Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ચંડોળા તળાવ ડિમોલિશન મામલો,કોર્ટ-બાંધકામ ગેરકાયદે છે તે ધ્યાને આવ્યું છે

અમદાવાદ શહેરનાં ચંડોળા તળાવ ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે બંને પક્ષની દલીલો બાદ ચૂકાદો અનાતમ રાખ્યો હતો.
ahmedabad  ચંડોળા તળાવ ડિમોલિશન મામલો કોર્ટ બાંધકામ ગેરકાયદે છે તે ધ્યાને આવ્યું છે
Advertisement
  • અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશન મુદ્દે HCમાં સુનાવણી
  • કેટલાક ભારતીય નાગરિકો ઘર વિહોણા થયા હોવાની કોર્ટમાં રજૂઆત
  • ભારતીય નાગરિક છે કે કેમ તે નહીં, બાંધકામ ગેરકાયદે છે તે ધ્યાને આવ્યું:HC
  • વોટર બોડી પર બાંધકામ હતું અને તે ગેરકાયદે હતું: હાઇકોર્ટ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે મકાનો તોડી પાડી ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. ડિમોલિશનની કામગીરી શરૂ થતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટ દ્વારા ડિમોલિશનની કામગીરી પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો.

ચંડોળા તળાવ ડિમોલિશ મામલે આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન કેટલાક ભારતીય નાગરિકો પણ ઘર વિહોણા થયાની કોર્ટમાં રજૂઆત થવા પામી હતી. જે બાબતે કોર્ટે કહ્યું હતું કે, અમને ભારતીય નાગરિક છે કે કેમ તે નહી બાંધકામ ગેરકાયદે છે તે ધ્યાને આવ્યું છે. તેમજ વોટર બોડી પર બાંધકામ હતું અને તે ગેરકાયદે હતું.

Advertisement

Advertisement

રિબેબીલીટેશન અંગે હાઈકોર્ટમાં અરજી થઈ

સ્થાનિકોના રિબેબીલીટેશન અંગે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જે લોકો ખરેખર ત્યાં રહે છે તેમનો સર્વે કરી અન્ય સ્થાન આપવાની વાત છે. પરંતું જો ડિમોલિશન કરવામાં આવશે તો શું પ્રુફ બચશ. તેમજ અરજદાર દ્વારા કહેવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મહત્વની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તળાવ જગ્યામાં રહેવાનો દાવો કરનાર લોકોએ જે દસ્તાવેજ રજૂ કર્યા છે તેમાં ફરક છે.

તમામ લોકોના દસ્તાવેજોમાં જુદી જુદી વાત દર્શાવવામાં આવી

આ બાબતે સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, જે લોકોએ આ દાવો કર્યો છે તેમના સરનામા તળાવની આસપાસ હોય તે પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે કમિશનરને કરેલી અરજી પર સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કુલ 58 લોકોએ અરજી કરી છે. તેમના દસ્તાવેજો મામલે પણ સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. તમામ લોકોના દસ્તાવેજોમાં જુદી જુદી વાત દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃISKCON Bridge Accident Case: જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલનાં હવાતીયા, કોર્ટે આપ્યો મોટો ઝટકો

અરજદારે કરેલા દસ્તાવેજ ખોટા છે અથવા અવિશ્વસનીય નથી

જે બાબતે સરકારે રજૂઆત કરી કે અરજદારે કરેલા દસ્તાવેજ ખોટા છે અથવા અવિશ્વસનીય નથી. ચંડોળા તાલ પર ડિમોલિશન બાદ પુનર્વશનને લઈ રાજ્ય સરકારની કોર્ટમાં ખાતરી છે. કોઈ અરજદાર સક્ષમ ઓર્થોરિટી સમક્ષ રજૂઆત કરશે અને યોગ્ય દસ્તાવેજ હશે તો પુનર્વશન અથવા યોગ્ય વળતર અંગે વિચાર કરવામાં આવશે. બંને પક્ષની દલીલો બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

આ પણ વાંચોઃ Bhavnagar: મહુવા નગરપાલિકાને ભાજપના કોર્પોરેટરોનો વિવાદ લઈ ડૂબ્યો? સુપરસીડ જાહેર

Tags :
Advertisement

.

×