Gondal : ભુણાવા ગામ નજીક 34 વર્ષીય પરિણીત યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
- રાજકોટ-Gondal નેશનલ હાઇવે નજીક યુવકે ઝેરી દવા પીધી
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, કારણ અકબંધ
- 3 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલના જ એક પરિણીત યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. મૃતકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે સુખવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : Khyati Hospital 'કાંડ' માં વધુ બે નામ સામે આવ્યા, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા!
અગમ્ય કારણોસર યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
ગોંડલ ભગવતપરામાં વાછરારોડ પર રહેતા રમેશભાઈ ઘેલાભાઈ રાઠોડ (ઉ.વ.34) એ ભુણાવા ગામ નજીક આવેલા શિવકાન્ત ગેટ પાસે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી. ત્યાર બાદ યુવકને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે સુખવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકનાં મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસનાં હેડ કોન્સ્ટેબલ જીતુભાવાળા અને રમેશભાઈ વાગડિયાએ વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો - Ahmedabad : શહેરમાં વધતી ગુનાખોરીને લઈ ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં! કહ્યું - જે ગુના બન્યા તેમાં..!
3 વર્ષની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક છૂટક મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. મૃતકનાં પરિવારમાં પિતા, પત્ની અને દીકરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ત્રણ વર્ષની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રમેશભાઈનું અવસાનની જાણ સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળને થતાં શોકનો માહોલ છવાયો હતો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Banaskantha : અંબાજીમાં અર્બુદા સેનાનો સ્નેહમિલન કાર્યક્રમ, વિપુલ ચૌધરીએ કહ્યું - 'બટેંગે તો કટેંગે' એ સામાન્ય..!


