Gondal: રાજકુમાર જાટનું મોત કે હત્યા, બે PM રિપોર્ટમાં અનેક વિસંગતતાઓ, પોલીસની તપાસ શંકાના દાયરામાં
- રાજકુમાર જાટના મોત મામલે મોટો ખુલાસો
- પ્રથમ રિપોર્ટમાં 25 ઈજા ઓછી બતાવવામાં આવી
- રાજકુમાર જાટનું મોતનું રહસ્ય વધુને વધુ ઘેરાયું
ગોંડલનાં ચકચારી રાજકુમાર જાટ (Rajkumar jat case)નાં મોત મામલે એક બાદ એક મહત્વના ખુલાસા થઈ રહ્યા છે. રાજકુમાર જાટના મોત બાદ પ્રથમ ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો હતો. પ્રથમ ફોરેન્સિક રિપોરટમાં PM કરતા 25 ઈજાઓ ઓછી બતાવવામાં આવી હતી. જેમાં 4 માર્ચે સવારે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હવે સવાલ એ થઈ રહ્યો છે કે પીએમ કરનાર ડોક્ટરને આટલી બધી ઈજાઓ દેખાઈ નહી હોય કે અન્ય કોઈ કારણ તે હવે તપાસનો વિષય બની ગયો છે.
ઈજાઓ ઓછી કેમ બતાવવામાં આવ તે અંગે અનેક સવાલો
રાજકુમાર જાટને (Rajkumar jat case)ઈજાઓ ઓછી કેમ બતાવવામાં આવી તે અંગે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ડાબી આંખની ઉપરના ભાગે થયેલી ઈજા પણ દર્શાવવામાં આવી ન હતી. તેમજ હોઠ અને દાઢી પાસે થયેલી ઈજાઓ પણ બતાવવામાં આવી ન હતી. તેમડ ડાબા ખબા પર બોથડ પદાર્થ વડે થયેલી ઈજા પણ દર્શાવી ન હતી. તેમજ પાંસળીઓમાં ફેક્ટર સહિત અનેક ઈજાઓનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ Rajkot: કાર ચાલકે બાઈકને મારી ટક્કર, અકસ્માતનાં CCTV સામે આવ્યા, જુઓ વીડિયો
ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં અલગ દાવો
ગોંડલમાં રાજકુમાર જાટ (Rajkumar jat case) ના મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો છે. તેમાં રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા છે. જેમાં રાજકુમાર (Rajkumar jat case) ના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા છે. લાકડીથી માર માર્યા હોવાના 4-4 સેમીના ઇજાના નિશાન મળ્યા છે. રાજકુમારના ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઇજાઓ અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ઉપજાવે છે. ફોરેન્સિક PMમાં પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે. તથા બીજા ભાગમાં કુલ 31 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Surat: રત્નકલાકારોની નીકળી રેલી, સરકાર માંગણી નહી સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી
જાણો શું હતો મામલો
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર(Rajkumar jat) સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.


