Mahakumbh 2025 : વિદેશી મ્યુઝિશિયન સાથે Gujarat First નો રોચક સંવાદ!
- પ્રયાગરાજમાં મહાકુંભથી ગુજરાત ફર્સ્ટનું મહાકવરેજ (Mahakumbh 2025)
- મ્યુઝિશિયન ગ્રૂપ સાથે ગુજરાત ફર્સ્ટનો સીધો સંવાદ
- શ્રી પ્રેમ બાબા ગ્રૂપનાં મ્યુઝિશિયન રાયન સાથે સંવાદ
- અમે ભજન, ભગવાનનાં ગીતોનું ગાન કરીએ છીએ : રાયન
પ્રયાગરાજમાં (Prayagraj) યોજાઈ રહેલા 'મહાકુંભ' થી (Mahakumbh 2025) ગુજરાત ફર્સ્ટ દર્શકો માટે સતત મહાકવરેજ કરી રહ્યું છે. સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટની (Gujarat First) વિવિધ ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહી છે. મહાકુંભથી મહાકવરેજ દરમિયાન, શ્રી પ્રેમ બાબા મ્યુઝિશિયન ગ્રૂપ (Sri Prem Baba Musician Group) સાથે ગુજરાત ફર્સ્ટનો સીધો સંવાદ થયો છે. શ્રી પ્રેમ બાબા ગ્રુપનાં મ્યુઝિશિયન રાયને ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો - Mahakumbh 2025 : પરમાર્થ નિકેતન આશ્રમનાં પ્રમુખ પ.પૂ. ચિદાનંદ સરસ્વતી સ્વામી સાથે વિશેષ સંવાદ
અમે ભજન, ભગવાનનાં ગીતોનું ગાન કરીએ છીએ : મ્યુઝિશિયન રાયન
ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Bhatt) સાથે વાતચીત દરમિયાન મ્યુઝિશિયન રાયને જણાવ્યું કે, અમે ભજન, ભગવાનનાં ગીતોનું ગાન કરીએ છીએ. પ્રભુનાં મંત્રો, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શિવજીનાં ગીત અને ભજન પણ ગાઈએ છીએ. રાયને આગળ કહ્યું કે, ભજન-કીર્તન કરવાની પ્રેરણા મને મારા ગુરુજી અને ભગવાનની ભક્તિથી મળી છે. હું મારા ગુરુજીથી 10 વર્ષ પહેલા મળ્યો હતો અને 8 વર્ષ પહેલા હું ભારત પહેલીવાર આવ્યો હતો. મને ભારત અને મહાકુંભ મેળો ખૂબ જ ગમે છે.
આ પણ વાંચો - Maha Kumbh 2025: સરેરાશ 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ દરરોજ સંગમમાં ડૂબકી લગાવી
'આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે તે ખુબ જ રસપ્રદ છે'
સંગીતકાર રાયને આગળ કહ્યું કે, 'આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે તે ખૂબ જ રસપ્રદ છે. મેં એક જ સ્થળે આટલા બધા લોકો એક સાથે ક્યારેય જોયા નથી. રાયને કહ્યું કે, જે ભગવાનમાં માને છે તેના માટે બધું જ શક્ય છે. અહીં આવવાથી આત્મ શાંતિ અને ભગવાન સાથે કનેક્ટિવિટીનો અનુભવ થાય છે. આ ખૂબ જ અદભૂત છે.'
આ પણ વાંચો - Mahakumbh: શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું, હેલિકોપ્ટરમાંથી ભક્તો પર પુષ્પવર્ષા