ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : વેલ્ડિંગ સમયે ટેન્કરમાં પ્રચંડ બ્લાસ્ટ! એક શખ્સનું મોત, વિસ્તારમાં દહેશત!

આ બ્લાસ્ટ એટલે ભયંકર હતો કે ચાલકનો પગ ઊડીને 300 મીટર દૂર ઓવરબ્રિજ પર પડ્યો હતો.
07:15 PM Nov 20, 2024 IST | Vipul Sen
આ બ્લાસ્ટ એટલે ભયંકર હતો કે ચાલકનો પગ ઊડીને 300 મીટર દૂર ઓવરબ્રિજ પર પડ્યો હતો.
  1. ગાંધીધામનાં મીઠી રોહર પાસે વેલ્ડિંગ સમયે ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ (Kutch)
  2. બ્લાસ્ટથી ચાલકનો પગ ઊડીને 300 મીટર દૂર ઓવરબ્રિજ પર પડ્યો
  3. ટેન્કરમાં વિસ્ફોટ થતાં ફુરચેફુરચા બોલાયા

કચ્છનાં (Kutch) ગાંધીધામનાં મીઠી રોહર પાસે વેલ્ડિંગ સમયે ગેસથી ભરેલા ટેન્કરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ બ્લાસ્ટ એટલે ભયંકર હતો કે ચાલકનો પગ ઊડીને 300 મીટર દૂર ઓવરબ્રિજ પર પડ્યો હતો. સદનસીબે અન્ય લોકો દૂર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બ્લાસ્ટની ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો - Gandhinagar : 'દાદા' સરકારનું એક્શન! એક સાથે 5 અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

મીઠી રોહર પાસે ગેસ વેલ્ડિંગ સમયે ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ

કચ્છમાંથી (Kutch) એક હચમચાવતી ઘટનાનાં સમાચાર સામે આવ્યા છે. ગાંધીધામનાં (Gandhidham) મીઠી રોહર પાસે પ્રચંડ બ્લાસ્ટની ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, વેલ્ડિંગ સમયે ગેસથી ભરેલા ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મૃતકનો પગ ઊડીને 300 મીટર દૂર ઓવરબ્રિજ પર પડ્યો હતો.

આ પણ વાંચો - Recruitment : આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતી! 2 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત, વાંચો વિગત

મૃતકનો પગ ઊડીને 300 મીટર દૂર ઓવરબ્રિજ પર પડ્યો

આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે દહેશત જોવા મળી છે. જો કે, સદનસીબે દુર્ઘટના સમયે અન્ય લોકો દૂર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ મામલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદના એક વીડિયોમાં દેખાય છે કે બ્લાસ્ટમાં મૃતક વ્યક્તિનાં શરીરનાં બે ભાગ થઈ ગયા હતા.

આ પણ વાંચો - Gujrat Politics નાં 'બાપુ' શંકરસિંહ વાઘેલા ફરી એકવાર નવી પાર્ટી સાથે કરશે Entry!

Tags :
Blast in gas TankerBreaking News In GujaratiGandhidhamGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKutchLatest News In GujaratiMithi RoharNews In Gujarativiral video
Next Article