનાં નાણાથી આ ગાડીઓ ખરીદવામાં આવી હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો - મોડાસામાં Bhupendrasinh Jhalaનું લાખોનું વૈભવી ફાર્મહાઉસ...

'ભૂપેન્દ્રસિંહ ઝાલા દેશ ન છોડે તે માટે નોટિસ ફટકારી છે'

CID ક્રાઇમનાં SP મુકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, BZ ગ્રૂપનાં વિવિધ બેંક એકાઉન્ટોની તપાસ ચાલી રહી છે. ગ્રૂપની સંપત્તિ અને તેના સંબંધિત વ્યક્તિઓની સંપત્તિઓ અંગે પણ તપાસ કરાઈ રહી છે. એસપીએ જણાવ્યું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Jhala) ધપરકડ કરવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. જો કે, તેનો મોબાઇલ સ્વીચ ઓફ છે. તે દેશ ન છોડે તે માટે અમે નોટિસ ઇશ્યૂ કરી છે. હાલ, બેંક ખાતાઓની તપાસ ચાલુ છે. સીઆઈડી ક્રાઇમે આગળ જણાવ્યું કે, BZ ગ્રૂપનાં CA ની પણ પૂછપરછ કરવામાં આવશે. CAની પૂછપરછ બાદ નાણાકીય બાબતો અંગે ખ્યાલ આવશે. ગ્રોમોર સંસ્થા અંગે સવાલ પૂછાતા તેમણે કહ્યું કે, હજુ સુધી અમે આ દિશામાં તપાસ શરૂ કરી નથી. BZ ગ્રૂપનાં માત્ર 2 બેન્ક ખાતામાંથી જ 175 કરોડની રકમ હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે, બધી જ બેંકોની ડીટેલ તપાસ કરીશું તો આંકડો વધી શકે છે. આથી, BZ ગ્રૂપની ઠગાઈનો (BZ GROUP Scam) આંકડો રૂ. 6 હજાર કરોડ કરતા પણ વધુ હોય શકે છે.

આ પણ વાંચો - Ponzi Scheme : કરોડો ખંખેરનાર ભૂપેન્દ્રના ઘેરથી લક્ઝ્યુરિયસ કાર્સ જપ્ત

Tags :
Advertisement

.

×