Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ
- ગિફ્ટ સિટીમાં ઈન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો
- 32 કરોડના ખર્ચે સેન્ટરમાં અત્યાધુનિક સુવિધા વિકસાવાશે
- AI અને ડેટા એનાલિટીક્સ-બ્લોકચેન અને ક્લાઉડ આધારિત સુવિધા મળશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઇ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવનારા એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટ-અપ્સને એક સાથે લાવવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતને સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઇઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવામાં ગુજરાત લીડ લેવા સજ્જ છે. તેમણે રાજ્યમાં ઇનોવેશન ક્ષેત્રે યુવાઓનું માર્ગદર્શન કરતી “આઈ-ક્રિએટ”ની સ્થાપનામાં ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરી હતી. ઇન્ફોસીસના સી.ઇ.ઓ. જયેશ સંઘરાજિકાએ આ પ્રસંગે ઇન્ફોસીસની પ્રગતિ ગાથા જણાવતા કહ્યું કે વૈશ્વિક કન્સલ્ટિંગ અને આઇ.ટી. સેવાઓ પ્રદાન કરતી ઇન્ફોસીસ 1981માં સ્થપાયેલી છે. વૈશ્વિક સાહસોની સિસ્ટમ્સ અને કાર્યપદ્ધતિઓનું સંચાલન કરવામાં ચાર દાયકાથી વધુના બહોળા અનુભવ સાથે, ઇન્ફોસિસ ૫૬ દેશોમાં તેના ક્લાયન્ટ્સને કુશળતાપૂર્વક માર્ગદર્શન પૂરું પાડે છે અને ૩.૨૦ લાખથી વધુ કર્મચારીઓનું સંખ્યા બળ ધરાવે છે.
આ પણ વાંચોઃ Video : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં હેવમોરના ગોડાઉનમાં લાગી આગ, જીવ બચાવવા બે લોકોએ માર્યો કૂદકો
આ ઉપરાંત ૨૦૨૪માં ઇન્ફોસિસને ભારતના શ્રેષ્ઠ નોકરીદાતાઓમાંના એક તરીકે માન્યતા મળી છે અને મહિલાઓ માટે ભારતના શ્રેષ્ઠ કાર્યસ્થળોમાં સતત ચોથા વર્ષે ટોચની ૫૦ મોટી કંપનીઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, આઇ.એફ.એસ.સી.એ.ના ચેરપર્સન કે રાજારમણ, ઇન્ફોસીસના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ રજનીશ માલવિયા, નિલાદ્રી પ્રસાદ મિશ્રા અને રાજ્યના આઇ.સી.ટી અને ઇ-ગવર્નન્સ ડાયરેક્ટર કવિતા શાહ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં
આ પણ વાંચોઃ Video viral : વિકાસ ચાલુ વરસાદમાં ! રાજકોટમાં ચાલુ વરસાદે બનાવવામાં આવ્યો ડામરનો રોડ