CID ફેમ ઇન્સ્પેક્ટર અભિજીતના લગ્નની અટકળો, જાણો શું છે આખો મામલો
- ઇન્સ્પેક્ટર અભિજીતની લગ્નના જોડામાં તસ્વીરો વાયરલ
- યુઝર્સે તરહ તરહના તુક્કા દોડાવ્યા
- જો કે, વાયરલ તસ્વીરના અનુમાનથી વિપરીત સ્થિતી અલગ જ છે
CID Fame Inspector Abhijeet Marriage : "CID" સિરીયલ 90 ના દાયકાથી લોકોના દિલ પર રાજ કરી રહી છે. તેની સ્ટાર કાસ્ટ ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે, અને ઇન્સ્પેક્ટર અભિજીતની ભૂમિકા ભજવનાર એક્ટર આદિત્ય શ્રીવાસ્તવ સિરીયલના સૌથી લોકપ્રિય પાત્રો પૈકીનું એક છે. હવે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને વરરાજા તરીકે દર્શાવવામાં આવ્યો છે. જેના કારણે લોકો માને છે કે, તેણે લગ્ન કરી લીધા છે. જોકે, વીડિયો પાછળનું સત્ય સંપૂર્ણપણે અલગ છે.
શું આદિત્ય શ્રીવાસ્તવે ખરેખર લગ્ન કર્યા ?
હકીકતે આદિત્યના લગ્નને ઘણા વર્ષો થયા છે, અને તે બે પુત્રીઓ, આરુષિ અને અદવિકાના પિતા છે. વાયરલ વીડિયોમાં તેની પત્ની માનસી શ્રીવાસ્તવ પણ હાજર હતા. આ ફોટા તેમના લગ્નના નથી, પરંતુ તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી સમયના છે, જ્યાં તેઓ તેમના પરિવાર અને નજીકના મિત્રો સાથે જોવા મળે છે. પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું, "હું બાળપણથી CID જોઉં છું, અને મારા બાળકો શાળા-કોલેજ જઈ રહ્યા છે, અને હવે આ લગ્ન કરી રહ્યા છે." બીજાએ લખ્યું, "ડૉ. તારિકા સાથે તું આવું કેવી રીતે કરી શકે ?' જ્યારે ત્રીજા યુઝરે લખ્યું, 'આ એક વર્ષગાંઠની ઉજવણી છે, મિત્રો.'
આદિત્યને પોતાનું સાચું નામ કેવી રીતે મળ્યું ?
આદિત્ય શ્રીવાસ્તવ અને તેમની પત્ની માનસી શ્રીવાસ્તવના લગ્ન 2003 માં થયા હતા, અને તેમની લગ્નની વર્ષગાંઠ 22 નવેમ્બરે હતી. 'CID' ઉપરાંત, આદિત્ય શ્રીવાસ્તવે 'કાલો', 'ભક્ષક' અને 'સુપર 30' જેવી ફિલ્મોમાં તેમજ અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. જોકે, તેમને ખરી ઓળખ 1998 થી 2018 સુધી પ્રસારિત થયેલા શો 'CID' થી મળી છે.
આ પણ વાંચો ----- Dhurandhar ફિલ્મને લઇને સ્વર્ગસ્થ મેજરના પરિવારે નોંધાવ્યો વિરોધ


