HM હર્ષ સંઘવીએ મીડિયાનો આભાર માનતા કહ્યું, મીડિયાની ટીકામાંથી શીખ લઈ અમે કામ કર્યું
- ગૃહ રાજ્યમંત્રીએ મીડિયાનો માન્યો આભાર
- પ્રેસ-મીડિયા જે કરે છે એ બરાબર કરે છે
- ભારત કુલ કાર્યક્રમ 14 થી 17 નવેમ્બર સુધી યોજાશે
Gujarat Media Club : આજરોજ ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ભારત કુલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ભારત કુલ કાર્યક્રમમાં મીડિયા જગતની થીમ Festival of Bhav, Taal and Raag રાખવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી આ ભારત કુલના કાર્યક્રમમાં ગુજરાતી મીડિયા જગતના અનેક ખ્યાતનામ વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીએ મીડિયાનો માન્યો આભાર
Ahmedabad: આપણે પણ આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખીએ: Harshbhai Sanghavi | Gujarat First@CMOGuj @sanghaviharsh @SwachhBharatGov @sbmugujarat #HarshSanghavi #CleanIndia #HistoricalSites #SwachhBharat #ResponsibleTourism #CommunityCleanliness #GujaratGovernment #CleanAndGreen… pic.twitter.com/dAOaqugbCv
— Gujarat First (@GujaratFirst) November 14, 2024
તો આ ભારત કુલ કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધીત કર્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાનો આભાર માન્યો હતો. તો મીડિયા દ્વારા જે ઘટનાની નોંધ લઈને સરકારની ટીકા કરવામાં આવે છે, તેની પણ સરકાર દ્વારા નોંધ લેવામાં આવે છે. કારણ કે... મીડિયાની ટીકમાંથી સરકાર નોંધ લે છે. મીડિયાના મારફતે સામાન્ય માણસને થતી સમસ્યાઓ સરકાર સુધી સરળતાથી પહોંચે છે. તેના કારણે મીડિયાએ સરકરનો ચોથો અને અગત્યનો સ્તંભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Ahmedabad : ગુજરાત યુનિ. માં 'ભારત કુલ' ફેસ્ટિવલનું આયોજન, CM અને ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત!
પ્રેસ-મીડિયા જે કરે છે એ બરાબર કરે છે
વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સંબોધીત કરતા જણાવ્યું કે, વિકસિત ભારતનાં સંકલ્પમાં સાથે મળી કામ કરીએ તો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવામાં કોઈ રોકી શકશે નહીં. આપણો અમૃતકાળ કર્તવ્યકાળ છે. તો મીડિયાનો ભાવ સમાજ માટે સારું કરવાનો છે. પ્રેસ-મીડિયા જે કરે છે એ બરાબર કરે છે. બધા પોતાનું કર્તવ્ય નિભાવે તો જ વિકસિત ભારતનું નિર્માણ થશે.
Ahmedabad: “Press Media બરાબર કરે છે આપણે શું કરવું એ આપણે કરવાનું’’ | Gujarat First@Bhupendrapbjp @CMOGuj #cmbhupendrapatel #CMO #AhmedabadNews #PressFreedom #MediaCoverage #GujaratFirst #PublicStatement #ResponsibleJournalism #MediaAndPublic #GujaratNews #GujaratFirst pic.twitter.com/By93sloHji
— Gujarat First (@GujaratFirst) November 14, 2024
ભારત કુલ કાર્યક્રમ 14 થી 17 નવેમ્બર સુધી યોજાશે
જોકે આ ભારત કુલ કાર્યક્રમનું આયોજન ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત ટુરિઝમે સાથે મળીને કર્યું છે. આ ભારત કુલ કાર્યક્રમ 14 થી 17 નવેમ્બર સુધી યોજાશે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આજે આ ભારત કુલ કાર્યક્રમમાં મીડિયા ફોટોગ્રાફરના ફોટા અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું.
આ પણ વાંચો: Amreli : 'કાકાની કાળી કરતૂત'! 3 વર્ષીય સગી ભત્રીજીને ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી અને પછી..!


