IndiaPakistanWar2025 : J&K નાં સાંબામાં બ્લેકઆઉટ વચ્ચે આકાશમાં દેખાયા ડ્રોન! સેનાની કાર્યવાહી
- ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ ફરી દેખાયા ડ્રોન! (IndiaPakistanWar2025)
- જમ્મુ અને કાશ્મીરનાં સાંબામાં ફરી ડ્રોન હુમલા શરૂ થયા હોવાના અહેવાલ
- ભારત તરફથી ડ્રોન સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે : સેના સૂત્રો
ભારત અને પાકિસ્તાન (IndiaPakistanWar2025) વચ્ચે યુદ્ધ વિરામ થયું છે. જો કે, તેમ છતાં પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. યુદ્ધ વિરામ પછી પણ જમ્મુ અને કાશ્મીરનાં (J&K) સાંબામાં ફરી ડ્રોન હુમલા શરૂ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભારત તરફથી ડ્રોન સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુદ્ધવિરામ પછી પણ, જમ્મુ-કાશ્મીર અને પંજાબ સહિત સમગ્ર સરહદી વિસ્તારોમાં હજુ પણ એલર્ટ છે. સાંબામાં (Samba) બ્લેકઆઉટ વચ્ચે, ભારતીય વાયુ સંરક્ષણ દળોએ એક પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યું હોવાની માહિતી છે.
આ પણ વાંચો - PM Modi Address Nation : PM મોદીનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ, કહ્યું- હવે વાતચીત થશે તો માત્ર..!
#UPDATE ड्रोन गतिविधि और वायु रक्षा गोलाबारी की पहली लहर के बाद, सांबा में पिछले 15 मिनट से कोई ड्रोन गतिविधि नहीं देखी गई। https://t.co/4s6ytM9hZR
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
સાંબામાં બ્લેકઆઉટ વચ્ચે ડ્રોન દેખાયાનાં અહેવાલ
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને માહિતી આપી છે કે જમ્મુ અને કાશ્મીરનાં સાંબામાં (Samba) બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યું છે. આકાશમાં લાલ પટ્ટાઓ જોવા મળી અને વિસ્ફોટોના અવાજો સંભળાયા. જો કે પોસ્ટ કરેલો વીડિયો હાલનાં સમયાનુસાર નથી તેવી પણ જણાવ્યું છે. અન્ય એક પોસ્ટમાં માહિતી આપી કે, સેનાના સૂત્રથી મળેલી માહિતી અનુસાર, સરખામણીમાં, સાંબા સેક્ટરમાં બહુ ઓછા ડ્રોન જોવા મળ્યા છે. તેમની સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.
આ પણ વાંચો - PM Modi Address Nation : 'Operation Sindoor' એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા : PM Modi
तुलनात्मक रूप से, सांबा सेक्टर में बहुत कम संख्या में ड्रोन आए हैं। उनका मुकाबला किया जा रहा है और चिंता की कोई बात नहीं है: आर्मी सोर्स pic.twitter.com/QB3Gq08xUQ
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
11 મેના રોજ પણ જોવા મળ્યા હતા ડ્રોન
ગઈકાલે એટલે કે 11 મેની સાંજે ભારત અને પાકિસ્તાન (IndiaPakistanWar2025) વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, તેનાં 3 કલાક પછી જ કાશ્મીરમાં ડ્રોન જોવા મળ્યા હતા. ત્યારે, જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ એક વીડિયો પોસ્ટ કરી પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ બીજી વખત છે જ્યારે ભારતીય વાયુસેનાએ (Indian Air Force) પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યા છે. આજે બંને દેશોના DGMO વચ્ચે વાતચીત થઈ હતી. આમાં, બંને દેશો સરહદ અને આગળના વિસ્તારોમાંથી સૈનિકો ઘટાડવા સંમત થયા છે.
આ પણ વાંચો - 'Operation Sindoor', PAK સામે સૈન્ય કાર્યવાહી બાદ પહેલીવાર PM મોદી આજે દેશને સંબોધિત કરશે


