Surat : માંડવીમાં મહિલાને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાતા આરોપી ફરાર
- સુરતના માંડવીમાં ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ
- લગ્નની લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો થયો પ્રયાસ
- ડૉ.અંકિતે અનેક મહિલાઓનું ધર્માંતરણ કરાવ્યું હોવાનો દાવો
- દેવ બિરસા સેનાએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
સુરતનાં માંડવી તાલુકાની એક આદિવાસી મહિલા સાથે ધર્માંતરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માંડવી તાલુકાના જ ડોક્ટર દ્વારા મહિલાને લગ્નની લાલચ આપી ધર્માતરણ કરવાનો કરાશે. છેલ્લા ઘણા સમયથી ડોક્ટર અને આદિવાસી મહિલા એકબીજાના સંપર્કમાં હતા. 3 વર્ષ બાદ ડોક્ટર અંકિત ચૌધરીએ મહિલાને લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી.
મહિલાને લગ્નની લાલચ આપી તરછોડી દીધી
આદિવાસી મહિલાએ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ડોક્ટર અંકિત ચૌધરીએ દબાણ કર્યું હતું. ખ્રિસ્તી ધર્મ અપનાવસે તો જ લગ્ન કરવા જણાવ્યું હતું. આદિવાસી મહિલાએ ડોક્ટરની વાત માની ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. ડોક્ટર અંકિત ચૌધરીના પિતા પોતે પાસ્ટર છે. ત્યારે ડોક્ટરના પિતાએ જ મહિલાનું નદી કિનારે જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ધર્મ પરિવર્તન બાદ મહિલાએ ડોક્ટરને લગ્ન માટે જણાવ્યું હતું. પરંતું ડોક્ટર અંકિત ચૌધરીએ લગ્ન માટે ના પાડી દીધી હતી. ડોક્ટર અંકિત ચૌધરીએ મહિલાને લગ્નની લાલચ આપી તરછોડી દેતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ
મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ડોક્ટર અંકિત ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ ન કરાતા દેવ બિરસા સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ડોક્ટર અંકિત ચૌધરીની ઝડપથી ધરપકડ કરવા માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ VADODARA : બિયાસ કુંડ ટ્રેકિંગ, દિકરીએ નાની ઉંમરે બહાદુરી દાખવી શિખર સર કર્યો
આખા વિસ્તારમાં ધર્માંતરણનો ખેલ ચલાવી રહ્યો છે ડો. અંકિતઃ કાજલ હિન્દુસ્થાની
આ બાબતે કાજલ હિન્દુસ્થાનીએ જણાવ્યું હતું કે, અમે લોકો ઘણા સમયથી આ વિષય પર બોલીએ છીએ. જ્યારે અમે બોલીએ ત્યારે અમુક પ્રશાસનીક લોકો અને અમૂક ધારાસભ્ય એમ અમને કહેતા હોય કે કંઈ પુરાવા હોય તો આપોને એફઆઈઆર છે. જો આ બેનની એફઆઈઆર લખવામાં આવે છે. ધર્માંતરણની એફઆઈઆર જ લખતા નથી. આ બેન કેટલા દિવસથી હેરાન થાય છે. બેનને મેન્ટલી, ફીઝીકલી, ઈમોશનલી એનું શોષણ કર્યું.આ ક્રિપ્ટો ક્રિશ્ચન ડો. અંકિતે અને એ પોતે આખા વિસ્તારમાં ધર્માંતરણનો ખેલ ચલાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad : ઓઢવમાં શોલે.... આરોપીએ ફલેટની બાલ્કનીમાંથી કુદી પડવાની ધમકી આપી