Sabarkantha: ગોપાલનાં ગાંઠિયા ખાનારા ચેતજો! ગાંઠિયામાં ઉંદરડી આવતા બાળકી પડી બીમાર, ફૂડ વિભાગની લાલિયાવાડી સામે આવી
- Himmatnagar નાં પ્રેમપુરમાં ચોંકાવનારી ઘટના (Sabarkantha)
- ગોપાલ કંપનીનાં ગાંઠિયાનાં પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી હોવાનો આરોપ
- માતાને ઉલટી, બાળકીને ઝાડા થયા, ફૂડ વિભાગનું મંદ વલણ!
Sabarkantha : હિંમતનગરનાં પ્રેમપુરામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોપાલ કંપનીનાં ગાંઠિયાનાં પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી હોવાનો ગંભીર આરોપ કરાયો છે. ઉંદરડી જોતા માતાને ઉલટી થઈ હતી જ્યારે દીકરીને ઝાડા થતાં સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં રિપોર્ટ કરાવતા પોઇઝન આવ્યું હોવાનું જણાયું હતું. બીજી તરફ આ અંગે ફરિયાદ કરતા સેલ્સમેને પડીકું બદલી આપવાનું કહ્યું હતું જ્યારે ફૂડ વિભાગે તો 'ઓફિસનો સયમ પૂરો થયો છે' તેવો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો - Winter in Gujarat : અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતા લોકોને હાશકારો! કચ્છમાં નાગરિકો ધ્રુજી ઉઠ્યા!
Sabarkantha: ગોપાલના ગાંઠિયા ખાનારા ચેતજો! ગાંઠિયામાં ઉંદરડી આવતા બાળકી પડી બીમાર, ફૂડ વિભાગની લાલિયાવાડી સામે આવી | GujaratFirst@irushikeshpatel #Rajkot #GopalNamkeen #FoodDepartment #GujaratFirst pic.twitter.com/o1p5sauD7g
— Gujarat First (@GujaratFirst) January 11, 2025
ગોપાલ કંપનીનાં ગાંઠિયાનાં પેકેટમાંથી મૃત ઉંદરડી નીકળી હોવાનો આરોપ
આરોપ અનુસાર, સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) હિંમતનગરનાં પ્રેમપુરામાં રહેતા એક પરિવારે ગામની દુકાનમાંથી ગોપાલ કંપનીનું 500 ગ્રામ ગાંઠિયાનું પેકેટ લીધું હતું. ગાંઠિયાનું પેકેટ ખોલીને બાળકીને ખાવા માટે આપ્યું હતું. દરમિયાન, બાળકીની માતાએ પેકેટમાં હાથ નાંખતા તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી આવી હતી. આ જોઈ માતાને ઉલટી થઈ હતી, જ્યારે બાળકીને ઝાડા થયા હતા. આથી, પિતા બાળકીને સારવાર અર્થે દાવડ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. બાળકીનાં રિપોર્ટમાં પોઇઝન હોવાનું જણાયું હતું.ટ
આ પણ વાંચો - પાટીદાર દીકરીને ન્યાય અપાવવા આજે કોંગ્રેસનું Amreli Bandh નું એલાન, તંત્રને અલ્ટીમેટમ!
પરિવારની કાર્યવાહીની માગ, ફૂડ વિભાગ સામે પણ આક્ષેપ
આરોપ મુજબ, આ અંગે જ્યારે બાળકીનાં પિતાએ દુકાનદારને જાણ કરી તો સેલ્સમેનને બોલાવ્યો હતો. ત્યાર બાદ સેલ્સમેન આવ્યો અને પડીકું બદલી આપવાની વાત કરી હતી. જો કે, બાળકીનાં પિતાએ પડીકું નહીં પણ કાર્યવાહી કરવાની વાત કરી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે આ મામલે જ્યારે સ્થાનિક ફૂડ વિભાગને જાણ કરાઈ તો વિભાગનાં અધિકારીએ 'ઓફિસનો સમય પૂરો થયો છે, સોમવારે પડીકું લઈને ઓફિસ આવજો' તેવો જવાબ આપ્યો હોવાની વાત સામે આવી છે. આ મામલે બાળકીનાં પરિવારે કાર્યવાહીની માગ કરી છે.
આ પણ વાંચો - રાજકોટના સાંસદ Parshottam Rupala ને એક નાગરિકે કર્યો કોલ, ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


