Israel-Iran conflict : તણાવ વચ્ચે ઇઝરાયલના PM એ વડાપ્રધાન મોદીને લગાવ્યો ફોન
- ઇઝરાયલ અને ઇરાન વચ્ચે છેલ્લે કેટલાય દિવસોથી તણાવ ચાલી રહ્યો છે
- બંને દેશો એકબીજા પર ડ્રોન અને મિસાઇલો વડે હુમલા કરી રહ્યા છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર માહિતી શેર કરી
Israel-Iran conflict : શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ (israel pm benjamin netanyahu) વચ્ચે ટેલિફોન પર વાત કરી છે. પ્રધાનમંત્રી નેતન્યાહૂએ પ્રધાનમંત્રી મોદીને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે (Israel-Iran conflict) તાજેતરમાં બદલાતી પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતની ચિંતાઓ જણાવીને શાંતિ અને સ્થિરતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વાતચીત દરમિયાન બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા છે.
Received a phone call from PM @netanyahu of Israel. He briefed me on the evolving situation. I shared India's concerns and emphasized the need for early restoration of peace and stability in the region.
— Narendra Modi (@narendramodi) June 13, 2025
શાંતિ અને સ્થિરતા પર ભાર મુક્યો
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. શુક્રવારે સવારે ઇઝરાયલે ઇરાનના નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ અને તેહરાનમાં અનેક લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો છે. હુમલા બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડા પ્રધાન મોદીને ફોન કરીને પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર - X પર એક પોસ્ટમાં લખ્યું, "ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મને ફોન કર્યો છે. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. મેં ભારતની ચિંતાઓ શેર કરી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે."
'તાત્કાલિક સૂચનો' જારી કર્યા
સુત્રોના જણાવ્યા અનુસાર, આ કપરા સમયે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતિત છે. જેના સંદર્ભમાં, તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસે દેશમાં હાજર ભારતીય નાગરિકો માટે 'તાત્કાલિક સૂચનો' જારી કર્યા છે. આ સૂચનોમાં અહીં રહેતા ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, બિનજરૂરી અવર-જવર ટાળવા અને સ્થાનિક સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. શુક્રવારે સવારે ઇઝરાયલે ઇરાન પર મોટા હવાઈ હુમલા કર્યા બાદ આ સૂચનો કરવામાં આવ્યા છે. જેનાથી સંઘર્ષ ઉગ્ર બનવાની ચિંતા વધી રહી છે. ઇઝરાયલે આ ઓપરેશનને 'નેશન ઓફ લાયન્સ' નામ આપ્યું છે.
જો તે ઈઝરાયલ પર 10,000 મિસાઈલ છોડશે તો શું થશે?
ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં કહ્યું, "ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે 'ઓપરેશન રાઇઝિંગ લાયન' શરૂ કર્યું છે. આ હુમલો ઈઝરાયલના અસ્તિત્વ સામેના ખતરાને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે. ઈરાન માત્ર ત્રણ વર્ષમાં 10,000 બેલિસ્ટિક મિસાઈલ વિકસાવવાની તૈયારી કરી રહ્યું છે. જો તે ઈઝરાયલ પર 10,000 મિસાઈલ છોડશે તો શું થશે? આ એક મોટો ખતરો છે, જેને રોકવો જ જોઈએ. ઈઝરાયલે ઈરાનના પરમાણું સંવર્ધન કેન્દ્ર અને અન્ય સ્થળો પર લક્ષિત હુમલા કર્યા છે."
ખતરો સમાપ્ત ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે
બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાને તાજેતરના વર્ષોમાં નવ પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં યુરેનિયમનું ઉત્પાદન કર્યું છે. આ ઇઝરાયલ માટે ખતરો છે. તેથી જ્યાં સુધી આ ખતરો સમાપ્ત ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે. અત્રે નોંધનીય છે કે, ઇઝરાયલી હુમલામાં ઈરાની લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા હતા. તે જ સમયે, ઇઝરાયલે સમગ્ર દેશમાં ખાસ કટોકટી જાહેર કરી છે.
આ પણ વાંચો --- ભારતનો ખોટો નકશો બતાવતા યુઝર્સ લાલઘૂમ, ઇઝરાયલી સેનાએ માંગી માફી


