India-Pakistan : પાકિસ્તાનમાં રાજકીય-લશ્કરી અસ્થિરતા, આર્મી ચીફ અસીમ મુનીરને હટાવવાની માગ!
- ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં રાજકીય અને લશ્કરી અસ્થિરતા
- પાકિસ્તાન સેનામાં અસંતોષના અહેવાલો આવ્યા સામે
- આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને હટાવવાની તૈયારીઓ શરૂ થઈ
- સોશિયલ મીડિયા પર #MunirOut જેવા હેશટેગ ટ્રેન્ડમાં આવ્યા
પહલગામ આતંકી હુમલા બાદ "ઓપરેશન સિંદૂર" હેઠળ ભારત દ્વારા લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને પાકિસ્તાન-POK માં 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા તમામ ડ્રોન-મિસાઇલ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે અને તમામ હુમલાઓને નિષ્ફળ કર્યા છે. હવે, પાકિસ્તાનમાં રાજકીય અને લશ્કરી અસ્થિરતા વધી છે. પાકિસ્તાન સેનામાં અસંતોષના અહેવાલો છે.
આ પણ વાંચો - India-Pakistan : લાહોરમાં પાક. PM શાહબાઝ શરીફના ઘર પાસે ડ્રોન હુમલો! સેનામાં ભયનો માહોલ
India- Pakistan War । Bharat સામે Pakistan ઘૂંટણિયે। Gujarat First#IndianArmy #Jammu #PakistanIsATerrorState #IndianAirDefence #BreakingNews #DroneAttack #OperationSindoor2 #IndiaPakistanWar #IndiaPakistanTensions #s400missile #OperationSindoor #IndiaStrikesTerrorCamps… pic.twitter.com/U4Ksn1SgKe
— Gujarat First (@GujaratFirst) May 8, 2025
પાકિસ્તાન સેનામાં આંતરિક અસંતોષના અહેવાલ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના પદ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, પાકિસ્તાન સેનામાં આંતરિક અસંતોષના અહેવાલો સામે આવ્યા છે. વાયરલ થયેલા પત્ર મુજબ, ઘણા લશ્કરી અધિકારીઓએ રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જેનાથી સેનાની એકતા પર સવાલો ઊભા થયા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સેનામાં અસંતોષ વધી રહ્યો છે અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને હટાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન સેનાની કમાન તેમના સ્થાને લેફ્ટનન્ટ જનરલ શાહિદ ઇમરાન મિર્ઝાને સોંપવા અંગે ચર્ચાઓ તેજ બની છે.
આ પણ વાંચો - India-Pakistan : ભારતની સૈન્ય તાકાત સામે 'દેવાળિયા' પાકિસ્તાનની આવી છે સ્થિતિ!
પાકિસ્તાનમાં મોટો લશ્કરી બળવો થવાનાં સંકેત
જો કે, અત્યાર સુધી આ આખી પ્રક્રિયા આંતરિક સ્તરે ચાલી રહી છે અને તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો પરિસ્થિતિ આવી જ રહી તો પાકિસ્તાનમાં મોટો લશ્કરી બળવો થઈ શકે છે. આ સાથે, સોશિયલ મીડિયા પર #MunirOut જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે, જેમાં જનરલ અસીમ મુનીરના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી આદિલ રાજાએ આરોપ લગાવ્યો છે કે પહલગામ હુમલા પાછળ મુનીરનો હાથ હતો, જેનાથી તેમના વિરુદ્ધ રોષ વધુ વધ્યો છે. ભારતના હુમલાના જવાબમાં વડાપ્રધાન શાહબાઝ શરીફે સંયમ રાખવાની હાકલ કરી છે, જ્યારે સેનાએ આક્રમક રીતે જવાબ આપ્યો છે.
આ પણ વાંચો - OperationSindoor2 : ભારત અંગે PAK સંરક્ષણ પ્રધાનનો જવાબ સાંભળી US એન્કર પણ ગુસ્સે થઈ!


