Winter : રાજ્યમાં ઠંડીનો અહેસાસ, મોટાભાગના શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ..
- રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ
- નલિયા 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડુગાર બન્યું
- આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો હજી પણ નીચે જશે
Winter : ગુજરાતમાં નવેમ્બરના છેલ્લા અઠવાડીયામાં શિયાળો (Winter) જામી રહ્યો છે અને હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીની અસર અનુભવાઇ રહી છે. મંગળવારે રાત્રે રાજ્યમાં નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. નલિયામાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ઠંડીની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે.
નલિયા 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડુગાર બન્યું
નલિયા અને વડોદરા 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડુગાર બન્યું છે. મંગળવારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 13.8 ડિગ્રીથી લઈને 22.8 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું હતું. નલિયામાં 13.8 લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 22.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 26, 2024
અમદાવાદ શહેરમાં 15.9 ડિગ્રી લઘુતમ તાપમાન
મંગળવારે અમદાવાદ શહેરમાં 15.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં લોકો સવારના સમયે તાપણું કરતા જોવા મળ્યા હતા.કડકડતી ઠંડીનો અનુભવ થતાં હવે લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે.
ઠંડીનું પ્રમાણ વધશે
રાજ્યમાં હવે રોજ તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસ પણ છવાયેલું દેખાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે અને ડિસેમ્બરમાં ઠંડીમાં વધારો થશે. ઉત્તર ભારતમાં થતી હિમ વર્ષાના કારણે ઠંડા પવન ફૂંકાશે જેનાથી ઠંડીનું પ્રમાણ વધશે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
|
| અમદાવાદ | 32.0 | 15.9 |
| ડીસા | 33.3 | 15.4 |
| ગાંધીનગર | 31.2 | 15.3 |
| વડોદરા | 31.4 | 13.8 |
| સુરત | 32.6 | 20.4 |
| નલિયા | 33.0 | 13.8 |
| રાજકોટ | 33.7 | 15.0 |
| કેશોદ | 31.8 | 15.8 |
| પોરબંદર | 32.5 | 15.2 |
આ પણ વાંચો----Kosamba પાસે મોટો અકસ્માત, બસ હાઇવે પરથી નીચે ઉતરી ગઇ


