Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી, મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ

સોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે
amreli   નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી  મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ
Advertisement
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ
  • મહેન્દ્ર કાવઠીયાની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકવામાં આવ્યા
  • સોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ થશે પૂર્ણ

Amreli : નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહેન્દ્ર કાવઠીયાને સસ્પેન્ડ કર્યો છે. મહેન્દ્ર કાવઠીયાની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકવામાં આવ્યા છે. સોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે. તેમજ પીડિતાના પક્ષમાં વકીલ સંદીપ પંડ્યાની વિનામૂલ્યે કેસ લડવાની તૈયારી છે. જેમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા નરાધમ શિક્ષક કેસમાં પોલીસ તપાસ શરૂ થઇ છે.

લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા

અમરેલીના લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં નશાના આક્ષેપ બાદ નરાધમ શિક્ષકના બ્લડ સેમ્પલ લેવાયા છે. શિક્ષકના મોબાઇલના પુરાવા એકઠા કરવા FSLની મદદ લેવાઇ છે. તથા શિક્ષક વિભાગ દ્વારા પર ફરજ મોકુફ કરાયા છે. તેમજ તપાસ સમિતિની રચના કરી કડક પગલા ભરવા દરખાસ્ત કરાઇ છે.

Advertisement

શિક્ષણ જગતને કંલકિત કરનારા નરાધમ સામે તપાસનો ધમધમાટ શરૂ

શિક્ષણ જગતને કંલકિત કરનારા નરાધમ સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારા શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે કડક કાર્યવાહીનો દોર શરૂ થયો છે. જેમાં નરાધમ શિક્ષકની કરતૂતો સામે આવ્યા બાદ સમાજમાં રોષ ફેલાયો છે અને તેની સામે કાયદાકીય તેમજ વહીવટી પગલાં લેવાઈ રહ્યાં છે. આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબમાં સત્તાધીશોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જાણો સમગ્ર મામલો:

અમરેલી જિલ્લાનાં (Amreli) કુકાવાવ રોડ પરની ભારતનગર પ્રાથમિક શાળાનાં (Bharatnagar Primary School) શિક્ષક સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ છે કે, નરાધમ શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ધોરણ 4 ની 2 વિધાર્થિનીને ટેબલ નીચે બેસાડીને કુચેષ્ટા કરતા શિક્ષકને વાલીઓએ રંગેહાથ ઝડપ્યો હતો. શિક્ષકની હલકી કક્ષાની માનસિક વિકૃતિ સામે વિધાર્થિનીનાં વાલીએ પોલીસને જાણ કરી હતી. અગાઉ પણ આ શિક્ષકે ધોરણ 4 ની વિધાર્થિની સાથે આવી અભદ્ર કુચેષ્ટા કરી હોવાનાં વિદ્યાર્થિનીઓના વાલીએ ફરિયાદમાં આરોપ કર્યા છે. આ મામલે અમરેલી તાલુકા પોલીસ મથકમાં (Amreli Taluka Police Station) ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ અનુસાર, નરાધમ શિક્ષકની ઓળખ મહેન્દ્ર કાવઠીયા તરીકે થઈ હતી. માનસિક વિકૃતિ ધરાવતા શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

આ પણ વાંચો: Gujarat : PM Modi વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ગીર-સોમનાથની મુલાકાત લેશે

Tags :
Advertisement

.

×