Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: 31stને લઈ પોલીસ એક્શન મોડમાં, દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી

અમદાવાદ, રાજકોટ, ભરુચ, વલસાડ સહિતના જિલ્લાઓમાં પોલીસ સજ્જ
gujarat  31stને લઈ પોલીસ એક્શન મોડમાં  દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી
Advertisement
  • વડોદરામાં DCPએ દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી
  • રોડ પર દોરેલા સફેદ લાઇન પર લોકોને ચાલવા કહ્યું
  • સફેદ લાઇનની બહાર પગ જાય તેની તપાસ કરવામાં આવી

Vadodara માં DCPએ દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી છે. જેમાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પર રાત્રિ દરમિયાન ચેકિંગ કરાયું હતુ. ત્યારે રોડ પર દોરેલા સફેદ લાઇન પર લોકોને ચાલવા કહ્યું હતુ. સફેદ લાઇનની બહાર પગ જાય તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરી દારૂડિયાઓને પકડવામાં આવ્યા છે.

Advertisement

અમદાવાદ, રાજકોટ, ભરુચ, વલસાડ સહિતના જિલ્લાઓમાં પોલીસ સજ્જ

અમદાવાદ (Ahmedabad), રાજકોટ, ભરુચ, વલસાડ સહિતના જિલ્લાઓમાં પોલીસ (Police) સજ્જ થઇ છે. જેમાં પાર્ટી પ્લોટ, હોટલ કે ક્લબમાં મંજૂરી બાબતે તપાસ કરાશે. તથા SOG દ્વારા ડ્રગ્સ ડિટેક્શન કિટ થકી તપાસ કરાશે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ રાજ્યની પોલીસ (Police) એક્શનમાં આવી છે. તેમાં ચેકિંગથી માંડી ટ્રાફિકના નિયમો પાલન કરાવવાની કામગીરી શરૂ થઇ છે. રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પોલીસની ચેકિંગ કામગીરી શરૂ થઇ છે. બુટલેગરો અને નશાબાજો સામે ગુનાઓ નોંધાઈ રહ્યા છે. તથા વિવિધ પોલીસ મથકની હદમાં પોલીસનું નાઈટ પેટ્રોલિંગ શરૂ થયુ છે.

Advertisement

આ પણ વાંચો: New Year 2025 Celebrations: નવા વર્ષને આવકારવા યુવાહૈયાઓમાં થનગનાટ: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં થશે ઉજવણી

દારૂડિયાઓને પકડવા ડીસીપી અભય સોનીની જોરદાર તરકીબ

વડોદરામાં દારૂડિયાઓને પકડવા ડીસીપી (DCP) અભય સોનીની જોરદાર તરકીબ સામે આવી છે. તેમાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પર પોલીસે રાત્રી દરમિયાન ચેકિંગમાં તરકીબ અજમાવતા રોડ પર દોરેલ સફેદ લાઇન પર લોકોને ચલાવ્યા કહ્યું હતુ. સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડીયા ખાઈ કોઈ ચાલે તો તેની તપાસ કરવામાં આવી હતા. જેમાં બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરી પીધેલાઓને પકડવામાં આવ્યા છે. જેમાં ડીસીપી (DCP) અભય સોનીની આ તરકીબથી દારૂડિયાઓ માથું ખંજવાળવા લાગ્યા હતા.

આ પણ વાંચો: Bhuj : યુવતીનાં અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખી પ્રેમીએ કરી ક્રૂર હત્યા

Tags :
Advertisement

.

×