Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dharmabhakti : શનિવારે શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે કરો આ 5 ઉપાયો, દૂર થશે જટીલ સમસ્યાઓ

હિન્દુ ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવ (Shani Dev) ને સમર્પિત માનવામાં આવે છે. આજે અમે આપને જણાવીશું કે શનિવારે ખાસ 5 ઉપાયો કરવાથી શનિદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે. વાંચો વિગતવાર.
dharmabhakti   શનિવારે શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે કરો આ 5 ઉપાયો  દૂર થશે જટીલ સમસ્યાઓ
Advertisement
  • શનિવારે પીપળા સમક્ષ દીવો પ્રગટાવવો જોઈએ
  • શનિદેવને અતિપ્રિય એવી Shani Chalisa નું પઠન કરો
  • પીપળાના ઝાડ સમક્ષ દીવો પ્રગટાવવાથી શનિદેવ રીઝે છે
  • શનિવારે તેલમાંથી બનેલ સુખડીના નાના ટુકડા શ્વાન અને કાગડાને અર્પણ કરો
  • કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી શનિદેવ તમારા જીવનમાં રહેલ કઠીન કષ્ટોને દૂર કરે છે
  • જો તમારા કુટુંબના વડીલો તમારાથી સંતુષ્ટ હશે તો Shani Dev ક્યારેય તમારાથી રુઠશે નહીં

Dharmabhakti : હિન્દુ ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવ (Shani Dev) ને સમર્પિત માનવામાં આવે છે. શનિદેવ ન્યાયના દેવતા ગણાય છે. તેઓ શુભ કર્મોનું શુભ ફળ ચોક્કસ આપે જ છે. શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે શનિવારના રોજ કેટલાક ચોક્કસ ઉપાયો કરવા જોઈએ. જેમ કે શનિવારે શનિચાલીસાનું પઠન ખાસ મહત્વ ધરાવે છે. આ સિવાય જરુરિયાતમંદોને દાન કરવું જોઈએ. શનિદેવને પ્રિય એવા પ્રાણી શ્વાન અને પ્રિય એવા પક્ષી કાગડાને ખોરાક અર્પણ કરવાથી શનિની સાડાસાતી પનોતીમાં રાહત મળે છે.

શનિદેવની પૂજા અર્ચના

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત વાર ગણાય છે. શનિવારના રોજ શનિદેવની ખાસ પૂજા અર્ચના કરવાથી આપ મનોવાંચ્છિત ફળ મેળવી શકો છો. શનિવારે વહેલી સવારે સ્નાનાદીથી પરવારીને શનિ ભગવાનના દર્શન કરો. શનિદેવને અતિપ્રિય એવી શનિ ચાલીસા (Shani Chalisa) નું પઠન કરો. શનિ ચાલીસાના પઠનથી આપના જીવનમાંથી કષ્ટો દૂર થાય છે. શનિ ચાલીસાને એટલી શક્તિશાળી ગણવામાં આવે છે કે જેના પઠનમાત્રથી જીવનના કઠીનમાં કઠીન સમસ્યાઓ ચપટીમાં હલ થઈ જાય છે.

Advertisement

પીપળા સમક્ષ દીવો પ્રગટાવો

શનિવારે પીપળા સમક્ષ દીવો પ્રગટાવવો જોઈએ. જેનાથી શનિદેવ તમારા પર પ્રસન્ન રહે છે. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું કહેવાય છે. શનિદેવના મંદિરે પીપળાનું વૃક્ષ અવશ્ય હશે. આ વૃક્ષ સમીપે ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવો. આ દીપ પ્રાગટ્ય વખતે શનિદેવનું મનોસ્મરણ કરો. મનમાં શનિદેવની કૃપા તમારા અને તમારા પરિવારજન પર રહે તે માટે સાચા હૃદયથી પ્રાર્થના કરો. પીપળાના ઝાડ સમક્ષ દીવો પ્રગટાવવાથી શનિદેવ રીઝે છે અને તમારા જીવનમાં આવી પડેલ આપત્તિઓને દૂર કરે છે. જો શક્ય હોય તો શનિ જયંતિના દિવસે પીપળાનો છોડ પણ વાવવો જોઈએ.

Advertisement

કાગડા અને શ્વાનને ખોરાક અર્પણ કરો

શનિદેવનું પ્રિય પ્રાણી શ્વાન ગણાય છે. શનિવારના રોજ શ્વાનોને કાળા તલમાંથી બનાવેલ લાડું ખવડાવવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. આ સિવાય શ્વાનોને રોટલી અને દૂધનું મિશ્રણ પણ કરીને ખવડાવી શકાય છે. શ્વાનોની જેમ શનિદેવને પ્રિય છે કાગડો. શનિવારના રોજ કાગડાને વિવિધ ખાદ્ય પદાર્થો આપવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન રહે છે. શનિવારે તેલમાંથી બનેલ સુખડીના નાના ટુકડા શ્વાન અને કાગડાને અર્પણ કરો. આ સુખડીથી શ્વાન અને કાગડાને સંતોષ થશે જેનું પુણ્ય શનિદેવ તમને આપશે.

આ પણ વાંચોઃ Dharmabhakti : ઓગસ્ટ મહિનામાં પહેલું પ્રદોષ વ્રત ક્યારે આવશે ? શું છે તેનું માહાત્મ્ય ?

જરુરિયાતમંદોને દાન

જ્યારે જ્યારે સુપાત્રને દાન કરવામાં આવે છે ત્યારે શનિદેવ પ્રસન્ન થાય છે. જેને જરુર નથી તેને ખોબે ખોબે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થતા નથી પરંતુ જેને જરુરિયાત છે તેને ચપટી દાન કરવાથી પણ શનિદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે. સમાજના વંચિતો, છેલ્લા વર્ગ અને ભીક્ષુકોને શનિવારે ભરપેટ ભોજન કરાવો. તેમને કાળા કામળાનું દાન કરો. ખાસ ધ્યાન રાખો કે કપડા જેવી વસ્તુઓનું દાન કરો ત્યારે તેમાં કાળો રંગ હોવો જોઈએ. કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી શનિદેવ તમારા જીવનમાં રહેલ કઠીન કષ્ટોને દૂર કરે છે.

વૃદ્ધોનું સન્માન કરો

શનિવારે ક્યારેય કોઈ વૃદ્ધનું ગમે તેવી સ્થિતિમાં પણ અપમાન ન કરાવવું જોઈએ. જો કોઈ વૃદ્ધને તમારી મદદની જરુર હોય તો વિના વિલંબે મદદ કરો. વૃદ્ધને રસ્તો ક્રોસ કરાવવો હોય, લિફટ આપીને ઘર સુધી મુકી આવવા હોય કે પછી વૃદ્ધોને ભોજન કરાવવાથી શનિદેવ પ્રસન્ન રહે છે. કદાપિ કોઈ વૃદ્ધનું અપમાન ન કરવું જોઈએ. જો તમારા કુટુંબના વડીલો તમારાથી સંતુષ્ટ હશે તો શનિદેવ ક્યારેય તમારાથી રુઠશે નહીં. વૃદ્ધના આશીર્વાદ તમારા પર અવિરત રહેશે તો શનિદેવની કૃપા પણ તમારા પર કાયમ રહેશે.

આ પણ વાંચોઃ Rashifal 02 August 2025 : આજે રચાતા વસુમાન યોગમાં શનિદેવની વિશેષ કૃપા આ રાશિના જાતકો પર થશે

(ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×