ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

DGP સામે બાંયો ચઢાવનારા વહીવટદારો Nirlipt Rai સામે ઘૂંટણિયે કેમ પડ્યા ?

DGP : પોલીસ વિભાગમાં વહીવટદારો સમયાંતરે કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં આવતા રહે છે. જો કે, આ વખતે Gujarat Police માં દાખલો બેસે તેવી કાર્યવાહી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) કરી છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દળના...
06:40 PM Dec 23, 2024 IST | Bankim Patel
DGP : પોલીસ વિભાગમાં વહીવટદારો સમયાંતરે કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં આવતા રહે છે. જો કે, આ વખતે Gujarat Police માં દાખલો બેસે તેવી કાર્યવાહી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) કરી છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દળના...

DGP : પોલીસ વિભાગમાં વહીવટદારો સમયાંતરે કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં આવતા રહે છે. જો કે, આ વખતે Gujarat Police માં દાખલો બેસે તેવી કાર્યવાહી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) કરી છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દળના 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા ટ્રાન્સફર બાદ ત્રણ પોલીસ કર્મીએ ગુજરાત હાઇકોર્ટ (High Court Gujarat) ના દ્વાર ખખડાવ્યા હતા. સમગ્ર મામલાની તપાસ કરી રહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) વહીવટદારો પાસે માંગેલી માહિતીથી પરસેવો છૂટી ગયો હતો. બદલીના મુદ્દે હાઇકોર્ટ ગયેલા પોલીસ કર્મચારીઓએ પોતાની અરજી પરત ખેંચી છે.

 

DGP Gujarat એ કરી હતી 13 પોલીસ કર્મીની બદલી

ગુજરાત રાજ્યના પોલીસ વડા (Gujarat HoPF) વિકાસ સહાયે મહિના અગાઉ અમદાવાદના 13 પોલીસવાળાઓની જિલ્લા ટ્રાન્સફર કરી હતી. જિલ્લા ટ્રાન્સફર કરાયેલા કૉન્સ્ટેબલથી લઈને એએસઆઈ સુધીના પોલીસ કર્મચારીઓ સામે કોઈને કોઈ આરોપ લાગેલા હતા. મોટાભાગના પોલીસ કર્મચારીઓ અધિકારીઓનો વહીવટ કરતા હતા. તો કેટલાંક પોલીસવાળા વિદેશી દારૂ ભરેલી ગાડીઓ લૂંટવાના ધંધામાં સામેલ હતા. ત્રણેક પોલીસવાળાના કારનામા તો રીઢા ગુનેગારોને શરમાવે તેવા હતા.

બદલી રોકાવવા પ્રયાસ અને ખેલ પણ થયા

DGP વિકાસ સહાયે એક સાથે અમદાવાદના 13 પોલીસવાળાની જિલ્લા ટ્રાન્સફર કરતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. બદલી પામેલા પોલીસ કર્મચારીઓ પૈકી કેટલાંક બદમાશ પોલીસવાળાઓને પહેલેથી જ અણસાર આવી ગયો હતો. કેટલાંક પોલીસવાળાએ જિલ્લા ટ્રાન્સફર રોકાવવા ભારે પ્રયાસ કર્યા હતા. એક પોલીસ કર્મચારીનો હોદ્દો અને નામ બદલી દેવામાં ગાંધીનગર પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) ની એક એજન્સીના પીએસઆઈએ ખેલ કર્યો હતો. જો કે, પાછળથી જે-તે પોલીસ કર્મચારીને બદલીનો હુકમ પકડાવી દેવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -ગુજરાત ફર્સ્ટના Operation Asurના પડઘા બાદ કાર્યવાહી, શરાબના સોદાગરો સામે FIR દાખલ

જિલ્લા બદલી થતાં પોલીસવાળા હાઇકોર્ટમાં ગયા

જિલ્લા બદલી થતાં કેટલાંક વહીવટદારોનો DGP Vikas Sahay એ 'ગરાસ લૂંટાયો' હોય તેવો માહોલ ઉભો કર્યો હતો. 13 પૈકી ત્રણ પોલીસ કર્મચારી હે.કૉ. કેયુર ધીરૂભાઇ બારોટ, હે.કૉ. સિરાજ રજાકભાઇ મન્સુરી અને પો.કૉ. સમીઉલ્લા યાવરમિંયા ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં બદલીના વિરોધમાં અરજીઓ કરી હતી. આ મામલે High Court એ રાજ્ય પોલીસ વડા સામે નોટિસ કાઢી હતી.

આ પણ  વાંચો -સરકારી શાળાનાં Teacher ના લાખો-કરોડોના હવાલા અને સંપત્તિની થશે તપાસ

Nirlipt Rai એ માહિતી માગતા વહીવટદારો દોડતા થઈ ગયા

અમદાવાદમાંથી એક સાથે 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા ટ્રાન્સફર બાદ મામલો હાઇકોર્ટમાં જતા DGP વિકાસ સહાય હરકતમાં આવ્યા હતા. વિકાસ સહાયે આ મામલે SMC DIG નિર્લિપ્ત રાયને તપાસ સોંપી જિલ્લા બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારીઓની મિલકતની માહિતી મેળવવા આદેશ કર્યો હતો. Nirlipt Rai એ 13 પોલીસ કર્મચારીઓ પાસે નીચે જણાવ્યાનુસાર માહિતી માગી છે.

Tags :
Ahmedabad City PoliceBankim PatelDGP GujaratDGP Vikas SahayGandhinagar Police BhavanGujarat FirstGujarat HoPFGujarat PoliceHigh Court GujaratNirlipt RaiPPF AccountSMC DIGVIKAS SAHAY
Next Article