Surat : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો પર લગામ ક્યારે? ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ
- Surat માં ફરી એકવાર ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ
- ઓલપાડનાં માસમા ગામનાં વિસ્તારમાંથી ફેક્ટરી ઝડપાઈ
- ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ ઘીનો જથ્થો મળ્યો
સુરતમાં (Surat) ફરી એકવાર નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડીને લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતી નકલી ઘી બનાવતી ફેક્ટરી (Fake Ghee Factory) ઝડપી પાડી છે. ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ ઘીનો જથ્થો મળી આવ્યો છે. ટીમ દ્વારા મશીનરી, ઘીનો જથ્થો અને મોટી સંખ્યામાં ડબ્બાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં 4 ઇસમોની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો - Amreli : 48 કલાકના પરેશ ધાનાણીના ઉપવાસ પૂર્ણ, કહ્યું - દીકરીને ન્યાય ન મળ્યો..!
ઓલપાડનાં માસમા ગામનાં વિસ્તારમાંથી ફેક્ટરી ઝડપાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લામાંથી (Surat) વધુ એકવાર નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. બાતમીનાં આધારે વિજિલન્સની ટીમે (Surat Vigilance Team) ઓલપાડનાં માસમા ગામનાં ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન, ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે. સાથે જ નકલી ઘી બનાવવા માટે વપરાતી મશીનરી, ડબ્બા સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો - Bet Dwarka : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, DYSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે, ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત
આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ
માહિતી અનુસાર, વિજિલન્સની ટીમે ફેક્ટરી અને ગોડાઉન સામે કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે અત્યાર સુધી 4 ઇસમોની અટકાયત કરી છે. આરોપીઓની પૂછપરછમાં મસમોટા ખુલાસા થાય તેવી વકી છે. જણાવી દઈએ કે, અગાઉ પણ માસમા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી (Fake Ghee Factory) ઝડપાઇ હતી. ત્યારે સવાલ થાય છે કે નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો પર લગામ ક્યારે કસાશે ? આવી ફેક્ટરીઓ કોની રહેમનજરેથી ધમધમી રહી છે ? શું નકલીનો વેપાર કરતા ઇસમોને કાયદાનો ડર નથી ? ફરી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા આરોગ્ય વિભાગની (Health Department) કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - ગોપાલ નમકીન ખાતા પહેલા ચેતજો! પહેલા પાપડમાંથી જીવાત નીકળી અને હવે ઉંદર


