Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: આગામી 36 કલાકમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે
gujarat rain  આગામી 36 કલાકમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
Advertisement
  • સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદની આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે
  • ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થશે

Gujarat Rain : ગુજરાત રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તથા સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. તથા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થશે.

Advertisement

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. એટલું નહીં આગાહી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે. તથા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે. મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

Advertisement

36 કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે

અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર આ 36 કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. ત્યારે સતત બીજા દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમાં 12 વાગ્યા સુધી રાજ્યના 116 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બીજા દિવસે પણ મેઘકહેર છે. બોટાદના બરવાળામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો તથા ભાવનગરના ઉમરાળામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો અને ચુડા, વલ્લભીપુર અને રાણપુરમાં 3 ઈંચ વરસાદ સાથે ધોલેરામાં અઢી ઈંચ, ધંધુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ પેટલાદ, સિહોર, બોટાદ, મૂળી, ખંભાતમાં 2 ઈંચ વરસાદ અને રાજકોટ, બોરસદમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 14 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad Plane Crash : અમદાવાદની વિમાની દુર્ઘટનામાં DNA મેચ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી

Tags :
Advertisement

.

×