ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : ફરી એકવાર ધરા ધ્રુજી, આ વિસ્તારોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો તીવ્રતા

ભૂકંપનાં આંચકાનાં પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
08:54 PM Nov 18, 2024 IST | Vipul Sen
ભૂકંપનાં આંચકાનાં પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
  1. પૂર્વ કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો (Kutch)
  2. રાપર, ભચાઉ, ગાંધીધામ સહિત વિસ્તારમાં ભૂકંપ
  3. 4.0 ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ભય

કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતનાં વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપની (Earthquake) તીવ્રતા 4.0 ની હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનાં આંચકાનાં પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એક જ સપ્તાહમાં બીજીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. થોડા દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં (North Gujarat) ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 4.2 નોધવામાં આવી હતી અને ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 23 કિમી દૂર નોંધાયું હતું.

આ પણ વાંચો - Ahmedabad : વધુ એક PI સસ્પેન્ડ, કાગડાપીઠ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ PI નો લેટર વાઈરલ!

રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતનાં વિસ્તારમાં ભૂકંપ

કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપ આવ્યો હોવાની ઘટના બની છે. માહિતી અનુસાર, પૂર્વ કચ્છમાં રાપર, ભચાઉ, ગાંધીધામ (Gandhidham) સહિતનાં વિસ્તારમાં ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની (Earthquake) તીવ્રતા 4.0 ની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કેન્દ્રબિંદુ રાપરથી 26 કિમી દૂર નોંધાયું છે. કચ્છ જિલ્લાનાં વાગડ વિસ્તારનાં અનેક ગામોમાં ભૂકંપનાં આંચકાની અસર જોવા મળી હતી. રાતે લગભગ 8.18 મિનિટે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આથી, લોકો ગભરાઈને જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો - કુંભકર્ણ ઉંઘણશી નહોતો વૈજ્ઞાનિક હતો, રાવણે ખોટી અફવા ઉડાવી હતી: આનંદીબેન પટેલ

ત્રણ દિવસ પહેલાં ઉત્તર ગુજરાતમાં આવ્યો હતો ભૂકંપ

જણાવી દઈએ કે, ત્રણ દિવસ પહેલાં ઉત્તર ગુજરાતમાં (North Gujarat) ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 4.2 નોધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 23 કિમી દૂર નોંધાયું હતું. રાતે 10 કલાક અને 15 મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. અંદાજે 10 સેકન્ડ સુધી ગુજરાતની ધરા ધ્રૂજી હતી. પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં અનેક શહેરોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ એક નાનકડું સેવાળા ગામ હતું.

આ પણ વાંચો - Surat : ચોકબજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો, 3 આરોપીની ધરપકડ, હત્યાનું કારણ ચોંકાવનારું!

Tags :
bhachauBreaking News In GujaratiearthquakeGandhidhamGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKutchLatest News In GujaratiNews In GujaratiNorth GujaratRapar
Next Article