Dwarka: ઓખામાં કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન તૂટતા દુર્ઘટના સર્જાઇ
- કોસ્ટગાર્ડ (Coast Guard)ની જેટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન તૂટી
- GMB કોસ્ટગાર્ડ (Coast Guard), પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે
- શ્રમિકોને તંત્ર દ્વારા બહાર કાઢવાની સંપૂર્ણ તજવીજ ચાલી રહી છે
Dwarkaમાં ઓખા જેટી પર દુર્ઘટના બની છે. જેમાં 3 લોકોના મોત થયા છે. કોસ્ટગાર્ડ (Coast Guard)ની જેટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન તૂટતાં મજૂરો નીચે દબાયા હતા. જેમાં GMB કોસ્ટગાર્ડ (Coast Guard), પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે છે. અગાઉ બે શ્રમિકો ક્રેનની અંદર દબાઈ ગયા હોવાથી મોત થયા હતા તેમજ ત્રીજા વ્યક્તિનું પણ મોત મૃત્યુ થતા આંક ત્રણ પર પહોંચ્યો છે.
Dwarka ના ઓખામાં ચાલુ કામે ક્રેઇન તૂટી પડતા ત્રણ શ્રમિકોના મોત । Gujarat First#dwarka #Okha #CraneCollapse #ConstructionAccident #WorkerSafety #TragicIncident #OkhaJetty #gujaratfirst pic.twitter.com/PhvpH0TKJH
— Gujarat First (@GujaratFirst) December 25, 2024
એક શ્રમિક પાણીમાં પડી જતા તેમને બચાવાની કામગીરી હાથ ધરવામાં આવી
ઓખા જેટી કોસ્ટગાર્ડ (Coast Guard) દ્વારા ચાલુ કામે ક્રેન તૂટી જતા ત્રણ શ્રમિકો ક્રેન નીચે દબાતા મૃત્યુ પામ્યા છે. તેમજ એક શ્રમિક પાણીમાં પડી જતા તેમને બચાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઓખા જેટી ઉપર તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ (Coast Guard), પોલીસ જવાનો તેમજ ફાયર બ્રિગેડ 108ની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં દબાયેલા શ્રમિકોને તંત્ર દ્વારા બહાર કાઢવાની સંપૂર્ણ તજવીજ ચાલી રહી છે. છેલ્લા અંદાજિત એકાદ વર્ષથી ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઓખા બંદર પર જેટી ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: Surat શહેરમાં મિનરલ ડ્રિંકિંગ વોટર ખરીદતા પહેલા સાવધાન!
અચાનક ક્રેન તૂટી પડતા મજૂરો નીચે દબાઈને પાણીમાં પડ્યા
ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન નીચે દબાતા મજૂરોના મોત નીપજ્યાં છે જેમાં દુર્ઘટના સર્જાતા 3 લોકો ક્રેન નીચે દબાઈ પાણીમાં પડી ગયા હતા. જે ત્રણ મજૂરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે તેમના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયા છે. આ દુર્ઘટના બાદ ઓખા જેટી પર GMB કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગ, ફાયર ટીમ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી છે.
આ પણ વાંચો: Gujarat: જેટલા હસમુખભાઈ હોય તેમને શોધી ભરતી પ્રક્રિયામાં લગાડો - CM Bhupendra Patel


