ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Geeta Rabari નાં ભાઈનું આકસ્મિક અવસાન, સિંગરે આપી માહિતી, આ દિવસે છે બેસણું

ગુજરાતની જાણીતી સિંગર ગીતા રબારી (Geeta Rabari) અને તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
06:12 PM Nov 25, 2024 IST | Vipul Sen
ગુજરાતની જાણીતી સિંગર ગીતા રબારી (Geeta Rabari) અને તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
  1. ગુજરાતી સિંગર Geeta Rabari નાં ભાઈનું અવસાન થયું
  2. 39 વર્ષીય મહેશ રબારીનું આકસ્મિક નિધન થયું
  3. સ્વ. મહેશભાઈ રબારીનું બેસણું 27 નવેમ્બરે રાખવામાં આવ્યું છે

ગુજરાતની જાણીતી સિંગર ગીતા રબારી (Geeta Rabari) અને તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ગાયિકાનાં 39 વર્ષીય ભાઈ મહેશ રબારીનું આકસ્મિક નિધન થયું છે. જણાવી દઈએ કે, મહેશ રબારીનું 24 નવેમ્બરનાં રોજ નિધન થયું હતું. આ અંગેની માહિતી સિંગરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે.

આ પણ વાંચો - શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા Ahmedabad Police એક્શનમાં! Task Force ની રચના, જાણો તેના વિશે

મહેશ રબારીનું આકસ્મિક નિધન થયું

ગીતા રબારી તેમના મધુર કંઠ માટે જાણીતા છે. ગીતા રબારીને ગુજરાતની ગરબા ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીતા રબારી માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ-વિદેશમાં શો કરે છે. તેમની ગાયકીનાં ચાહકો દુનિયાભરમાં છે. જો કે, હાલ ગીતા રબારી અને તેમનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સિંગર ગીતા રબારીનાં (Geeta Rabari) 39 વર્ષીય ભાઈ મહેશ રબારીનું 24 નવેમ્બરનાં રોજ અકાળે નિધન થયું હતું. સ્વ. મહેશભાઈ રબારીનું બેસણું 27 નવેમ્બર, 2024 નાં રોજ બપોરે 2 થી 5 વાગ્યા સુધી ટપ્પર ગામ ખાતે રાખવામાં આવ્યુ છે. આ અંગેની માહિતી ખુદ ગીતા રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આપી છે.

આ પણ વાંચો - Bopal Accident Case : રિપલ પંચાલની કરતૂત બાદ પત્નીનો લૂલો બચાવ! જુઓ શું કહ્યું ?

હાર્ટ એટેકથી મોતનાં પ્રાથમિક અહેવાલ

મીડિયા અહેવાલ અનુસાર, જ્યારે મહેશ રબારીનું (Mahesh Rabari) નિધન થયું ત્યારે ગીતા રબારી રાજકોટ (Rajkot) જિલ્લાનાં ધોરાજીનાં ઉપલેટામાં એક કાર્યક્રમમાં હતા. દરમિયાન, ભાઈના મોતનાં સમાચાર સાંભળીને ગીતા રબારી ચાલુ કાર્યક્રમ છોડીને નીકળી ગયા હતા. ગીતા રબારી તાત્કાલિક અંજારનાં ટપ્પર ગામે પહોંચ્યા હતા. પ્રાથમિક અહેવાલ અનુસાર, મહેશ રબારીનું નિધન હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad : Bopal Accident બાદ ગૃહ રાજ્યમંત્રીની DGP સહિત ઉચ્ચ પો. અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક

Tags :
Breaking News In GujaratiGeeta RabariGeeta Rabari Brother's funeralGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsGujarati SingerLatest News In GujaratiMahesh RabariNews In Gujarati
Next Article