Gujarat Rain : હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
- રાજ્યમાં ત્રણથી ચાર દિવસ ખાબકશે ભારે વરસાદ
- ગાજવીજ અને પવન સાથે ત્રાટકી શકે છે ભારે વરસાદ
- દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી
- વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં ક્યાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર દીવમાં ભારે વરસાદના કારણે ઓરેજન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લો પ્રેશન આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયુંઃ હવામાન વિભાગ
જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતન તેમજ કચ્છ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશન આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગીરીથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ પવનની ગતિ રાજ્યમાં 35-50 કિમી પ્રતિ કલાકની રહેશે. કેરળમાં આજે ચોમાસાનું આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રીતે 15 જૂન આસપાસ હોય છે.
આ પણ વાંચોઃ Ahmedabad માં ડ્રાઈવિંગ રોડ પર પેટ્રોલ પંપ પાસે સર્જાયો ગંભીર અકસ્માત, બેકાબૂ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ
ચોમાસું સમય કરતાં 8 દિવસ કેરળમાં વહેલું આવ્યુંઃ પરેશ ગોસ્વામી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજે તારીખ 24 મે 2025 ના રોજ નેઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે જેની સત્તાવાર રીતે જાહેરાત કેન્દ્રીય હવામાન વિભાગે કરી છે કેરળની અંદર સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનના રોજ આવતું હોય છે ઘણી વખત 24 કે 48 કલાક વહેલું પણ આવે છે પણ આ વર્ષે ચોમાસું સમય કરતાં 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે. જોકે આગળ હવામાન કેટલો સપોર્ટ કરે તેના પર આધાર રહેશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે. સામાન્ય તારીખે આવશે અથવા સામાન્યથી મોડું આવશે કેરળની અંદર ભૂતકાળમાં પણ ઘણી વખત સમય કરતા વહેલું ચોમાસું આવેલું છે. છેલ્લા 25 વર્ષની અંદર કઈ તારીખે ચોમાસું કેરળમાં આવ્યું તેની માહિતી આપેલી છે.
આ પણ વાંચોઃ Bhavnagar : ધોલેરા-ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત: 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત


